સમાજના વિવિધ વર્ગોમાં રહેલી સુષુપ્ત કૌશલ્ય શક્તિઓને બહાર લાવી તેમને તાલીમ મારફત સ્વરોજગારીનું માધ્યમ બનાવી તેઓને સક્ષમ બનાવવાની બિન નફાકારક પરિણામલક્ષી પ્રવૃત્તિઓ કરી રહેલા દેશના અગ્રણી અદાણી ઔદ્યોગિક જૂથના અંગ એવા અદાણી સ્કીલ ડેવલપમેન્ટ સેન્ટર(ASDC)એ સીએમઓ એશિઆ એવોર્ડઝ ખાતે મહિલા સશક્તિકરણ માટેનો ઓર્ગેનાઇઝેશ્નલ એકસલન્સ એવોર્ડ જીત્યો છે. સમાજના નબળા વર્ગની મહિલાઓના સામાજિક-આર્થિક દરજ્જાને વિશ્વ કક્ષાની તાલિમ આપીને સ્વરોજગારી માટે સક્ષમ બનાવી એક નવા મુકામે લઇ જવા માટે કોર્પોરેટ સોશ્યલ રિસ્પોન્સિબીલિટી અંતર્ગત ઉત્કૃષ્ટ કામગીરી અદા કરવામાં અદાણી કૌશલ વિકાસ કેન્દ્રએ અદા કરેલી ભૂમિકા માટે આ એવોર્ડ આપવામાં આવ્યો છે.
અદાણી સ્કીલ ડેવલપમેન્ટ સેન્ટરે તેની કામગીરીને પરીપૂર્ણ કરવા માટે ભારતભરમાં કેન્દ્રોની સ્થાપના કરી છે. ભારતના ૧૧ રાજ્યોમાં ૨૦થી વધુ ઔદ્યોગિક ક્ષેત્રોમાં ફેલાયેલી તેની પ્રવૃત્તિ મારફત ૭૫ જેટલા કૌશ્લ્ય વિકાસ સંબંધી તાલીમી કાર્યક્રમો ચલાવે છે. અદાણી સ્કીલ ડેવલપમેન્ટ સેન્ટરની કામગીરીના ટુંકા ભૂતકાળની કામગીરીના ફળ સ્વરુપ તેણે ૧ લાખથી વધુ વિદ્યાર્થીઓને કૌશલ્ય તાલીમથી સજ્જ કર્યા છે, જેઓ આજે સ્વતંત્ર રીતે પોતાની આજીવિકા કમાઇ રહ્યા છે.
આ સ્કીલ ડેવલપમેન્ટ સેન્ટરની આંખે ઉડીને વળગે તેવી રસપ્રદ બાબત એ છે કે અદાણીના કેન્દ્રોમાં તાલીમ પામેલા વિદ્યાર્થીઓ પૈકી ૬૦ ટકા મહિલાઓ છે જેના લગભગ ૬૭ ટકાએ આજીવિકા પેદા કરવાની શરુઆત કરી છે. અદાણી સ્કીલ ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા ઓફર કરવામાં આવેલા તાલીમી અભ્યાસક્રમો વ્યાપક રીતે સ્વીકાર્ય થયા હોય તેનો જીવંત પૂરાવો આ પૈકીના ૧૮ વિદ્યાર્થીઓને વિદેશોમાં ઓફર થયેલી નોકરીઓ છે. આ અભ્યાસક્રમોએ ચીલાચાલુ તાલીમના આયામોની રુઢીઓને તોડીને ’મહિલાઓને જો તાલીમબધ્ધ કરાય તો તેઓ કોઇપણ કામ કરી શકવા સક્ષમ જ નહી સમર્થ છે’ તેને બે મહિલાઓએ મુંદ્રા પોર્ટ ખાતે ’ક્રેઇન ઓપરેટર’ની તાલીમ લઇ યથાર્થ ઠેરવી છે.
