આજે એરફોર્સ ડે : દેશની હવાઈ સીમાની સુરક્ષા કરતા સપુતોને સલામ

– 90 વર્ષ પહેલાં 1932 રોયલ ઈન્ડિયન એરફોર્સનું નિર્માણ કરવામાં આવ્યું હતું 

ભારતીય વાયુ સેના દુનિયાની ચોથી સૌથી મોટી વાયુસેના છે. ભારતની હવાઈ સીમાઓનું સંરક્ષણ કરતા આપણા સપુતોને બિરદાવતો દિવસ એટલે નેશનલ એરફોર્સ ડે. 8 ઓક્ટોબરના રોજ નેશનલ એરફોર્સ ડેની ઉજવણી કરવામાં આવે છે. દર વર્ષે દેશની રાજધાની દિલ્હીમાં તેનું આયોજન કરવામાં આવે છે પણ આ વખતે પહેલીવાર તેનું આયોજન ચંડીગઢ ખાતે કરવામાં આવ્યું છે. મહત્ત્વની વાત એ છે કે, અંગ્રેજોના સમયમાં કેવી રીતે ભારતીય વાયુસેનાની શરૂઆત થઈ, કેવી રીતે ભારતીય જવાનો વાયુસેનામાં જોડાયા, રોયલ સર્વિસ હેઠળ વિશ્વયુદ્ધમાં ભાગ લીધો અને ત્યારબાદ દેશ આઝાદ થતાં ભારતીય વાયુસેનાનું ફરી નિર્માણ કરવામાં આવ્યું તેનો ઈતિહાસ રોચક છે. દેશના દરેક નાગરિકને ગર્વ થાય તેવા ભારતીય વાયુસેનાના ઈતિહાસ અને વર્તમાન ઉપર એક નજર કરીએ.

1925 દરમિયાન ઈન્ટર વોરની સ્થિતિ ચાલતી હતી. આ દરમિયાન બ્રિટિનને વધારે સારા સૈનિકો અને પાઈલટ્સની જરૂર જણાઈ હતી. તે સમયે જનરલ રસ એન્ડ્રુ સ્કીનના વડપણ હેટળ સિમલા ખાતે એક સમિતિની રચના કરાઈ અને ભારતીય સૈન્યનાના અધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવી. સમયાંતરે બેઠકો થતી ગઈ અને એરફોર્સમાં ભારતીયોના જોડાણની શક્યતાઓ શોધાવા લાગી. 1927માં સ્કીન કમિટિ દ્વારા ભારતીય કેડેટ્સને ફાઈંગ ઓફિસર તરીકે બ્રિટિશ એરફોર્શમાં જોડવાની ભલામણ કરવામાં આવી. 1928માં આ દિશામ કામગીરી હાથ ધરવામાં આવી. ત્યારબાદ તબક્કાવાર તાલિમ અને આયોજનો સાથે 8 ઓક્ટોબર 1932માં રોયલ ઈન્ડિયન એરફોર્સ સ્થાપના કરવામાં આવી. પાંચ ભારતીય કેડેટ્સને સૌથી પહેલાં એરફોર્સમાં કમિશન્ડ કરવામાં આવ્યા હતા. હરિશચંદ્ર સિરકર, સુબ્રતો મુખરજી, ભુપેન્દ્રસિંહ, ઐઝાદ બક્ષ અવાન તથા અમરજીતસિંહ એમ પાંચ લોકોને પોસ્ટિંગ અપાયું હતું. ત્યારબાદ જે.એન. ટંડનને છઠ્ઠા ઓફિસર તરીકે લોજિસ્ટિકની ડ્યૂટી સોંપાઈ હતી. સમયાંતરે સુબ્રતો મુખરજી આઈએએફના પહેલાં ચીફ એર સ્ટાફ પણ બન્યા હતા. કરુણ ક્રિષ્ન મજુમદાર જેમને જમ્બો પણ કહેતા હતા તેઓ ભારતના પહેલાં પાઈટલ હતા જેમને ડિસ્ટિંગ્વિશ્ડ ફ્લાઈંગ ક્રોસનો ખિતાબ મળ્યો હતો.

