દુબઈથી આવેલા એક કન્ટેનરમાં ડીરેક્ટર જનરલ ઓફ રેવન્યુ ઈન્ટેલીજન્સ (DRI) અને ગુજરાત એન્ટી ટેરેરીસ્ટ સ્કવોડ (ATS)ના એક સંયુક્ત ઓપરેશનમાં કોલકતા ખાતેથી છુપાવી રાખેલા ૭૨ પેકેટમાંથી ૩૯.૫ કિલો જેટલો નાર્કોટિક પાવડર મળી આવ્યો છે. આ પાવડરની કિંમત રૂ.૧૯૭ કરોડ જેટલી આંકવામાં આવી રહી છે.
કોલકતા પોર્ટ ઉપર સ્ક્રેપના ઓથા હેઠળ આવેલા એક કન્ટેનરની તપાસ કરતા આ ડ્રગ્સ મળી આવ્યા છે. દુબઈના જબેલ અલી બંદર ઉપરથી નીકળેલા આ કન્ટેનરમાં ૯.૩ ટન જેટલો હેવી મેટલ સ્ક્રેપ હતો. ગુજરાત ATS અને DRIએ પાર પાડેલા આ સંયુક્ત ઓપરેશન જેનું કોડ નેમ ‘ગીયર બોક્સ’ રાખવામાં આવ્યું હતું તેમાં કન્ટેનરની અંદરના સામાનની તપાસ કરતા આ ડ્રગ્સ મળી આવ્યા હતા.
ગીયર બોક્સ અને મેટલ સ્ક્રેપની ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી હતી. ગીયર બોક્સને ખોલી તેને છુટા પાડતા તેમાંથી ૩૯.૫ કિલો પાવડર મળી આવ્યો હતો. શંકાના આધારે નશીલા પદાર્થ લાગતા આ પાવડરની ચકાસણી કરવામાં આવી રહી છે. આ કન્ટેનર અંગે વધારે વિગતો અને તપાસ પણ કરવામાં આવી રહી છે.
હેરોઈન જેવો લાગતો આ પાવડર જુના અને વપરાયેલા ગીયર બોક્સમાં અંદરના સ્પેર પાર્ટ છુપાવી મુકવામાં આવ્યો હતો. સ્પેર કાઢી તેમાં પ્લાસ્ટિકની થેલીમાં આ પાવડર ભરી ગીયર બોક્સ બંધ કરી દેવામાં આવ્યા હતા.
અગાઉ, એક સંયુક્ત ઓપરેશનમાં ટેક્સટાઈલ્સના ૩૯૫ કિલો દોરામાં ૭૫ કિલો હેરોઈન પણ પકડી પાડવામાં આવ્યું હતું.
- કન્ટેનર ફેબ્રુઆરી મહિનામાં દુબઈથી કોલકત્તા પોર્ટ પર આવ્યું હતું.
- ભંગારમાંથી 40 કિલો ડ્રગ્સ મળ્યુ
- સ્ક્રેપટના કન્ટેનરમાં આ ડ્રગ્સ લાવવામાં આવ્યું હતું.
- ભંગારના કન્ટેઈનરમાં લવાયેલું 200 કરોડનું હેરોઇન પકડ્યું
વધુ માહિતી આપતા DGP આશિષ ભાટીયા કહ્યું કે, સ્ક્રેપટના કન્ટેનરમાં આ ડ્રગ્સ લાવવામાં આવ્યું હતું. જેમાં ટોટલ 72 બોક્સ હતા, જેમાંથી કેટલાક ગિયર બોક્સનાં નટ બોક્સ ખોલીને અંદરથી ડ્ર્ગ્સ જપ્ત કરવામાં આવ્યુ છે. જેમાંથી બીજા ગિયર બોક્સના નટ બોલ્ટ ખોલી હજુ તપાસ ચાલુ છે.
વધુ માહિતી આપતા DGP એ જણાવ્યુ કે, આવી માહિતીમાં ગુજરાત સિવાય અન્ય રાજ્યોમાં જઈ રેડ કરવામાં આવે છે. હાલ ના ઇન્વેસ્ટિગેશનમાં દુબઈના ssk જનરલ ટ્રેડિંગ કંપનીએ મોકલ્યું છે.
જપ્ત કરેલ ડ્રગ્સ કયા દેશમાં મોકલવાનું હતું,પૈસાની મુવમેન્ટ, તેમજ આ પાછળ કોણ કોણ સંડોવાયેલ છે તેની તમામ જાણકારી મેળવવામાં આવશે.
DGP એ કહ્યું કે, ગુજરાત પોલીસ ભૂતકાળમાં પણ એક્ટિવ હતી છે અને રહેશે. બહુ મોટા ઓપરેશન કરવા પડે છે. અધિકારીઓની જાન પર જોખમ પણ હોય છે. ઘણા મહિનાની મહેનત અને જોખમ પછી ઓપરેશન પાર પડે છે. ઈરાન, અફઘાનિસ્તાન અને પાકિસ્તાનથી તૈયાર થઈને ડ્રગ્સ આવે છે. ગુજરાત નજીકનું રાજ્ય છે એટલે વધુ મોકલવામાં અવતું હોઈ શકે. પંજાબ, યુ.પી. જેવા રાજ્યોમાં જવાનું હતું એવું જણાઈ રહ્યું છે.
Leave a Reply