– જખૌૈમાં મધદરિયે એટીએસ-કોસ્ટગાર્ડનું સંયુક્ત ઓપરેશન
– જેલમાંથી મહેરાજ રહેમાની અને નાઇજીરીયનના કહેવાથી પાકિસ્તાની ડ્રગ્સ માફિયા અબદુલ્લાએ ડ્રગ્સ મોકલ્યું હતું
ગુજરાત એટીએસ અને કોસ્ટ ગાર્ડ દ્વારા મંગળવારે રાતના સમયે ઝખૌના મધદરિયે આઇએમબીએલ ( ઇન્ટરનેશનલ મેરીટાઇમ બાઉન્ડ્રી લાઇન) પરથી એક પાકિસ્તાની ફીશીંગ બોટને ઝડપીને તેમાંથી રૂપિયા ૨૦૦ કરોડની કિેંમતનું ૪૦ કિલો હેરોઇન જપ્ત કરવામાં આવ્યું છે. જે અંગે કરાચીમાં રહેતા છ પાકિસ્તાનીઓને ઝડપી લેવામાં આવ્યા છે. અમૃતસરની જેલમાંથી ભારતના ડ્રગ્સ માફિયાના કહેવાથી પાકિસ્તાનના અબ્દુલ્લા નામના ડ્રગ્સ ડીલરે આ ડ્રગ્સ ભારત મોકલ્યું હતું. આ દરમિયાન એટીએસની એક ટીમ દ્વારા આ ડ્રગ્સની ડીલેવરી લેવા આવેલા બે વ્યક્તિઓને પણ અમદાવાદથી ઝડપી લીધા હતા. જે અંગે ેકોસ્ટ ગાર્ડની ઇન્વેસ્ટીગેશન વિંગ અને એટીએસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
ગુજરાત એટીએસના ડીવાયએસપી કે કે પટેલને ચોક્કસ બાતમી મળી હતી કે પાકિસ્તાનના કરાચી સ્થિત અબ્દુલ્લા નામના ડ્રગ્સ માફિયાએ કરાચી પોર્ટથી મોેટાપ્રમાણમાં હેરોઇન ડ્રગ્સ જખૌના દરિયાકિનારેથી ગુજરાતમાં ઘુસાડીને ત્યાંથી પંજાબ અને ઉત્તર ભારતમાં મોકલવાનું છે. જે બાતમીને આધારે ડીવાયએસપી કે કે પટેલ અને પોલીસ અધિકારીઓની ટીમ જખૌ બંદર પહોંચી હતી અને કોસ્ટ ગાર્ડના અધિકારીઓ સાથે ટીપ ઓફના આધારે સાથે મળીને જોઇન્ટ ઓપરેશન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત કોસ્ટ ગાર્ડની ઇન્ટરસેપ્ટર બોટમાં જખૌના મધદરિયે ઇન્ટરનેશનલ મેરીટાઇમ બ્રાઉન્ડ્રી લાઇન પર વોચ રાખવામાં આવી હતી. જેમાં પાકિસ્તાનથી ભારતની જળસીમામાં આવેલી એક શંકાસ્પદ બોટને રોકીને પુછપરછ કરતા તેમાં હાજર લોકોએ ફીંશીંગ માટે આવ્યા હોવાનું કહ્યું હતું. જો કે બોટમાં તપાસ કરતા તેમાંથી ૪૦ કિલો હેરોઇન નામનું ડ્રગ્સ મળી આવ્યું હતું. જેની આતંરરાષ્ટ્રીય કિંમત ૨૦૦ કરોડ જેટલી અંદાજવામાં આવી હતી. આ અંગે એટીએસ દ્વારા મોહંમદ સોહેલ, મોહસીન શહેઝાદ, ઝહુર અહેમદ, કામરાન મુસા, મોહમંદ શફી અને ઇમરાન (તમામ રહે. કરાચી)ને ઝડપીને જખૌ ખાતે લાવવામાં આવ્યા હતા. જેમણે કબુલ્યુ હતું કે આ ડ્રગ્સ કરાચીથી અબ્દુલ્લા નામના ડ્રગ્સ માફિયાએ મોકલ્યું હતું અને જખૌ નજીક પહોંચીને દરિયાકાંઠે આ ડ્રગ્સની ડીલેવરી કોડને આધારે કરવાની હતી.
ડીજીપી આશિષ ભાટિયાએ આ અંગે વધુ વિગતો આપતા જણાવ્યું કે અમૃતસરની જેલમાં એનડીપીએસના કેસમાં ઝડપાયેલા અની ચીફ ઓબીન્ના ઉર્ફે ચીફ ના નામે ઓળખાતા નાઇજીરીયન અને કપુરથલ્લા જેલમાંથી મહેરાજ રહેમાની અબ્દુલ સત્તારે (રહે.પશ્ચિમ દિલ્હી) કરાચીમાં અલ્દુલ્લાને હેરોઇન ભારત મોકલવા માટે ઓર્ડર લખાવ્યો હતો. જે ડ્ગ્સની ડીલેવરી લેવા માટે દિલ્હીથી સરતાજ સલીમ મલીક અને જગ્ગી સિંઘ નામના વ્યક્તિ અમદાવાદ આવ્યા હતા અને ત્યાંથી જખૌ જવાના હતા. જો કે તે બંનેને પણ ઝડપી લેવામાં આવ્યા છે. બંને જણા આ ડ્ગ્સ દિલ્હી ખાતે લઇ જવાના હતા. જે અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
Leave a Reply