23 ઓગસ્ટે અજા એકાદશી- અશ્વમેઘ યજ્ઞનું ફળ આપનાર વ્રત

– આ વ્રત કરવાથી રાજા હરિશચંદ્રને પોતાનું રાજ્ય પ્રાપ્ત થયું હતું

– શ્રાવણ મહિનાના વદ પક્ષમાં શ્રીકૃષ્ણ જન્માષ્ટમીના બે દિવસ પછી આવનાર આ વ્રતને અજા એકાદશી પણ કહેવામાં આવે છે

શ્રાવણ મહિનાના વદ પક્ષની એકાદશીને અજા એકાદશી કહેવામાં આવે છે. કોઈ-કોઈ સ્થાને તેને જયા એકાદશીના નામથી પણ ઓળખવામાં આવે છે. આ વ્રત શ્રીકૃષ્ણ જન્માષ્ટમીના બે દિવસ પછી આવે છે. આ વખતે આ વ્રત 23 ઓગસ્ટ, મંગળવારના રોજ કરવામાં આવશે. આ દિવસે ભગવાન વિષ્ણુના ઉપેન્દ્ર સ્વરૂપની પૂજા અને આરાધના કરવામાં આવે છે. આ દિવસે વ્રત અને ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી દરેક પ્રકારના પાપ દૂર થઈ જાય છે.

આ રીતે એકાદશી વ્રત કરવું
આ દિવસે જલ્દી જાગવું. પછી ઘરની સાફ-સફાઈ કરો. તે પછી આખાં ઘરમાં ગૌમૂત્ર છાંટવું. તે પછી શરીર ઉપર તલ અને માટીનો લેપ લગાવીને સ્નાન કરવું. નાહવાના પાણીમાં ગંગાજળ મિક્સ કરવું. ત્યાર બાદ ભગવાન વિષ્ણુની પૂજા શરૂ કરવી. દિવસભર સંયમ સાથે રહીને રાતે જાગરણ અને ભગવાન વિષ્ણુના ભજન-કીર્તનની પરંપરા છે.

અજા એકાદશીની પૂજા વિધિ
ઘરમાં પૂજા સ્થાને પૂર્વ દિશામાં કોઈ સાફ જગ્યાએ ગૌમૂત્ર છાંટવું અને ત્યાં ઘઉં રાખવાં. પછી તેના ઉપર તાંબાનો લોટો કે કળશ રાખવો. લોટાને જળથી ભરવું અને તેના ઉપર અશોકના પાન રાખવા અને પછી તેના ઉપર નારિયેળ રાખવું. આ પ્રકારે કળશની સ્થાપના કરવી. પછી કળશ ઉપર તે તેની પાસે ભગવાન વિષ્ણુની મૂર્તિ રાખીને કળશ અને ભગવાન વિષ્ણુની પૂજા કરો. દીવો પ્રગટાવો. તે પછી આખો દિવસ વ્રત કરો અને બીજા દિવસે કળશની સ્થાપના હટાવી દો. પછી તે કળશનું પાણી આખા ઘરમાં છાંટવું અને બાકી રહેલાં પાણીને તુલસીમાં નાખવું.

આ એકાદશીનું ફળ
અજા એકાદશીએ જે કોઈ ભગવાન વિષ્ણુની પૂજા અને વ્રત કરે છે. તેમના પાપ દૂર થઈ જાય છે. વ્રત અને પૂજાના પ્રભાવથી સ્વર્ગલોકની પ્રાપ્તિ થાય છે. આ વ્રતમાં એકાદશીની કથા સાંભળવાથી જ અશ્વમેઘ યજ્ઞનું ફળ મળી શકે છે. આ વ્રતને કરવાથી જ રાજા હરિશચંદ્રને પોતાનું રાજ્ય પાછું મળી ગયું હતું અને મૃત પુત્ર પણ ફરીથી જીવિત થઈ ગયો હતો.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Create a website or blog at WordPress.com

Up ↑

%d bloggers like this: