– સશક્ત દિકરીઓએ દેશ-વિદેશમાં કૌશલ્ય અને પ્રતિભાના જોરે આગવી ઓળખ ઉભી કરી
આજે આંતરરાષ્ટ્રીય કન્યા દિવસ છે. દિકરીઓને મળતા પડકારો અને અધિકારોની જાગૃતિર્થે દર વર્ષે 11 ઓક્ટોબરે આંતરરાષ્ટ્રીય કન્યા દિવસ ઉજવવામાં આવે છે. આજે એવી દિકરીઓની વાત કરીશું જેમણે કારકિર્દી આડે આતા પડકારો ઝીલીને વિવિધ ક્ષેત્રોમાં આગવી ઓળખ ઉભી કરી છે.
સૌ પ્રથમ વાત કરીએ યુવા ઉદ્યોગસાહસિક દિયા ઠક્કરની, મનોવિજ્ઞાનમાં સ્નાતક દિયા સફળતાપૂર્વક કોચીંગ ક્લાસ ચલાવે છે. તે વિદ્યાર્થીઓ અને સંસ્થાઓને સફળતાની પારાશીશી વિશે માર્ગદર્શન આપે છે. દિયા પોતાની સફળતાનો શ્રેય તેને અદાણી વિદ્યામંદિરમાં મળેલા શિક્ષણ અને તાલીમને આપે છે.
દિયા જણાવે છે કે ધોરણ 6માં હતી ત્યારથી જ તેને ઉદ્યોગસાહસિક બનવાની મહત્વાકાંક્ષા હતી. વાસ્તવમાં શિક્ષકો અને શાળાની ટીમે તેના ગુણો પારખી તેને કૌશલ્યવર્ધનને આગળ ધપાવવાનું શરૂ કર્યું. આજે જ્યારે ઇન્ટરનેશનલ ડે ઓફ ગર્લ (IDG) ની 10મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યા છીએ ત્યારે દિયાની સફળ વાર્તા દિકરીઓને સશક્ત બનાવવા પ્રેરણાદાયી છે.
અદાણી વિદ્યામંદિરના પ્રિન્સિપાલ શિલ્પા ઈન્દોરિયા જણાવે છે કે “અમારી શાળામાં પ્રવેશની પ્રક્રિયા દરમિયાન એકલ માતાના કન્યા બાળકને પ્રાથમિકતા આપીએ છીએ. અમારા માટે દિકરીઓ વધુ મહત્વની છે. જો આપણે દિકરીઓ અને દિકરાઓની ટકાવારી કાઢીએ તો તે દિકરાઓ કરતાં વધુ હશે. દિકરીઓના સશક્તિકરણ માટે અમે કટિબદ્ધ છીએ. શાળા છોડ્યા બાદ પણ ઉચ્ચશિક્ષણર્થે અમે તેમને જરૂરી મદદ કરતા રહીએ છીએ.
અમદાવાદના AVM માં અભ્યાસ કરનાર ખુશી કોન્ટ્રાક્ટરે પણ આવી જ સફળ ગાથા લખી છે. અદાણી ગ્રુપના સાયબર સિક્યોરિટી ડિવિઝનમાં PMO એક્ઝિક્યુટિવ ખુશી જણાવે છે કે અદાણી વિદ્યામંદિર તરફથી શિક્ષણ માટે મળેલી નાણાંકીય સહાય તેના માટે વરદાનરૂપ સાબિત થઈ. તે ઉમેરે છે કે “વધતી વૈશ્વિક હરીફાઈનો સામનો કરવા અને તેમાં ટકી રહેવા યોગ્ય માર્ગદર્શન અને આવડતની જરૂર પડે છે. અદાણી વિદ્યામંદિર દ્વારા મારામાં તેનું સુપેરે સિંચન કરવામાં આવ્યું છે. મારા માટે AVM એ માત્ર શાળા જ નથી પરંતુ પરિવર્તનની સંસ્થા છે, જ્યાં સર્વાંગી વિકાસ પર ભાર મૂકવામાં આવે છે. અદાણી વિદ્યામંદિરે મારા જીવનમાં મોટું યોગદાન આપ્યું છે અને મને સ્વતંત્ર અને નિર્ભય બનાવી છે”.
કન્યાઓને સશક્ત બનાવતા શાળાના અભિગમની પ્રશંસા કરતાં ભૂતપૂર્વ વિદ્યાર્થિની હની ગુપ્તા જણાવે છે કે, તેઓ 2014માં AVM માંથી ઉત્તીર્ણ થનાર પ્રથમ બેચમાં હતા. હાલમાં વૈજ્ઞાનિક એવા હની ઉમેરે છે કે “હું ભાભા એટોમિક રિસર્ચ(BARC)માંથી પીએચડી કરું છું. AVMમાં પાંચ વર્ષની સફર દરમિયાન મેં મારા જીવનના શ્રેષ્ઠ દિવસો પસાર કર્યા. અહીં દિકરીઓને વિશેષ પ્રાધાન્ય આપવામાં આવે છે. શિક્ષકો દરેકની સુષુપ્ત આવડતને ઓળખી યોગ્ય માર્ગદર્શન આપે છે. જેના કારણે વિદ્યાર્થીનિઓ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી રહી છે.
ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને AVMના ભૂતપૂર્વ વિદ્યાર્થીનિ ભવ્યા શાહ હાલમાં PWCમાં કામ કરે છે. તે જણાવે છે કે કન્યાશિક્ષણ દ્વારા સમાજના છેવાડાના વર્ગનો વિકાસ આજની તાતી જરૂરિયાત છે જે શાળામાં પુરુ પાડવામાં આવે છે. તેણી ઉમેરે છે કે “બધા વિદ્યાર્થીઓને શાળા તરફથી તમામ પ્રકારનો સહયોગ મળ્યો છે. શાળામાં મધ્યમ વર્ગ અને નીચલા વર્ગની કન્યા વિદ્યાર્થીઓને પ્રવેશમાં અગ્રીમતા આપવામાં આવે છે તે કન્યા સશક્તિકરણ તરફ એક મોટું પગલું છે”.
હાલમાં ઓસ્ટ્રેલિયામાં રહેતી કૃપાલી જોશીએ મેલબોર્નની ડેકિન યુનિવર્સિટીમાંથી માસ્ટર ઓફ બિઝનેસ એનાલિટિક્સ પૂર્ણ કર્યું છે. તે જણાવે છે કે “મારા શાળાના દિવસો દરમિયાન મારા શિક્ષકો અને સ્ટાફે ખરેખર મને મારા સપના સાકાર કરવા અને ઉચ્ચ લક્ષ્યાંકો રાખવામાં મદદ કરી. શાળામાં વાતાવરણ ખૂબ જ ખુલ્લું અને સમાવિષ્ટ હતું જેણે અમને સ્વતંત્ર રહીને અને સશક્તિકરણ અનુભવવાનું સરળ બનાવ્યું”. અદાણી વિદ્યામંદિરમાં ભણેલી ઉપરોક્ત ચારેય દિકરીઓની સફળ વાર્તા સમાજની અનેક દિકરીઓ માટે ઉદાહરણીય અને પ્રેરણાત્મક બની રહેશે.
Leave a Reply