અદાણી ફાઉન્ડેશન દ્વારા સ્વંત્રતા દિવસે ૧૭ શાળાઓમાં સ્પોર્ટસ અને મ્યુઝિક કીટનું વિતરણ

સંપૂર્ણ દેશ આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યું છે તેના ઉપલક્ષ્યમાં અદાણી ફાઉન્ડેશન દ્વારા શિક્ષણની સાથે સાથે સંગીત ક્ષેત્રે પણ બાળકોમાં છુપાયેલી પ્રતિભા નિખારવા મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ તથા સ્પોર્ટ્સ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

ઉત્થાન પ્રોજેક્ટ અંતર્ગત આ વર્ષે આવરી લેવાયેલ ૧૭ શાળાઓમાં શિક્ષક સાથે સંગીતના અને રમત ગમતના સાધનો દરેક શાળામાં આપવામાં આવ્યા છે. જેમાં હાર્મોનિયમ, તબલા, ઢોલક, ખંજરી, મંજીરા તેમજ પરેડ માટે બેન્ડ આપવામાં આવ્યા છે. જેના થકી પ્રાર્થના અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો લયબદ્ધ રીતે થઇ શકે અને બાળકોની પ્રતિભામાં પણ વધારો થશે. રમતગમત માટેના અલાયદી સાધન સામગ્રીનો ઉચ્ચ ગુણવત્તા ધરાવતો સેટ પણ દરેક શાળાને આપવામાં આવ્યું છે.  જેના થકી બાળકો શારીરિક રીતે મજબૂત થશે અને શાળાનું વાતાવરણ બાળકોને આવવું ગમશે તેવું થશે. આ સાથે બાળકો સરસ રીતે અભ્યાસ કરી શકે એ હેતુથી વિવિધ જરૂરિયાત જેવી કે સાઇન્સ કીટ, ઉત્થાન નોટબુક, સ્માર્ટ કલાસ, લાયબ્રેરી કબાર્ટ, પુસ્તકો અને વિવિધ સાપ્તાહિક માસિક મેગેઝીનો પણ ચાલુ વર્ષે બાળકોને આપવામાં આવશે.

રાષ્ટ્રિય તહેવાર સ્વતંત્રતા દિવસની ઉજવણીના ભાગરૂપે દરેક શાળામાં અદાણી ફાઉન્ડેશનના પ્રતિનિધિ હાજર રહ્યા હતા. ગામના સરપંચશ્રી, આગેવાનો, વડીલો, શાળાના પ્રધાનાચાર્ય, શિક્ષકો, SMC સભ્યો એ આ પ્રોજેક્ટ દ્વારા થતા કાર્યને આવકાર્ય હતા અને અદાણી ફાઉન્ડેશનનો આભાર વ્યક્ત કર્યો હતો. દરેક શાળાને મળેલ આ સામગ્રીનો અને ઉત્થાન સહાયકનો મહત્તમ ઉપયોગ થકી શ્રેષ્ઠ શાળા, શ્રેષ્ઠ શિક્ષણ તરફ એક પહેલ થશે. જેનો મહત્તમ લાભ ભારતના ભવિષ્ય એવા બાળકોને થશે.

અદાણી ફાઉન્ડેશન મુન્દ્રા વિવિધ ક્ષેત્ર જેવા કે શિક્ષણ, આરોગ્ય, લાયવલીહુડ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં ઉમદા કાર્ય કરી રહ્યું છે. નોંધનીય છે કે શિક્ષણના ક્ષેત્રમાં જે ઉત્થાન પ્રોજેક્ટ કાર્યરત્ત છે તે સમયાંતરે પ્રાથમિક શાળા શ્રેષ્ઠ બનાવવા માટે વિવિધ પ્રયાસો સતત કરે છે. અગાઉ મુન્દ્રા તાલુકાની 34 શાળાઓનો સમાવેશ થયેલ હતો. જે ગત વર્ષે ૧૭ શાળાઓમાં ઉત્થાન પ્રોજેક્ટ વિસ્તરીને કુલ 26 ગામની 51 શાળાને પોતાની સાથે જોડી છે. અહીંની લગભગ દરેક શાળાને સરકાર તરફથી જરૂરિયાતો પૂરી કરવામાં આવે છે. પણ તેમ છતાં ક્યાંક અધૂરાશ રહી જતી હોય છે તેમાં પૂરક બનવાનું કામ પ્રોજેક્ટ ‘ઉત્થાન’ એક કડી રૂપ કાર્ય કરે છે. બાળકના માનસિક વિકાસની અને શારીરિક વિકાસ સાથે સર્વાગી વિકાસ થાય અને બાળક પોતાને ગમતી પ્રવૃત્તિ કરી શકે એ હેતુથી જરુરી શિક્ષક અને માળખાકીય સુવિધાઓ સુહલત કરવામાં આવે છે.

