દક્ષિણ એશિયાઈ દેશોમાં નવા મૂડીરોકાણની અછત છતા 2022ના પ્રથમ છ મહિનામાં 1 અબજ ડોલર કે તેથી વધુ મૂલ્યના સૌથી વધુ સંખ્યામાં નવા યુનિકોર્ન સ્ટાર્ટઅપ ઉભા કરવાની યાદીમાં ભારત ચીનને પાછળ છોડી દીધું છે.
હુરુન ગ્લોબલ યુનિકોર્ન ઈન્ડેક્સ 2022(Hurun Global Unicorn Index 2022) અનુસાર ભારતે 2022ના પ્રથમ છ માસ (H1 2022)માં 14 નવા યુનિકોર્ન ઉમેર્યા હતા અને ચીનમાં 11 યુનિકોર્ન ઉમેરાયા હતા. યુનિકોર્ન ક્લબમાં 138 સ્ટાર્ટ-અપ્સ ઉમેરીને અમેરિકા આ યાદીમાં ટોચના સ્થાને રહ્યું છે.
જોકે આ પ્રથમ વખત નથી કે ભારત ચીન કરતા વધુ યુનિકોર્ન ઉમેરવામાં સફળ થયું હોય. કેલેન્ડર વર્ષ 2021ના ત્રીજા ત્રિમાસિકગાળામાં PwCના રિપોર્ટ અનુસાર ભારતે 10 નવા યુનિકોર્ન ઉમેર્યા હતા જ્યારે ચીન અને હોંગકોંગે સાત ઉમેર્યા હતા.
સમગ્ર વિશ્વની વાત કરીએ તો H1 2022 દરમિયાન કુલ 254 જેટલા નવા યુનિકોર્ન ઉમેરાયા હતા. 625 યુનિકોર્ન સાથે યુએસ ટોચના સ્થાને બાદમાં 312 સાથે ચીન અને 68 સાથે ભારત ત્રીજા સ્થાને છે.
ભારતે 68 યુનિકોર્ન સાથે ત્રીજું સ્થાન જાળવી રાખ્યું છે. ઓનલાઈન એજ્યુકેટર BYJU’s 22 અબજ ડોલરના વેલ્યુએશન સાથે ટોચના સ્થાને છે. ત્યારબાદ ઑન-ડિમાન્ડ ડિલિવરી સ્ટાર્ટ-અપ Swiggy ( 11 બિલિયન ડોલર ) અને ફૅન્ટેસી સ્પોર્ટ્સ પ્લેટફોર્મ ટ્રાવેલ-સ્ટેની Dream11 (8 બિલિયન ડોલર) સાથે અગ્રિમ સ્થાને છે.
બેંગલુરુએ H1 2022 માં 5 નવા યુનિકોર્ન ઉમેર્યા, જે વિશ્વભરની આવી કંપનીઓમાં 2.5 ટકા હિસ્સો ધરાવે છે. ભારતીય સહ-સ્થાપકોએ ભારતની બહાર 56 યુનિકોર્ન ઉભા કર્યા છે. ભારતીયોએ વિશ્વભરમાં કુલ 124 યુનિકોર્નની સ્થાપના કરી છે.
Leave a Reply