સોમવારથી સમગ્ર રાજ્યમાં બે દિવસ માટે પ્રાંત અને જિલ્લા કક્ષા તેમજ રાજ્યકક્ષાએ “વિશ્વાસથી વિકાસયાત્રા” ના કાર્યક્રમમાં લોકાભિમુખ વિકાસકામો કરાશે જેમાં રૂ.61 કરોડથી વધુના વિકાસકામો કચ્છ જિલ્લામા કરાશે એમ વિધાનસભાના અધ્યક્ષાએ ભુજમાં યોજાયેલા કાર્યક્રમમાં જણાવ્યું હતું. અધ્યક્ષા ડો. નીમાબેન આચાર્યે કહ્યું હતુ કે, કચ્છમાં કુલ રૂ. 18.37 કરોડના 949 લોકાર્પણ અને ખાતમુહૂર્તના કામો કરાશે તેમજ ભુજ પ્રાંતકક્ષાના કાર્યક્રમ અન્વયે રૂ.78 લાખના 115 કામોના ઈ-ખાતુહુર્ત તેમજ રૂ. 43 લાખના ૧૨ વિકાસ કામોનું ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું છે.
ભુજમાં થયેલા વિવિધ વિકાસ કામોની વિગતે રજૂઆત કરીને ભવિષ્યમાં થનારા વિકાસકામોની પણ માહિતી આપી હતી. ડીસ્ટ્રીક્ટ મિનરલ ફંડના નાણાનો ઉલ્લેખ કરી તેમણે કલેક્ટર પ્રવિણા ડી.કે નો આભાર માન્યો હતો. નગરપતિ ઘનશ્યામ ઠક્કરે પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. કાર્યકારી પ્રાંત અધિકારી ડૉ.મેહુલ બરાસરાએ ઉપસ્થિતોને આવકાર્યા હતા. તાલુકા પંચાયતના પ્રમુખ મંજુલાબેન ભંડેરી, જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્મા, જે. કે .ચાવડા, તાલુકા વિકાસ અધિકારી વજેસિંગ પરમાર, મામલતદાર કલ્પનાબેન ગોંદીયા ઉપસ્થિત રહ્યા હતા.
નખત્રાણા-લખપત તાલુકામાં 6 કરોડથી વધુના કામો થયાં
નખત્રાણા અને લખપત તાલુકામા પ્રાંત કક્ષાના કાર્યક્રમમાં 6 કરોડથી વધુના 167 વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત માંડવીના ધારાસભ્ય વીરેન્દ્રસિંહ જાડેજાના હસ્તે કરાયું હતું. વિકાસકામો માટે સરપંચોને સ્થળ ઉપર જ વર્ક ઓર્ડર આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે નખત્રાણા તાલુકા પંચાયતના પ્રમુખ જયસુખ પટેલ, લખપત તાલુકા પંચાયતના પ્રમુખ જેનાબાઈ પઢિયાર, નખત્રાણા સરપંચ રિદ્ધિબેન વાઘેલા, જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન કરસનજી જાડેજા, જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન યાબેન ચોપડા, તાલુકા પંચાયતના ઉપપ્રમુખ સંધ્યાબેન પલણ, કારોબારી ચેરમેન મહેન્દ્રસિંહ સોઢા, સામાજિક ન્યાય સમિતિના ચેરમેન લીલાબેન મહેશ્વરી ઉપસ્થિત રહ્યા હતા.
ગાંધીધામમાં 146.20 લાખ અને અંજારમાં 98.10 લાખના કામોના લોકાર્પણ-ખાતમુહૂર્ત કરાયા
ગાંધીધામ અને અંજારના ગ્રામ્ય વિસ્તાર માટે ટાઉન હોલ અંજાર પ્રાંત કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ગાંધીધામ તાલુકા માટે રૂ. 146.20 લાખ અને અંજાર તાલુકા માટે રૂ. 98.10ના કામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. પૂર્વ રાજ્યમંત્રી વાસણભાઈ આહીરની અધ્યક્ષતામાં આ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ગાંધીધામ તાલુકામાં ગ્રામ્ય વિસ્તાર માટે કુલ રૂ. 118.10 લાખના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. તેમજ કુલ રૂ. 28.10 લાખના કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. તેવી જ રીતે અંજાર તાલુકાના વિવિધ ગામો માટે કુલ રૂ. 67.10 લાખના કામોનું ખાતમુહુર્ત અને રૂ. 31 લાખના કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાજીબેન હુંબલ, ભરતસિંહ જાડેજા, મ્યજરભાઈ છાંગા, મશરૂભાઈ રબારી, ધનજીભાઈ આહીર, અંજાર પ્રાંત અધિકારી મેહુલ દેસાઈ વગેરે હાજર રહ્યા હતા.
ભચાઉ અને અબડાસા પ્રાંત ખાતે યોજાયો કાર્યક્રમ
ભચાઉમા જિલ્લા પંચાયતના પ્રમુખ પારૂલબેન કારાના અધ્યક્ષસ્થાને પ્રાંતકક્ષાએ રૂ.46 લાખના ખર્ચે 18 વિકાસકામોનું લોકાર્પણ જ્યારે રૂ.1.87 કરોડના ખર્ચે વિવિધ 68 કામોનું ખાતમૂર્હુત કરવામાં આવ્યું હતું. નલિયા ખાતે અબડાસાના ધારાસભ્ય પદ્યુમનસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં રૂ.1.28 કરોડના ખર્ચે કુલ 32 વિકાસના કામોનું લોકાર્પણઅને રૂ. ૧.૮૪ કરોડના ખર્ચે અબડાસા પ્રાંતના કુલ ૧૦૩ વિવિધ જનસુવિધાના કામોનું ખાતમૂર્હુત કરવામાં આવ્યું હતું.
Leave a Reply