ઉત્થાન પ્રોજેક્ટની મુન્દ્રાના ૭ ગામની ૧૭ શાળામાં શરૂઆત થઇ હતી. જેનો લાભ ૨૩૨૪ વિદ્યાર્થીઓને લાભ મળે છે. શિક્ષકોનો ઉત્સાહપૂર્વકનો આવકાર, ગ્રામજનોની સહભાગીદારી અને NEP ૨૦૨૦ના બહુમુલ્ય સૂચનોને આધીન ઉત્થાન પ્રોજેક્ટ ચાલતો હોવાથી તે વધુ શાળાઓ સુધી પહોચે તેવી સૌની માગણી હતી.  જેને આવકારતા ઉત્થાન પ્રોજેક્ટને વધુ વ્યાપક બનાવવા ૨૦૨૦-૨૧માં મુન્દ્રાની ૧૭ શાળાઓમાં વધારો કરતાં અહીંની ૧૧ ગામના ૨૯૨૬ વિદ્યાર્થીઓને લાભ મળતો થયો.  જેને આ વર્ષે ૮ ગામની ૧૭ શાળાઓ ઉમેરતા કુલ ૫૧ શાળા ૯૧૦૭ વિદ્યાર્થીઓને લાભ મળે છે. નખત્રાણા તાલુકાની ૮ શાળાઓમાં પ્રોજેક્ટ ૨૦૧૯-૨૦ થી કાર્યરત છે. આમ કુલ કચ્છની ૫૯ શાળાઓમાં ઉત્થાન પ્રોજેક્ટ કાર્યરત છે. “ઉત્થાન” પ્રોજેક્ટ અંતર્ગત દરેક શાળામાં શિક્ષક તરીકે “ઉત્થાન સહાયક” કાર્યરત છે. “આઈટી ઓન વ્હીલ”, રમત ગમત, અંગ્રેજી, સમર કેમ્પ, મધર્સ મીટ અને અન્ય વિવિધ સહાયક પ્રવૃત્તિ માટે શિક્ષક નીમવામાં આવ્યા છે. શિક્ષણ સાથે સર્જનાત્મક પ્રવૃતિઓ વિકસે તે માટે શાળામાં રમત ગમતના સાધનો, શાળા સુશોભન, પેન્ટિગ, લાયબ્રેરી, સંગીતના સાધનો, સ્માર્ટ ક્લાસ, TLM કીટ અને વિજ્ઞાન કીટ જેવી ભૌતિક સુવિધાઓ પૂરી પાડવાનું કાર્ય ઉત્થાન પ્રોજેક્ટ અંતર્ગત કરવામાં આવે છે. આ બધી પ્રવૃતિઓ પરિણામ લક્ષી કરી શકે તે માટે ઉત્થાન સહાયકને વિવિધ તાલીમો દ્વારા તૈયાર કરવામાં આવે છે. ઉત્થાન શાળામાં શિક્ષક, આચાર્ય, વાલી, વિધાર્થી અને સરકારી અધિકારીઓ સાથે રહીને પ્રાથમિક શાળાને ઉત્તમ બનાવા માટે વિવિધ પ્રકારના સતત પ્રયાસ કરવામાં આવે છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Create a website or blog at WordPress.com

Up ↑

%d bloggers like this: