અદાણી પોર્ટ એસ.ઇ.ઝેડના બંદરોનો કાફલો વધીને ૧૨ થયો

ગંગાવરમ પોર્ટના સંપાદન માટે અદાણી પોર્ટ અને એસ.ઇ.ઝેડને એનસીએલટીની મંજૂરી

– બાકીના ૫૮.૧% હિસ્સો હસ્તગત કરવા સાથે હવે અદાણી પોર્ટ અને એસઇઝેડનો ગંગાવરમ પોર્ટમાં ૧૦૦% હિસ્સો: શેર સ્વેપ વ્યવસ્થા મારફત આ હિસ્સો ખરીદાયો

– ૬૪ મિલી.મેટ્રિક ટનની ક્ષમતા ધરાવતું અને ૨૦૫૯ની સાલ સુધી કન્સેશન પિરિયડ ધરાવતું બારમાસી ડીપ-વોટર બહુહેતુક બંદર છે

અદાણી સમૂહના એક ભાગ અને દેશની સૌથી મોટી પોર્ટસ અને લોજીસ્ટિક્સ કંપની અદાણી પોર્ટ અને સ્પેશ્યલ ઇકોનોમિક ઝોન લિ.એ વ્યવસ્થાની સંયુક્ત યોજના મારફત ગંગાવરમ પોર્ટ લિ.માં બાકીના ૫૮.૧% હિસ્સો હસ્તગત કરવા માટે એન.સીએલ.ટી, અમદાવાદ અને એન.સી.એલ.ટી.ની મંજૂરીઓ મેળવી છે. આ હિસ્સાની ખરીદી સાથે ગંગાવરમ પોર્ટ લિ.હવે એદાણી પોર્ટ્સ અને એસઇઝેડની ૧૦૦% પેટા કંપની બની છે. 

આ પ્રસંગે ટિપ્પણી કરતા એપીએસઇઝેડના સીઈઓ અને પૂર્ણ સમયના ડિરેક્ટર શ્રી કરણ અદાણીએ જણાવ્યું હતું કે, “ભારતની સૌથી મોટી ટ્રાન્સપોર્ટ યુટિલિટી કંપની તરીકેના અમારા સ્થાનને મજબૂત કરવા અને પૂર્વ અને પશ્ચિમ કિનારાને સાંકળવામાં ગંગાવરમ પોર્ટ લિ.નું અધિગ્રહણ એ મુખ્ય સીમાચિહ્નરૂપ છે. આઠ રાજ્યોમાં ફેલાયેલ હિન્ટર લેન્ડના વેપારનું પ્રવેશ દ્વાર  બનવા માટે ગંગાવરમ પોર્ટ ઉત્તમ રેલ અને રોડનું નેટવર્ક ધરાવે છે. તાજેરતમાં ઉમેરવામાં આવેલ એક કન્ટેનર ટર્મિનલ અમારા કાર્ગો વોલ્યુમની વૃધ્ધિ માટે અમોને સક્ષમ બનાવશે.  

કંપની વિશ્વકક્ષાની લોજિસ્ટિક્સ સિનર્જી પણ લાવે છે, જે ગંગાવરમ પોર્ટને ૨૫૦ મિલી.મેટ્રિક ટનના સંભવિત કાર્ગો વોલ્યુમમાં આગળ ધપાવશે. જેનાથી આંધ્રપ્રદેશના ઔદ્યોગિકીકરણની ગતિને વેગ મળશે એમ શ્રી અદાણીએ ઉમેર્યું હતું.

