– ભુજવાસીઓ આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા હતા પણ
– મ્યુઝિયમ જોવું હોય તો રૃ. ૩૦૦ અને પાર્કિંગના પણ રૃપિયા ચૂકવવા પડશે
ભુજ શહેરના ભુજીયા ડુંગર વડાપ્રાધાન દ્વારા લોકાર્પણ કરવામાં આવેલ સ્મૃતિવન તા.૨૩ સપ્ટેમ્બરાથી જાહેર જનતા માટે ખુલ્લું મુકવામાં આવી રહ્યું છે. ભુજની જનતા જેની આતુરતા પૂર્વક રાહ જોઈ રહી હતી તેવા આ જોવાલાયક આકર્ષણને જોવા માટે પ્રજાએ ભારે ફી ચુકવવી પડશે.
આ સ્મૃતિવનમાં જોવાલાયક ઘણા આકર્ષણો છે. જેમાં આૃર્થક્વેક મ્યુઝીયમની ટિકીટના દર ૩૦૦ રૃપિયા સાંભળીને જ લોકોને ભૂકંપના ઝાટકાનો અનુભવ થાય એવા છે. જમાં વર્ષ કરતા નીચેના બાળકો માટે ૧૦૦ રૃપિયા અને પાંચ વર્ષાથી નીચેના બાળકો માટે વિનામૂલ્યે છે. કોલેજના વિદ્યાર્થીઓ માટે ટિકીટ રૃા.૧૫૦ છે. જેની માટે તેઓએ કોલેજનું આઈડી પ્રુફ સાથે લઈ જવાનું રહેશે. સ્મૃતિવનની પ્રવેશ ફી રૃા. ૨૦ રાખવામાં આવી છે. પરંતુ સવારે મોર્નિંગ વોક કરનારા લોકો માટે સવારે ૫ થી ૯ સુાધી વિનામૂલ્યે પ્રવેશ મળી શકશે. પાર્કિંગ કરવા માટે પણ લોકોએ નિયત કરેલ ફી ચુકવવી પડશે. ઉનાળામાં તા.૧૬ માર્ચાથી તા.૧૫ સપ્ટેમ્બર સુાધી સ્મૃતિવનનો સમય સવારે ૧૦ થી બપોરે ૨ તેમજ સાંજે ૪ થી ૮ નો રહેશે. જ્યારે શિયાળામાં તા.૧૬ સપ્ટેમ્બરાથી તા.૧૫ માર્ચ સુાધી સવારે ૧૦ થી સાંજે ૬ વાગ્યા સુાધીનો રહેશે. જે રીતે આ સ્મૃતિવનનો પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો છે તે જોતાં સમગ્ર રાજ્યમાંથી લોકો પ્રવાસ માટે એવી આશા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, વડાપ્રાધાને કહ્યું હતું કે, તમારા ઘરે મહેમાન આવે તો તેને સ્મૃતિવન ચોક્કસ બતાવશો. પરંતુ ટિકીટના આટલા મોટા દર જોતા એવું લાગે છે કે, મધ્યમવર્ગના પરિવારને જો મહેમાન કહેશે તો પણ સંકોચમાં મુકાવું પડે તેવી હાલત થશે.
Leave a Reply