– કચ્છમાં અરબી સમુન્દ્ર કિનારે આવેલા કોટેશ્વર મહાદેવ મંદિર
– લખપતના પ્રસિદ્ધ કોટેશ્વર ખાતે શ્રાવણમાં વિશેષ ભાવિકોની ભીડ ઉમટી
પવિત્ર શ્રાવણ માસના છેલ્લા સોમવારે જિલ્લાના પ્રસિદ્ધ લખપત તાલુકાના દરિયા કિનારે આવેલા કોટેશ્વર મહાદેવ મંદિરમાં ભક્તોની ભીડે હરહર મહાદેવના જયકારા સાથે સંધ્યા આરતીનો લાભ લીધો હતો. શ્રાવણના આખરી સપ્તાહે અહીં ભાવિકોનો પ્રવાહ ચરમસીમાએ પહોંચી રહ્યો છે. નજીકના BSF કેમ્પના જવાનો પણ ખાસ સંધ્યા આરતીમાં ઉપસ્થિત રહી બેન્ડ સંગીતની સુરાવલી રેલાવી વિશેષ ભક્તિ પૂજામાં સામેલ થઈ રહ્યા છે.
બપોર બાદ પુષ્પનો શણગાર
અરબી સમુન્દ્ર કિનારે આવેલા નયનરમ્ય અને ઐતિહાસિક કોટેશ્વર મહાદેવ મંદિરમાં સિવલિંગ ફરતે રંગબેરંગી સુગંધિત પુષ્પોની સજાવટ ભાવિકોમાં વિશેષ દર્શનીય બની રહે છે. હાલ પ્રભાતે ભક્તોની પૂજા અર્ચનાને લઈ પુષ્પ શણગાર બપોર બાદ કરવામાં આવી રહ્યું છે. કોટેશ્વર મંદિરના પૂજારી દિનેશગિરીજી મહારાજ આયોજન વ્યવસ્થા સંભાળી રહ્યા છે
ભક્તોની ભીડ
બીજી તરફ પ્રકૃતિની ગોદમાં આવેલા નખત્રાણા અને અબડાસા વચ્ચેના પીયોની મહાદેવ મંદિરમાં પણ ભાવિક ભક્તોની ભીડ ભગવાન ભોળાનાથ આશિષ મેળવવા ઉમટી રહ્યા છે.અહીં આસપસના દસ જેટલા ગામના લોકો દૈનિક પૂજા આરતીનો લાભ લેવા ઉત્સુક રહે છે. ડુંગરણ વિસ્તારમાં હરિયાળી ધરાવતા મંદિરમાં મધ્યાહને પણ ભગવંનની શિવની આરતીરૂપે આરાધના કરવામાં આવે છે ત્યારે મંદિર પરિસર ભાવિકોની ભીડથી નાનું બની જાય છે. ખાસ કરીને શ્રાવણના સોમવારે મેળા જેવો માહોલ સર્જાતું હોવાનું મહંત હંસગીરી બાપુએ જણાવ્યું હતું.
Leave a Reply