લખપત તાલુકાના દયાપર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ૧૬મીએ શુક્રવારે સવારે ૧૦ વાગ્યે અને ૨.૩૦ વાગ્યે. જી.કે.જનરલ અદાણી હોસ્પિટલના ન્યુટ્રિશ્યન (આહાર નિષ્ણાત) અનિલાબેન પરમાર ગર્ભવતી અને સ્તનપાન કરાવતી માતાઓને પોષણક્ષમ આહાર વિશે માર્ગદર્શન આપશે. જિલ્લા અને તાલુકા આરોગ્યતંત્ર તેમજ જી.કે. જનરલ અદાણી હોસ્પિટલ દ્વારા આ આયોજન કરાયું છે. દરમિયાન સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં પ્રતિ શુક્રવારે સવારે ૧૦ વાગ્યે યોજાતા મેડિકલ કેમ્પનો કાર્યક્રમ યથાવત છે.
દયાપર CHCમાં ૧૬મીએ ગર્ભવતી માતાઓને પોષક આહાર અંગે માર્ગદર્શન અપાશે.

Leave a Reply