– રેસ્ક્યુ ઓપરેશન ચાલુ
ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં દ્રૌપદીના ડાંડા-2 પર્વત ટોચ પર બરફના તોફાનના કારણે 29 પર્વતારોહક ફસાઈ ગયા જેમાંથી 8 ને બચાવી લેવાયા છે. વહીવટીતંત્રએ રેસ્ક્યુ અભિયાન ઝડપી કરી દીધુ છે. બરફના તોફાનમાં નેહરુ ઇન્સ્ટિટ્યૂટ ઓફ માઉન્ટેનિયરિંગના 28 ટ્રેઈની ફસાઈ ગયા હતા. નેહરુ ઇન્સ્ટિટ્યૂટ ઓફ માઉન્ટેનિયરિંગની ટીમ સાથે જિલ્લા વહીવટીતંત્ર, એનડીઆરએફ, એસડીઆરએફ, સેના અને આઈટીબીપીના જવાન બચાવ અભિયાનમાં લાગી ગયા છે.
તમામ પર્વતારોહક 23 સપ્ટેમ્બરે ઉત્તરકાશીમાં અભિયાન પર નીકળ્યા હતા. આપત્તિ વ્યવસ્થાપન અધિકારી દેવેન્દ્ર પટવાલે જણાવ્યુ કે ટ્રેનિંગમાં કોચ અને તાલીમાર્થીઓ સહિત કુલ 175 લોકો હતા જેમાં 29 લોકો બરફના તોફાનની ચપેટમાં આવ્યા. 8 લોકોનુ રેસ્ક્યુ કરી લેવાયુ છે જ્યારે 21 લોકોનુ રેસ્ક્યુ કરવામાં આવી રહ્યુ છે. રેસ્ક્યુ માટે હેલિકોપ્ટરની મદદ લેવામાં આવી રહી છે.
ભુક્કી પાસે બેઝિક અને એડવાન્સ કોર્સ ચાલતા હતા
આ ઘટનાને લઈને નેહરૂ પર્વતારોહણ સંસ્થાએ જણાવ્યુ કે ઉત્તરકાશીમાં ભુક્કી નજીક ચાલી રહેલા બેઝિક અને એડવાન્સ કોર્સના બાળકો આજે સવારે પર્વતારોહણની ટ્રેનિંગ માટે દ્રૌપદીના ડંડા પહોંચ્યા જેની ઊંચાઈ લગભગ 5006 મીટર છે. જ્યાં અચાનક બર્ફીલા તોફાનના કારણે અમુક ટ્રેઈની ફસાઈ ગયા છે.
Leave a Reply