– APSEZના બાહોશ કર્મવીરોને બહાદુરી માટે રાષ્ટ્રીય કક્ષાના પુરસ્કાર એનાયત
“ફાયરમેન કદી મરતા નથી! જેઓને બચાવ્યા તેમના હૃદયમાં ચિરંજીવી રહે છે”
APSEZ ફાયર સર્વિસીસની ટીમને ફાયર એન્ડ સેફ્ટી બાબતે બહાદુરી અને ટેકનિકલ પ્રેઝન્ટેશન માટે રાષ્ટ્રીયસ્તરના બે પુરસ્કારો એનાયત થયા છે. મુંબઈ સ્થિત હોટલ તાજ ખાતે કિંગ્સ એક્સ્પો મીડિયા ફાયર એન્ડ સેફ્ટી મેગેઝિન દ્વારા આયોજીત સેફ ટેક એવોર્ડ્સ એન્ડ કોન્ફરન્સમાં આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા.
APSEZ ફાયર સર્વિસીઝના આસિ. જનરલ મેનેજર ડૉ. રાકેશ ચતુર્વેદીએ સેફ-ટેક એવોર્ડ અને કોન્ફરન્સમાં, “સેફ ઈન્ડિયા હીરો પ્લસ એવોર્ડ્સ” અંતર્ગત ફાયર સપ્રેશન ટેક્નોલોજી તેમજ એરોસોલ-આધારિત નવીનતમ ફાયર ડિટેક્શન કમ સપ્રેશન અને હાયપોક્સિક એન્વાયર્નમેન્ટ ફાયર પ્રિવેન્શન ટેક્નોલોજીની સરખામણી રજૂ કરી હતી. ડૉ.ચતુર્વેદીએ એવોર્ડ સ્વીકારી વિજેતાઓને સુપરત કર્યા હતા. ભારતભરની 300 કોર્પોરેટ કંપનીઓના નોમિનેશન પૈકી એક્સપર્ટ જ્યુરી દ્વારા કુલ 39 કંપનીઓની પસંદગી કરવામાં આવી હતી.
APSEZ ફાયર સર્વિસીઝના એસો. મેનેજર રત્નદિપ ત્રિવેદીને ગંભીર માર્ગ અકસ્માતમાં બે ડ્રાઇવરોના જીવ બચાવવા બદલ અને ફાયર શિફ્ટ ઇનચાર્જ હિમાંશુ ગેહલોતને બચાવ કામગીરીની કાર્યક્ષમતા વધારવા બદલ બહાદુરી પુરસ્કારો એનાયત કરાયા હતા.
મુંબઈના એવોર્ડ સમારંભ બાદ મુંદ્રા ખાતે આયોજીત કાર્યક્રમમાં ફાયર સર્વિસીઝ ટીમ દ્વારા બંને વિજેતાઓને બહાદુરી પુરસ્કાર આપવામાં આવ્યા. રત્નાદિપ ત્રિવેદીનું શિવરામન (હેડ OHS&F) દ્વારા તેમજ હિમાંશુ ગેહલોતનું વેસ્ટ બેસિન ટર્મિનલના હેડ કે. હરી દ્વારા તથા ડો. રાકેશ ચતુર્વેદી અને પ્રિતેશ મોઢાને ટીમ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. ટીમ ફાયરને પ્રોત્સાહિત કરતા કંપનીના ઉચ્ચાધિકારીઓએ પ્રાસંગિક અને પ્રેરક ઉદબોધન કર્યુ હતું.
CSR પ્રવૃત્તિઓના ભાગરૂપે પોર્ટ બહારની કટોકટીઓને સામનો કરવા APSEZની ફાયર સર્વિસીસ હંમેશા તત્પર રહે છે. અદાણી જૂથના ગ્રોથ વિથ ગુડનેસના વિઝન અને તેના મૂલ્યો (સાહસ, પ્રતિબદ્ધતા, વિશ્વાસ અને ગ્રાહકોની સંતુષ્ટી)ને વરેલુ છે. પોર્ટની આસપાસના ઉદ્યોગોમાં આગ લાગવાના કિસ્સામાં પણ તે ખડેપગે સેવા આપતુ રહ્યું છે.
ભારતનું સૌથી મોટું કોમર્શિયલ પોર્ટ ઓપરેટર અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન લિમિટેડ (એપીએસઈઝેડ) દરિયાઈ સીમા ધરાવતા રાજ્યો ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા, કેરળ, આંધ્ર પ્રદેશ, તમિલનાડુ અને ઓડિશામાં 13 સ્થાનિક બંદરોની કનેક્ટિવિટી સાથે સૌથી વધુ વ્યાપકતા ધરાવે છે.
Leave a Reply