જુદા જુદા કારણોસર શરીરની નિષ્ક્રિય માંશ પેશીઓને મજબૂત બનાવી બોડીને પૂર્વવત કરવા દર્દીઓમાં ફિઝીઓથેરાપી પ્રત્યે જાગૃતિ આવી રહી છે.અદાણી સંચાલિત જી.કે. જનરલ હોસ્પિટલમાં આં જ કારણસર પ્રતિ માસે ૮૦૦ જેટલા દર્દીઓ આ મેડિકલ સાયન્સના મહત્વના હિસ્સા સમાન વિભાગમાં આવી શરીરની માશ પેશીઓને સક્રિય બનાવે છે.
વિશ્વમાં દર વર્ષે ૮મી સપ્ટે.ના રોજ ઉજવાતા વિશ્વ ફિઝીઓથેરાપી દિવસ નિમિતે જી કે જનરલના ફિઝીઓથેરાપિસ્ટ પાસેથી ઉપલબ્ધ વિગતો મુજબ મોટી વયના થી લઈને યુવાન,આધેડ અને બાળકોને પણ હોસ્પિટલમાં ઉપલબ્ધ વિવિધ આધુનિક ઉપકરણથી કસરત દ્વારા માંશ પેશીઓને સખત બનાવી હાલતા-ચાલતા કરાય છે.
જી.કે.માં ફિઝીઓથેરાપિસ્ટ દિતી ઠક્કર, અદિતીબા જાડેજા, શિવાની શાહ, પૂજા ગોર સારવાર આપે છે.તેમના જણાવ્યા અનુસાર ગુલિયન બેર સિન્ડ્રોમ જેવા કિસ્સામાં પણ બાળકો માટે આ થેરાપી ઉપયોગી છે.
આ ઉપરાંત તેમણે કહ્યું કે, સગર્ભા મહિલાઓને સરળ પ્રસૂતિ માટે દમ, હાડકાં,ઘૂંટણ,કમર,થાપા, લકવો, તેમજ રમત ગમત દરમિયાન થયેલી ઇજા,સર્વાઇકલ,આંખની કસરત સિવાય કોરોનામાં પણ ફિઝીઓનું અત્યંત મહત્વ વધી ગયું હતું. જી.કે.માં ટ્રેકસન, ટેન્સ,અલ્ટ્રાસાઉન્ડ,ઇલે.સ્ટીમ્યુલેસન,આઇ.એફ.ટી.જેવા મશીનો કાર્યરત છે.
Leave a Reply