– અદાણી જી.કે.જન. હસ્પિ. પુરષ્કૃત કરવામાં આવી
અદાણી સંચાલિત જી. કે. જનરલ હોસ્પિટલમાં આર્થિક રીતે નબળા વર્ગના જરૂરિયાતમંદોને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY) હેઠળ ગુણવતાસભર સારવાર બદલ હોસ્પિટલને પુરસ્કૃત કરવામાં આવી હતી.
અંજારમાં આયોજિત સ્વાતંત્રદિન નિમિતે ધ્વજવંદન કાર્યક્રમમાં વિધાનસભાના અધ્યક્ષ ડૉ.નીમાબેન આચાર્યના હસ્તે આ પ્રમણપત્ર આપવામાં આવ્યું હતું.હોસ્પિટલમાં આ યોજનાના હેડ તપન દવેએ કહ્યું કે,ચીફ મેડિકલ સુપ્રિટેન્ડેન્ટ ડૉ.. નરેન્દ્ર હિરાણીના માર્ગદર્શન તળે છેલ્લા દોઢ વર્ષમાં ૭૫૦૦ ઉપરાંત વિવિધ નિશુલ્ક શસ્ત્રક્રિયા કરવામાં આવી હતી.
આ યોજના હેઠળ આયુષ્માન કાર્ડ ધરાવતા લાભાર્થીઓ પૈકી ઘૂંટણ રિપ્લેસમેન્ટ ઓપરેશનનો સૌથી વધુ લાભ લેવામાં આવ્યો હતો.ઉપરાંત ઈ એન ટી એન્કોલોજી,જનરલ સર્જરી,મેડિસન,ડાયાલિસિસ વિભાગ મુખ્ય હતા.અત્રે આં યોજના અંતર્ગત નિર્ધારિત ધારાધોરણનું યોગ્ય પાલન થાય છે કે કેમ તેની તપાસ માટે દિલ્હી આરોગ્ય વિભાગની ટીમે મુલાકાત લીધી હતી.
Leave a Reply