ભારત એશિયા કપના ફાઈનલમાં-પાકિસ્તાન કે શ્રીલંકા સામે જામશે મુકાબલો

– શેફાલી વર્માના 42 અને કેપ્ટન હરમનપ્રીત કૌરના 36 રનની મદદથી ભારતે 6 વિકેટ ગુમાવીને 148 રન બનાવ્યા હતા

ભારતે મહિલા એશિયા કપ (Women Asia Cup Semi Final)ના સેમીફાઈનલમાં થાઈલેન્ડ (India vs Thailand)ને 74 રનથી હરાવીને ફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે. ભારત તરફથી મળેલા 149 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી થાઈલેન્ડની ટીમ 74 રન જ બનાવી શકી હતી. આ પહેલા પ્રથમ બેટિંગ કરતા ભારતે નિર્ધારિત 20 ઓવરમાં 6 વિકેટે 148 રન બનાવ્યા હતા. શેફાલી વર્માએ સિલ્હટ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં સૌથી વધુ 42 રન ફટકાર્યા હતા. ભારતે સતત 8મી વખત મહિલા એશિયા કપની ફાઈનલમાં સ્થાન બનાવ્યું છે.

હવે ભારતીય મહિલાઓનો સામનો ફાઈનલ મેચમાં પાકિસ્તાન અને શ્રીલંકાની વચ્ચે મેચની વિનર ટીમ સાથે થશે. આ પહેલા લીગ મેચમાં પણ ભારતે થાઈલેન્ડને 15.1 ઓવરમાં માત્ર 37 રનમાં આઉટ કરી દીધું હતું અને પછી લીગ સ્ટેજની આ મેચમાં આસાન વિજય નોંધાવ્યો હતો. 

ભારતે 149 રનનો ટાર્ગેટ આપ્યો હતો

શેફાલી વર્માના 42 અને કેપ્ટન હરમનપ્રીત કૌરના 36 રનની મદદથી ભારતે 6 વિકેટ ગુમાવીને 148 રન બનાવ્યા હતા. થાઈલેન્ડ તરફથી ટીપોચે 3 વિકેટ ઝડપી હતી.

આ મેચમાં ભારતે પ્રથમ બેટિંગ કરતા 148 રન બનાવ્યા હતા. શેફાલી વર્માએ 42 અને કેપ્ટન હરમનપ્રીતે 36 રન બનાવ્યા હતા. જવાબમાં થાઈલેન્ડની ટીમ 20 ઓવરમાં નવ વિકેટે 74 રન જ બનાવી શકી હતી અને 74 રનના માર્જિનથી મેચ હારી ગઈ હતી. થાઈલેન્ડ તરફથી ચાઈવાઈ અને બાઉચથમે સૌથી વધુ 21 રન બનાવ્યા હતા. ભારત તરફથી દીપ્તિ શર્માએ ત્રણ વિકેટ લીધી હતી.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Create a website or blog at WordPress.com

Up ↑

%d bloggers like this: