– ‘એક કામ દેશ કે નામ’ ના એકમે કંપનીની વિવિધ પહેલોને બિરદાવી
મુન્દ્રા સ્થિત અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન (APSEZ) ને પર્યાવરણ સંરક્ષણ મામલે અદભૂત કામગીરી કરી બતાવી છે. 12મા એક્સિસ્ડ એન્વાયરમેન્ટ એવોર્ડ-2022 દ્વારા APSEZને ગોલ્ડ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. APSEZને પર્યાવરણ વ્યવસ્થાપન ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી બદલ આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. જમ્મુ ખાતે આયોજીત કાર્યક્રમમાં ઉપસ્થિત કેન્દ્રીય મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહના હસ્તે આ પ્રતિષ્ઠિત એવોર્ડ એનાયત કરાયો હતો.
APSEZ કંપનીએ ઊર્જા બચત, ઉત્સર્જન નિયંત્રણ, પ્રદૂષણ ઘટાડા, ગુણવત્તા વ્યવસ્થાપન, પાણી વ્યવસ્થાપન તેમજ ઘોંઘાટ વ્યવસ્થાપન માટે કરેલી અનેકવિધ પહેલોએ આ એવોર્ડ માટે પ્રબળ દાવેદાર બનાવ્યા હતા. શ્રેષ્ઠ વેસ્ટ મેનેજમેન્ટ વિઝન હેઠળ APSEZએ ઝીરો વેસ્ટ માટેના સમર્પિત પ્રયાસો યથાવત જારી રાખ્યા છે. એટલું જ નહીં, સરકારના ‘સ્વચ્છ ભારત મિશન’ને આગળ ધપાવતા કંપનીએ કચરા વ્યવસ્થાપનના (5R) સિદ્ધાંતો રિડ્યુસ-રિપ્રોસેસ-રિયુઝ-રિસાયકલ અને રિકવરનું પ્રમાણિક પ્રયત્નો થકી ધાર્યા પરિણામો પ્રાપ્ત કર્યા છે.
APSEZ દ્વારા શરૂ કરાએલા અન્ય પર્યાવરણલક્ષી અભિયાનોમાં પ્લાસ્ટિક ફ્રી (સિંગલ યુઝ પ્લાસ્ટિક નાબૂદી) તરફ પ્રતિબદ્ધતા દર્શાવે છે. આ માટે શરૂ કરેલી પહેલને ત્રિસ્તરીય ડ્રાઈવ હેઠળ કરવામાં આવી, જેમાં જાગૃતિ અને ચકાસણી સત્રો, પર્યાવરણમિત્ર હોય તેવી ચીજવસ્તુઓનો વપરાશ, પ્લાસ્ટિકમાંથી બનાવવામાં આવેલા રસ્તાઓ વગેરેનો સમાવેશ થાય છે. મુંદ્રા નજીકના સમુદ્ર તટીય વિસ્તારોમાં બાયો-ડાયવર્સિટીને વધુ પ્રોત્સાહન મળી રહે તે માટે મેન્ગ્રોવ સહિતના વૃક્ષો સાથે વનીકરણની પ્રવૃત્તિઓ કરી અસામાન્ય પરિણામો હાંસલ કર્યા છે.
અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન કંપનીની એન્વાયરમેન્ટ પોલીસી હંમેશા પ્રદૂષણ નિવારણ, પર્યાવરણની જાળવણી અને સંરક્ષણ પર કેન્દ્રિત રહી છે. પર્યાવરણ સુધારણા અંગે વાર્ષિક ધોરણે વિશ્લેષણ કરવામાં આવે તો, 2019થી અત્યાર સુધીમાં પાણીના ફેરવપરાશમાં નોંધપાત્ર વધારો થયો છે, જ્યારે ઉત્સર્જિત વાયુ પ્રદૂષણમાં ભારે પ્રમાણમાં ઘટાડો નોંધાયો છે.
વર્ષ 2007થી સામાજિક ઉત્થાન માટે કાર્યરત સ્વયંસેવી સંસ્થા સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ફાઉન્ડેશન (એક કામ દેશ કે નામનું એકમ) છે. આ સંસ્થા રાષ્ટ્રીય સામાજિક વિકાસમાં પરિવર્તન લાવવાના વિઝન સાથે સતત કાર્યરત છે.
Leave a Reply