– એએમજી મિડીઆ નેટવર્કસ લિ.ની સંપૂર્ણ માલિકીની વિશ્વપ્રધાન કોમર્શિઅલ પ્રા.લિ.એ એનડીટીવીની પ્રમોટર ગ્રુપ કંપની આરઆરપીઆર હોલ્ડિંગ પ્રા. લિ.ના ૯૯.૫% ઇક્વિટી શેર હસ્તગત કરવાના અધિકારોનો ઉપયોગ કર્યો છે.
– તે સેબીના ટેકઓવર નિયમનોના સંદર્ભમાં એનડીટીવીમાં ૨૬% સુધીનો હિસ્સો હસ્તગત કરવા સંબંધી ઓપન ઓફર માટેનો રસ્તો ખુલ્લો કરશે.
– એએમએનએલ એ અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડ (AEL) ની ૧૦૦% પેટાકંપની છે.
એએમજી મિડીઆ નેટવર્કસ લિ.ની સંપૂર્ણ માલિકીની વિશ્વપ્રધાન કોમર્શિઅલ પ્રા.લિ. આરઆરપીઆર હોલ્ડિંગ પ્રા.લિ.(RRPR) ના વોરંટ ધરાવે છે જેથી તે RRPRમાં ૯૯.૯૯% હિસ્સો રૂપાંતરિત કરવા માટે હકદાર છે. વિશ્વપ્રધાન કોમર્સિઅલ પ્રા.લિ.(VCPL) એ આરઆરપીઆરમાં ૯૯.૫% હિસ્સો હસ્તગત કરવા માટે વોરંટનો ઉપયોગ કર્યો છે. આ હસ્તાંતરણના પરિણામે VCPL RRPR પર અંકૂશ મેળવશે
એનડીટીવી (NDTV, BSE: 532529) ની પ્રમોટર ગ્રૂપ કંપની આરઆરપીઆર છે અને એનડીટીવીમાં ૨૯.૧૮% હિસ્સો ધરાવે છે. વીસીપીએલ એએમજી મિડીઆ નેટવર્ક લિ.અને અદાણી એન્ટરપ્રાઇઝીસ લિ.(સમૂહમાં કામ કરતી કંપની) સાથે એનડીટીવીમાં ૨૬% હિસ્સો હસ્તગત કરવા માટે સેબીના(શેર અને ટેકઓવર માટેના સબસ્ટેન્શિઅલ એક્વીઝીશન) ૨૦૧૧ના નિયમનોની જરુરિયાતની આપૂર્તિ સાથે ખુલ્લી ઓફર તરતી મૂકશે.
વિશ્વસનીય સમાચારો પ્રસારીત કરવા માટેનો પાયો નાખનાર એનડીટીવી ત્રણ દાયકાથી વધુ સમયથી સમાચાર જગતમાં એક અગ્રણી મિડીઆ હાઉસ તરીકે પ્રસ્થાપિત થયું છે. કંપની ત્રણ રાષ્ટ્રીય ન્યુઝ ચેનલ એનડીટીવી 24×7, એનડીટીવી India અને NDTV પ્રોફીટનું સંચાલન કરે છે. તે મજબૂત ઑનલાઇન વર્ચસ્વ પણ ધરાવે છે અને વિવિધ પ્લેટફોર્મ પર ૩૫ મિલિયનથી વધુ ફલોઅર્સ સાથે સોશિયલ મીડિયા પર સૌથી વધુ અનુસરવામાં આવતા સમાચાર હેન્ડલ્સ પૈકીનુ એક મિડીઆ હાઉસ છે.
નાણાાકીય વર્ષ-૨૨માં NDTV એ રુ.૧૨૩ કરોડના EBITDA સાથે રુ. ૪૨૧ કરોડની આવક અને નગણ્ય કરજ સાથે રુ.૮૫ કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે.
