– ફેસબૂકના માલિક ઝકરબર્ગને અગાઉ પણ ડેટા લીકના મામલે જંગી દંડ ચૂકવવાનો વારો આવ્યો છે
– ફેસબૂકમાં થર્ડ પાર્ટી એપ દ્વારા ડેટા ચોરી થઈ
આજના ડિજિટલ વિશ્વમાં ભાગ્યે જ કોઈ એવું હશે જે ફેસબૂકનો ઉપયોગ કરતું ન હોય. દરેકના ફોનમાં આ એપ તો જરુર મળશે. છેલ્લા કેટલાક વર્ષોમાં ફેસબૂકના ડેટા લીક થવાના ઘણા મામલા આવી ચૂક્યા છે. હવે તેમા વધુ એક મામલાનો ઉમેરો થયો છે. મેટાએ શુક્રવારે દસ લાખ યુઝર્સનો ડેટા લીક થયાની ચેતવણી આપી છે અને યુઝર્સને તરત જ તેમનો પાસવર્ડ બદલવા માટે જણાવ્યું છે. યુઝર્સનો ડેટા થર્ડ પાર્ટી એપ્સ દ્વારા લીક થયો છે. બીજા શબ્દોમાં કહીએ તો થર્ડ પાર્ટી એપ દ્વારા ડેટા ચોરી થઈ છે.
કંપનીના અધિકારીએ બ્રીફિંગમાં જણાવ્યું હતું કે આ વર્ષે મેટાએ અત્યાર સુધીમાં એવી ૪૦૦ એપ્લિકેશન્સની ઓળખ કરી છે જે એપલ અથવા એન્દ્રોઇડ ફોન માટે તૈયાર કરવામાં આવેલા એપના ડેટાની ચોરી કરી રહ્યા હતા.
તે સરળતાથી ગૂગલના પ્લેસ્ટોર અને એપલના એપ સ્ટોર પર ઉપલબ્ધ છે. તેમને ફોટો ઓડિટર, ગેમ, વીપીએન સર્વિસ વગેરે એપ્લિકેશન તરીકે દર્શાવ્યું હતું.
મેટાએ એક બ્લોગમાં દર્શાવ્યું હતું કે આ એપને ગૂગલના પ્લે સ્ટોર અને એપલના એપ સ્ટોર માટે લિસ્ટ કરવામાં આવી હતી.
મેટાએ એક બ્લોગપોસ્ટમાં લખ્યું હતું કે આ એપનો ગૂગલ પ્લે સ્ટોર અને એપલના ેએપ સ્ટોરમાંથી ડાઉનલોડ કરવામાં આવ્યા હતા. તેને ફોટો એડિટર, વીપીએન સર્વિસ, વગેરેની એપ્લિકેશન તરીકે દર્શાવાયા હતા.
મેટાની સિક્યોરિટી ટીમ મુજબ એપ લોકોને સગવડોનો ઉપયોગ કરવાના બદલામાં યુઝર્સના નામ અને પાસવર્ડ ચોરી કરવા માટે ફેસબૂક એકાઉન્ટ પર લોગ ઇન કરાવતા હતા. તેના પછી તે ફેસબૂકમાંથી ડેટા અને પાસવર્ડ ચોરી લેતા હતા.
ઉલ્લેખનીય છે કે ૨૦૧૮માં કરોડો યુઝર્સના ડેટા ચોરીના કેસમાં ફેસબૂકને ફેડરલ કમિશને પાંચ અબજ ડોલરનો દંડ ફટકાર્યો હતો. ૨૦૧૮માં કેમ્બ્રિજ એનાલિટિકાનો કેસ સામે આવ્યો હતો.
Leave a Reply