આંધ્રપ્રદેશના ઉત્તર ભાગમાં વિઝાગ બંદરની બાજુમાં આવેલ ગંગાવરમ બંદર આંધ્ર પ્રદેશ સરકાર સાથે કન્સેસન સમયગાળા હેઠળ સ્થપાયેલ ૬૪ મિલી.મેટ્રિક ટનની ક્ષમતા સાથે આંધ્ર પ્રદેશનું ત્રીજું સૌથી મોટું નોન મેજર પોર્ટ છે  આ કન્સેસન સમયગાળો ૨૦૫૯ સુધી લંબાય છે. ૨૦૦,૦૦૦ DWT સુધીના સંપૂર્ણ મહાકાય જહાજોને હેન્ડલ કરવા સક્ષમ બારમાસી બહુહેતુક બંદર છે. હાલમાં પોર્ટ ૯ બર્થનું સંચાલન કરે છે અને ૧,૮૦૦ એકર ફ્રી હોલ્ડ જમીન ધરાવે છે. ૩૧ જેટી સાથે વાૃષિક ૨૫૦ મિલીઅન મેટ્રિક ટન કાર્ગો હેન્ડલ કરવા માટેના માસ્ટર પ્લાનની ક્ષમતા સાથે ગંગાવરમ પોર્ટ લિ. પાસે ભાવિ વૃદ્ધિને ટેકો આપવા માટે પૂરતો અવકાશ છે.

ગંગાવરમ પોર્ટ કોલસો, આયર્ન ઓર, ખાતર, લાઈમસ્ટોન, બોક્સાઈટ, ખાંડ, એલ્યુમિના અને સ્ટીલ સહિત ડ્રાય અને બલ્ક કોમોડિટીનું સંચાલન કરે છે. પૂર્વ, દક્ષિણ અને મધ્ય ભારતમાં ૮ રાજ્યોમાં ફેલાયેલા અંતરિયાળ વિસ્તાર માટે ગંગાવરમ પોર્ટ પ્રવેશદ્વાર છે. 

એપીએસઇઝેડના સમગ્ર ભારતમાં પથરાયેલા લોજિસ્ટિક્સ નેટવર્ક, ગ્રાહકોન્મુખ ફિલસૂફી, ઓપરેશનલ કાર્યક્ષમતા અને મજબૂત બેલેન્સ શીટનો લાભ ગંગાવરમ પોર્ટને બજાર હિસ્સામાં ઉમેરો કરીને  કાર્ગોના વધારાના પ્રકારો અને સુધારેલા માર્જિન તેમજ વળતરને ઉમેરીને ઉચ્ચ વૃદ્ધિના સંયોજનને પહોંચાડવા માટે થશે..

નાણાકીય વર્ષ ૨૦૨૨ માં આ બંદર ઉપરથી ૩૦ મિલિયન મેટ્રિક ટનના કાર્ગોનું સંચાલન કરવામાં આવ્યું હતું, જેમાંથી રૂ૧,૨૦૬ કરોડની આવક અને રૂ.૭૯૬ કરોડની EBITDA થઈ હતી, જેના પરિણામે EBITDA માર્જિન ૬૬% હતો. ગંગાવરમ પોર્ટ લિ.  ઋણમુક્ત કંપની છે જે માર્ચ ૨૨ અંતિત રૂ.૧,૨૯૩ કરોડની રોકડ રકમ ધરાવે છે.

ગંગાવરમ પોર્ટ લિ.ના અધિગ્રહણની કિંમત આશરે રૂ.૬,૨૦૦ કરોડ (રૂ. ૧૨૦/શેર @ ૫૧૭ મિલિયન શેર) છે. અદાણી પોર્ટ એન્ડ એસઇઝેડએ  નાણા વર્ષ-૨૨ દરમિયાન વોરબર્ગ પિંન્સ પાસેથી કંપનીમાં ૩૧.૫% હિસ્સો અને આંધ્ર પ્રદેશ સરકાર પાસેથી અન્ય ૧૦.૪% હિસ્સો પહેલેથી જ હસ્તગત કર્યો હતો. ડીવીએસ રાજુ અને પરિવાર પાસેથી શેર સ્વેપ વ્યવસ્થા મારફત ૫૮.૧% હિસ્સો ખરીદાશે પરિણામે એપીએસઇઝેડના લગભગ ૪૭.૭ મિલીઅન શેર ગંગાવરમ પોર્ટના અગાઉના પ્રમોટર્સને જારી થશે. આ સોદો આશરે ૭.૮x (નાણા વર્ષ-૨૨ EBITDA રૂ.૭૯+૬ કરોડ)નો EV/EBITDA ગુણાંક સૂચવે છે, જે અદાણી પોર્ટના શેરધારકો માટે આરંભથી જ મૂલ્યવાન છે.