એએમજી મિડીઆ નેટવર્કસ લિ.ના મુખ્ય કારોબારી અધિકારી શ્રી સંજય પુગલિઆએ જણાવ્યું હતું કે સમાચારના સમગ્ર પ્લેટફોર્મ ઉપર આધુનિક સમયના માધ્યમનું લક્ષ્ય હાંસલ કરવાની કેડી કંડારવા તરફની કંપનીની સફરનો માર્ગ ખુલ્લો કરતું આ હસ્તાંતરણ એક મહત્વનું સીમાચિહ્ન છે. ભારતીય નાગરિકો, ગ્રાહકો અને ભારતમાં રુચિ ધરાવતા લોકોને માહિતી અને જ્ઞાન સાથે સશક્ત બનાવવાનો એએમએનએલનો પ્રયાસ છે. સમાચારોમાં તેના અગ્રણી સ્થાન અને પેેઢીઓ તેમજ ભૌગોલિક ક્ષેત્રોમાં તેની મજબૂત અને વૈવિધ્યસભર પહોંચ સાથે અમારા વિઝનને પહોંચાડવા માટે એનડીટીવી સૌથી યોગ્ય પ્રસારણ અને ડિજિટલ પ્લેટફોર્મ છે. અમે સમાચારો પૂરા પાડવામાં એનડીટીવીના નેતૃત્વને મજબૂત કરવા આતુર છીએ.”એમ તેમણે ઉમેર્યું હતું
એએમજી મિડીઆ નેટવર્કસ લિ. (AMNL) વિષેઃ
અદાણી ઉદ્યોગ સમૂહના મિડીઆ બિઝનેસ સંભાળતી એએમજી મિડીઆ નેટવર્ક્સ લિ. અદાણી એન્ટરપ્રાઇઝ લિ.ની સંપૂર્ણ પેટા કંપની છે. ડિજિટલ અને બ્રોડકાસ્ટ સેગમેન્ટ્સ પર ભાર મૂકીને વિશ્વસનીય નેક્સ્ટ જનરેશન મીડિયા પ્લેટફોર્મ સ્થાપવા માટે તાજેતરમાં કંપનીને સામેલ કરવામાં આવી હતી. કંપનીએ તાજેતરમાં VCPL હસ્તગત કરી હતી. તે તેની સંપૂર્ણ માલિકીની પેટાકંપની છે.
અદાણી એન્ટરપ્રાઈઝ લિમિટેડ અંગેઃ
ભારતના સૌથી મોટા અદાણી બિઝનેસ સમૂહમાં સામેલ અદાણી એન્ટરપ્રાઈઝ લિમિટેડ (AEL) એક ફ્લેગશીપ કંપની છે. વિતેલા વર્ષોમાં અદાણી એન્ટરપ્રાઈઝે ઉભરી રહેલા માળખાકીય સુવિધાઓના વ્યવસાય ઉપર લક્ષ આપવા સાથે રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન નોંધાવીને તેનું અલગ અલગ લીસ્ટેડ કંપનીઓમાં રૂપાંતર કર્યું છે. અદાણી પોર્ટસ એન્ડ એસઈઝેડ, અદાણી ટ્રાન્સમિશન, અદાણી પાવર, અદાણી ગ્રીન એનર્જી અને અદાણી ટોટલ ગેસ જેવા સફળ પ્રકલ્પોમાં રૂપાંતર કરીને કંપનીએ તેના મજબૂત બિઝનેસ પોર્ટફોલિયો દ્વારા દેશને આત્મનિર્ભર બનાવવાની દીશામાં નોંધપાત્ર પ્રમાણમાં કામ કર્યું છે. તેના વ્યૂહાત્મક મૂડીરોકાણો, એરપોર્ટ મેનેજમેન્ટ, રોડ, ડેટા સેન્ટર અને વોટર ઈન્ફ્રાસ્ટ્રક્ચર આસપાસ કેન્દ્રિત થયા છે, જે મૂલ્યના બંધનોને ખોલવા માટેનો ઉલ્લેખનિય વ્યાપ ધરાવે છે.પરિણામે શેરહોલ્ડરોને મજબૂત વળતર મળ્યા છે. તેનું જીવંત દ્રષ્ટાંત અદાણીએન્ટરપ્રાઈઝના ૧૯૯૪ના પ્રથમ આઈપીઓમાં કરાયેલું રૂ.૧૫૦નું મૂડીરોકાણ આજે વૃધ્ધિ પામીને રૂ.૯,૦૦,000 થયું છે.
Leave a Reply