– 10મી સપ્ટે.: વિશ્વ પ્રાથમિક ઉપચાર દિવસ (વર્લ્ડ ફર્સ્ટ એઈડ ડે)
– દરેક ઘરમાં પ્રાથમિક સારવાર બોક્સ હોવું જરૂરી
કોઈ એકાએક બીમાર પડી જાય અથવા ઇજાગ્રસ્ત થઈ જાય તો તાત્કાલિક પ્રાથમિક ઉપચાર(first aid) થઈ શકે અને પછી તબીબનો સંપર્ક કરી સારવાર લે એ માટે 10મી સપ્ટેમ્બરના રોજ વિશ્વ પ્રાથમિક ઉપચાર દિવસ મનાવવામાં આવશે. જેથી રોજબરોજના જીવનમાં નાનામોટા સંકટમાં કેવી રીતે પ્રાથમિક ચિકિત્સા આપી શકાય.
અદાણી સંચાલિત જી.કે. જનરલ હોસ્પિટલના વિવિધ વિભાગના તબીબો કહ્યું કે, પ્રાથમિક સારવારનો મતલબ એ છે કે, નાનીમોટી ઈજજા વિગેરે માટે તબીબી સારવાર મળે તે પહેલા અપાતી ચિકિત્સા છે, દરેકે પોતાના ઘરમાં તથા પ્રવાસમાં પ્રાથમિક સારવાર બોક્સ હોવું જરૂરી છે, જેમાં ડેટોલ, કપાસ(કોટન), બેંડેડ(પટ્ટી) ઉપરાંત નાની કાતર મેડિકલ માન્ય ક્રીમ, હેન્ડ સેનિટાઇઝર, અને દવા પણ હોવી જોઈએ. તેમજ હોસ્પિટલના ઈમરજન્સી ફોનનંબર પણ હાથવગા રાખવા જોઈએ.
પ્રાથમિક ઉપચાર ક્યારે કરાય એ અંગે તબીબોએ જણાવ્યુ હતું કે, સામાન્ય રીતે રોડ અકસ્માતમાં ખાસ જરૂર પડે છે. તે વખતે વધુ લોહી વહી ન જાય તે માટે આ પ્રાથમિક સારવાર જરૂરી બને છે આ ઉપરાંત શ્વાસ રુંધાવો(પાણીમાં ડૂબી જવાથી), શરીરમાં ઝેરની અસર થવી, દાઝી જવું, મોચ અથવા તો કોઈ સાપ કે પ્રાણીના કરડવા વખતે પ્રાથમિક ઉપચાર અપાય છે.
જુદી જુદી પ્રાથમિક ચિકિત્સા અંગે માર્ગદર્શન આપતા તબીબોએ કહ્યું કે, સાપ કરડે તો એ સ્થાને સાબુ લગાવી વધુને વધુ પાણીથી ધોવું અને બર્ફ પેક લગાવવો જેથી ઝેર ન ફેલાય અને તાત્કાલિક હોસ્પિટલનો સંપર્ક સાધવો. અસ્થિભંગ(ફ્રેકચર)ના કિસ્સામાં એ જગ્યા ઉપર પાટો બાંધી તેને સ્થિર રાખવાનો પ્રયત્ન કરવો. એ જ પ્રમાણે મોચમાં પણ સખત પટ્ટી બાંધવી જરૂરી છે.
શ્વાસ રૂંધાવાની ઘટના વખતે કૃત્રિમ શ્વાસ આપવો. ડૂબતા માણસને બચાવવો હોય તો ફેફસા અને પેટમાથી પાણી કાઢવા તેને ઊંધો સુવડાવી પીઠ ઉપર દબાણ આપી પાણી બહાર કાઢવું. જો વીજશોક લાગ્યો હોય તો તુરંત વીજ કનેક્શન કાપી કૃત્રિમ શ્વાસ આપવો. પરંતુ, આ તમામ કિસ્સામાં તાત્કાલિક તબીબનો સંપર્ક સાધવો જરૂરી બને છે, અને એ પણ નોંધવું જોઈએ કે, તબીબી સારવાર પ્રાપ્ત થાય એ સાથે જ પ્રાથમિક ઉપચારની ગતિવિધિ સમાપ્ત થઈ જાય છે.
Leave a Reply