અદાણી પોર્ટસ એન્ડ સ્પેશ્યલ ઈકોનોમિક ઝોન લિમિટેડ અંગેઃ

વૈશ્વિક સ્તરે વિવિધિકરણ ધરાવતા અદાણી ગ્રુપના હિસ્સારૂપ, અદાણી પોર્ટસ એન્ડ સ્પેશ્યલ ઈકોનોમિક ઝોન લિમિટેડ (APSEZ) પોર્ટ કંપનીમાંથી પોર્ટસ એન્ડ લોજીસ્ટીક્સ પ્લેટફોર્મ તરીકે ઉભરી આવી છે. વ્યૂહાત્મક સ્થળોએ આવેલા ગુજરાતમાં મુંદ્રા, દહેજ, તુના અને હજીરા, ઓડીશામાં ધામરા, ગોવામાં માર્મુગોવા, આંધ્ર પ્રદેશમાં ગંગાવરમ, વિશાખાપટ્નમ અને ક્રિશ્નાપટનમ, મહારાષ્ટ્રમાં દીઘી અને ચેન્નાઈમાં એનરોન સહિત ૧૨ પોર્ટસ અને ટર્મિનલ્સ સાથે તે સૌથી મોટી પોર્ટ ડેવલપર અને ઓપરેટર છે, જે દેશની કુલ પોર્ટ ક્ષમતામાંથી ૨૪ ટકાનું પ્રતિનિધિત્વ કરે છે. આ પોર્ટ સાગરકાંઠાના વિસ્તારો અને હિન્ટરલેન્ડનો વ્યાપક જથ્થો હેન્ડલ કરે છે. કંપની કેરાલામાં વિઝીન્ઝામ ખાતે ટ્રાન્સશીપમેન્ટ પોર્ટ વિકસાવી રહી છે. અમારા પોર્ટસ એન્ડ લોજીસ્ટીક પ્લેટફોર્મમાં ઈન્ટિગ્રેટેડ લોજીસ્ટીક્સ ક્ષમતાઓ અને ઈન્ડસ્ટ્રિયલ ઈકોનોમિક ઝોન્સના બંદરો અને એકમોનો સમાવેશ થાય છે, જે અમને લાભદાયી સ્થિતિમાં મૂકે છે અને ગ્લોબલ સપ્લાય ચેઈનમાં પ્રભાવક સ્થાન આપે છે. અમારૂં વિઝન આગામી દાયકામાં દુનિયાના સૌથી મોટા પોર્ટસ અને લોજીસ્ટીક્સ પ્લેટફોર્મ બનવાનું છે. વર્ષ ૨૦૨૫ સુધીમાં કાર્બન ન્યૂટ્રલ બનવાના બેઝ સાથે સાયન્સ બેઝ્ડ ટાર્ગેટ ઈનિશ્યેટિવ (SBTi) ઉપર હસ્તાક્ષર કર્યા છે અને તે મારફતે ગ્લોબલ વોર્મિંગને પ્રિ-ઈન્ડસ્ટ્રિયલ લેવલના ૧.૫  સેન્ટીગ્રેડ સુધી રાખીને એમિશનમાં ઘટાડો કરવાની કટિબધ્ધતા દાખવી છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Create a website or blog at WordPress.com

Up ↑

%d bloggers like this: