ગુજરાત સરકારના તમામ કર્મચારીઓ દિવાળીની સારી રીતે ઉજવણી કરી શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે.
20 ઓક્ટોબરે તમામ કર્મચારીઓનો થશે પગાર
રાજ્ય સરકાર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ દિવાળીના થોડા દિવસ અગાઉ પગાર કરી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકારના નાણા વિભાગ દ્વારા રાજ્યના તમામ વર્ગના કર્મચારીઓનો 1થી 5 તારીખની વચ્ચે પગાર કરવામાં આવતો હોય છે, પરંતુ નવરાત્રિ વિદાય લઇ રહી છે અને દિવાળી બસ હવે થોડા જ દિવસો દુર છે, કર્મચારીઓ સારી રીતે દિવાળીની ઉજવણી કરી શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા 20 ઓક્ટોબરના દિવસે જ પગારની ચૂકવણી કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. આજે નવરાત્રિનુ નવમુ નોરતુ છે જે બાદ હવે 24 ઓક્ટોબરનાં રોજ દિવાળીનો વધુ એક તહેવાર આવશે.
ગુજરાતના સરકારી કર્મચારીઓની દિવાળી સુધરશે
રાજ્ય સરકારનાં આ નિર્ણયને લઇને કર્મચારીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. આ વખતે સરકારે કર્મચારીઓની દિવાળી સુધારી દીધી હોય તેવું લાગી રહ્યું છે. દિવાળી પહેલા જ કર્મચારીઓનો પગાર થશે એ નિર્ણય બાદ કર્મચારીઓમાં ખુશી જોવા મળી રહી છે.
Leave a Reply