– રોહતગી આ અગાઉ જૂન 2014માં પણ એટર્ની જનરલના રૂપમાં નિયુક્ત થયા હતા અને જૂન 2017 સુધી સેવા આપી હતી
ભારતના એટર્ની જનરલના રૂપમાં મુકુલ રોહતગીની નિયુક્તિ કરવામાં આવી છે. તેઓ 1 ઓક્ટોબરથી પોતાનો બીજો કાર્યકાળ શરૂ કરશે. રોહતગી કેકે વેણુ ગોપાલનું સ્થાન લેશે જેમનો કાર્યકાળ 30 સપ્ટેમ્બરના રોજ સમાપ્ત થઈ રહ્યો છે. રોહતગી આ અગાઉ જૂન 2014માં પણ એટર્ની જનરલના રૂપમાં નિયુક્ત થયા હતા અને જૂન 2017 સુધી સેવા આપી હતી. તેમની આ બીજી વખત નિયુક્તિ થઈ રહી છે. તમને જણાવી દઈએ કે, હાલના એટર્ની જનરલ કેકે વેણુગોપાલની સેવા 30 જૂનના રોજ સમાપ્ત થઈ ચૂકી હતી પરંતુ તેમનો સેવા વિસ્તાર કરવામાં આવ્યો હતો.
મુકુલ રોહતગી 1 ઓક્ટોબર 2022થી એટર્ની જનરલના તરીકે પોતાનો બીજો કાર્યકાળ શરૂ કરશે. વેણુગોપાલે તાજેતરમાં જ સુપ્રીમ કોર્ટને સંકેત આપ્યો હતો કે, તેઓ 30 સપ્ટેમ્બર બાદ પદ પર નહીં હશે. આ વર્ષે જૂન મહિનાના અંતમાં વેણુગોપાલનો કાર્યકાળ 3 મહિના માટે વધારી દીધો હતો. એક્સ્ટેંશન મળ્યા બાદ એટર્ની જનરલ તરીકેનો તેમનો કાર્યકાળ 30 સપ્ટેમ્બર 2022 ના રોજ સમાપ્ત થઈ રહ્યો છે.
બીજી વખત સંભાળશે જવાબદારી
થોડા મહિના અગાઉ કાયદા મંત્રાલયે સરકારને સૂચિત કરી હતી કે, કેકે વેણુગોપાલનો કાર્યકાળ 30 જૂનના રોજ સમાપ્ત થઈ રહ્યો છે અને આ પદ પર નિયુક્તિની આવશ્યક્તા છે. વેણુગોપાલે પ્રથમ વખત 1 જુલાઈ 2017થી મુકુલ રોહતગીના સ્થાન પર એટર્ની જનરલના રૂપમાં પદભાર સંભાળ્યો હતો. સેવા સમાપ્ત થયા બાદ તેમને 3 મહિનાનું એક્સ્ટેંશન આપવામાં આવ્યું હતું. પ્રાપ્ત માહિતી પ્રમાણે વેણુગોપાલે હવે વધુ એક્સ્ટેંશન લેવાનો ઈનકાર કરી દીધો છે આવી સ્થિતિમાં સરકારને એટર્ની જનરલની નિયુક્તિ કરવાનો નિર્ણય કરવો પડ્યો છે.
Leave a Reply