મે-૨૦૨૧ના સ્કીલ ડેવલપમેન્ટ પ્રાયોરીટીના આંકડા અનુસાર ભારત
સરકારના સ્કીલ ડેવલપમેન્ટ એક્ટીવિટીઝની નેશનલ પ્રયોરીટી યાદીમાં સામેલ ૧૧ રાજ્યોમાં કાર્યરત અદાણી સ્કીલ ડેવલપમેન્ટ સેન્ટર જ્યાં કૌશલ્ય વિકાસ માટેની સેવા આપે છે તેવા મોટા ભાગના પ્રદેશો આર્થિક રીતે તો પછાત છે પરંતુ ત્યાં પાયાની જરુરિયાત મેળવવી પણ પડકાર છે. ખાસ કરીને મહિલા કર્મચારીઓ માટે આ પ્રદેશોમાં સામાજિક અને આર્થિક પરિવર્તન હાંસલ કરવા માટે અદાણી સ્કીલ ડેવલમપમેન્ટ સેન્ટરે સિમ્યુલેશન-આધારિત શીખવાની ટેકનીક દાખલ કરી છે.
પુરુષ પ્રધાન ઘરોમાં જ્યાં ઓછી આવક ધરાવતી મહિલાઓ છે ત્યાં મહિલાઓના સશક્તિકરણની દીશામાં અદાણી સ્કીલ ડેવલપમેન્ટ કેન્દ્ર દેશભરના કેટલાક સામાજિક સમુદાયોને જોડીને કામ કરી રહ્યું છે. આ પૈકીના નોંધપાાત્ર જૂથોમાં ઝારખંડનું ફૂલો ઝાનો સક્ષમ આજીવિકા સખી મંડળ, કેરાલાના ક્લીન 4યુ, યુ મી.એન્ડ ટી કાફે,અને વિઝ માર્ટ, ઉત્તર પ્રદેશના કાશી પ્રેરણા સક્ષમ પ્રોડ્યુસર કંપની છે. આ જૂથોની મહિલાઓને તેમની અગાઉની મહીને ફકત રુ.૨૫૦૦થી ૩૫૦૦ની કમાઇની તુલનાએ રુ.૧૨થી ૧૫ હજારની રેન્જમાં સફળતાપૂર્વક નોકરી મળી છે.
એકસમાન ભવિષ્ય તરફનો માર્ગ ખળખળ વહે તેવી છેવટની નેમ સાથે અદાણી સ્કીલ ડેવલપમેન્ટનું યોગદાન મહિલાઓની રોજગાર ક્ષમતામાં સુધારો કરીને ગરીબીના ચક્રને ભેદવા માટે કૌશલ્ય વિકાસના મહત્વને ઉજાગર કરે છે. CMO એશિયા એ સહયોગી નેટવર્કિંગ સંસ્થા છે અને તમામ ક્ષેત્રોના માર્કેટર્સને એક સમાન મંચ ઉપર જોડવામાં મદદ કરે છે. તે એક વ્યાવસાયિક સંસ્થા છે જે ચુનંદા માર્કેટર્સ, બ્રાન્ડ કસ્ટોડિયન તેમજ જાહેરાત અને સર્જનાત્મક અગ્રણીઓને એક છત નીચે એકત્ર કરીને ટોચના માર્કેટિંગ વ્યાવસાયિકો, એજન્સીઓ અને સલાહકારોને ઓળખવા માટેનું ઘનિષ્ઠ વાતાવરણ પ્રદાન કરે છે
અદાણી સ્કીલ ડેવલપમેન્ટ સેન્ટર વિષેઃ
અદાણી જૂથની કંપનીઓની કોર્પોરેટ સોશ્યલ રીસ્પોન્સિબિલીટિના એક અંગ એવા અદાણી ફાઉન્ડેશને હાથ ધરેલ અદાણી કૌશલ્ય વિકાસ કેન્દ્ર એક પહેલ છે, અદાણી કૌશલ્ય વિકાસ કેન્દ્ર એ બિન-નફાકારી સંસ્થા છે. ૨૦૧૬માં ફાઉન્ડેશને કાર્યારંભ કર્યો ત્યારથી અદાણી ફાઉન્ડેશન વિદ્યાર્થીઓને તેમની આજીવિકા કમાવવા માટે સક્ષમ (સક્ષમ) બનાવવા સાથે વિશ્વ કક્ષાની કૌશલ્ય વિકાસ માટેની તાલીમ આપીને ભારતીય સમાજના નીચલા વર્ગના સામાજિક-આર્થિક દરજ્જાને ઉન્નત કરવામાં નોંધપાત્ર ભૂમિકા અદા કરી રહયું છે.
Leave a Reply