ભુજ સ્થિત હરીપરપર રોડ ખાતે આવેલા બીએસએફ કેમ્પ મુકામે અદાણી જી.કે જનરલ હોસ્પિટલના મનોચિકિત્સા વિભાગ મારફતે યોજાયેલા સ્ટ્રેસ મેનેજમેન્ટ અંતર્ગત ઉપસ્થિત જવાનો અને તેમના કુટુંબીજનોને તણાવ અને તેમાંથી કેમ મુક્ત થવું એ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
હોસ્પિટલના મનોચિકત્સક અને સાઈક્યાટ્રી વિભાગના હેડ ડૉ. મહેશ તિલવાણીએ તણાવ અંગે માર્ગદર્શન આપતા કહ્યું કે, જ્યારે કોઈપણ પ્રકારનો ભય પેદા થાય અને તેમાંથી છુટકારો મેળવવા આપણે નિષ્ફળ જઈએ ત્યારે સ્ટ્રેસ જન્મે છે.પરંતુ નિરાશ થયા વિના દરેક પરિસ્થિતિનો સ્વીકાર કરી તેના સકારાત્મક પાસાનો વિચાર કરી આગળ વધશો તો તણાવમાંથી બહાર આવી શકાશે.
ઉપાયો અંગે તેમણે સૂચવ્યું કે, દરેક કાર્યમાં ઉત્સાહ, મિત્રો અને સગા સબંધીઓ સાથે અનુકૂળ વ્યવહાર, પોતાના મનની વાત નિકટનાઓને જણાવવી, કુદરત ઉપર અને સ્વયં, ઉપર ભરોસો રાખવા વિગેરેથી સ્ટ્રેસ દૂર કરી શકાય.જ્યારે ટેકનિકલ ઉપાયો અંગે તબીબે જણાવ્યું કે,પૂરતી ઉંઘ, ડોક્ટરનું માર્ગદર્શન લીધું હોય તો સૂચનાના અમલ વિગેરેનો સમાવેશ થાય છે.આં તબક્કે જવાનોએ તણાવ, તેમાંથી મુક્તિ, તણાવના પ્રકાર જાણવા પ્રશ્નોતરી કરી હતી.આં પ્રસંગે બટાલિયનના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
Leave a Reply