ભારતીય વાયુસેના વિશે જાણો

ભારતીય વાયુ સેના દુનિયાની ચોથી સૌથી મોટી વાયુસેના છે. ઉત્તર પ્રદેશનાં ગાઝિયાબાદમાં સ્થિત હિંડન વાયુસેના સ્ટેશન એશિયામાં સૌથી મોટું છે. ભારતીય વાયુસેના અસ્તિત્વમાં આવ્યા ત્યારથી તેમનું ધ્યેય વાક્ય ‘नभ: स्पृशं दीप्तम्’  નાં રસ્તે ચાલે છે. જેનો અર્થ થાય છે કે ‘ગર્વ સાથે આકાશને આંબવું’. વાયસેનાનાં આ ધ્યેય વાક્યને ભગવત ગીતાનાં 11માં અધ્યાયમાંથી લેવામાં આવ્યું છે. ભારતીય વાયુસેનાનો રંગ વાદળી, આસમાની વાદળી અને સફેદ છે. વાયુસેનાનો ધ્વજ વાદળી રંગનો હોય છે, જે વાયુસેનાના પ્રતીકથી અલગ હોય છે, જેના પહેલા રાષ્ટ્રધ્વજ એક ચતુર્થમાં રહે છે. મધ્યમાં એક વર્તુળ છે જેમાં રાષ્ટ્રધ્વજના ત્રણ રંગોનો સમાવેશ થાય છે.

ક્યારે ઉજવવામાં આવે છે વાયુસેના દિવસ?

ભારતીય વાયુસેના દિવસ દર વર્ષે 8 ઓક્ટોબરે ઉજવવામાં આવે છે.  આ દિવસે ગાઝિયાબાદનાં હિંડન વાયુસેના સ્ટેશન ખાતે આ કાર્યક્રમ આયોજિત થાય છે. જેમાં સેનાનાં અધિકારીઓ સહિત ઘણાં દિગ્ગજ લોકો હાજરી આપે છે અને આકાશમાં દમદાર વિમાનોનું પ્રદર્શન થાય છે.

ભારતીય વાયુસેનાનો ઇતિહાસ

ભારત અને પાકિસ્તાનનાં વિભાજન પહેલા ભારતીય વાયુસેનાની સ્થાપના થઇ ચૂકી હતી. વાયુસેનાની સ્થાપના 8 ઓક્ટોબર, 1932ના રોજ અવિભાજિત ભારતમાં સંસ્થાનવાદી શાસન હેઠળ કરવામાં આવી હતી. ભારતની વાયુસેના દ્વિતિય વિશ્વયુધ્ધમાં સામેલ થઇ હતી, જેના માટે કિંગ જોર્જ 5માંએ સેનાને રોયલ નામથી સંભોધિત કર્યું હતું. જો કે દેશની આઝાદી પછી જ્યારે ગણતંત્ર ભારત બન્યું ત્યારે રોયલ નામ હટાવી લેવામાં આવ્યું હતું.

વાયુસેના દિવસ કેવી રીતે ઉજવાય છે?

હિંડનમાં આ દિવસે પુરુષ અને મહિલા પાયલટની પરેડનું આયોજન કરવામાં આવે છે.  આ સમારોહમાં વાયુસેનાનાપ્રમુખ સૈન્ય કર્મીઓને પદકથી સન્માન્નિત કરવામાં આવે છે. આ વર્ષે આ ઉજવણી ચંડિગઢમાં થઇ રહી છે, જેમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ પણ હાજર રહેવાના છે.

ભારતીય વાયુસેનાની તાકાત

ભારતની આઝાદી પછી અત્યારસુધી ભારતીય વાયુ સેના 5 યુધ્ધ લડી ચૂકી છે.  જેમાંથી ચાર યુધ્ધ ભારત પાકિસ્તાન વચ્ચે થયા છે અને એક યુધ્ધ ચીન સાથે થયું છે.  પાકિસ્તાન સામે 1948, 1965,1971 અને 1999માં યુધ્ધમાં ભારતીય વાયુસેના સામેલ થઇ હતી. જ્યારે ચીન સાથે 1962માં યુધ્ધમાં ભારતીય વાયુ સેના સામેલ થઇ હતી. ઓપરેશન વિજય, ઓપરેશન મેઘદૂત, ઓપરેશન કૈક્ટસ અને બાલાકોટ એર સ્ટ્રાઇક ભારતીય વાયુસેનાનાં પ્રમુખ ઓપરેશનમાં સામેલ છે. ભારતીય વાયુસેના એ 1998 માં ગુજરાત ચક્રવાત, 2004 માં સુનામી અને ઉત્તર ભારતમાં પૂર જેવી કુદરતી આફતો દરમિયાન રાહત કામગીરીમાં ભાગ લીધો હતો. ભારતીય વાયુસેના શ્રીલંકામાં ઓપરેશન રેઈન્બો જેવા રાહત મિશનનો પણ ભાગ રહી છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Create a website or blog at WordPress.com

Up ↑

%d bloggers like this: