– અદાણી રોડ ટ્રાન્સપોર્ટ લિમિટેડ (ARTL) એ અદાણી એન્ટરપ્રાઈઝીઝ લિમિટેડ (AEL) ની 100 ટકા માલિકીની પેટા કંપની છે. તે ગુજરાતના ટોલ રોડઝ પોર્ટફોલિયો (GRICL) માં 56.8 ટકા અને આંધ્ર પ્રદેશ ટોલ રોડઝ પોર્ટફોલિયો (STPL) માં 100 ટકા હિસ્સો હસ્તગત કરશે
– 972 કી.મી.નો લેન પોર્ટફોલિયો લાંબી કન્સેશન લાઈફ ધરાવે છે અને પશ્ચિમ તથા દક્ષિણ ભારતના ટ્રાફિક કોરિડોરમાં વ્યૂહાત્મક સ્થળો ધરાવે છે
ભારતમાં વિકાસના કામો, બાંધકામ, રોડઝ અને હાઈવે પ્રોજેક્ટના સંચાલન અને વ્યવસ્થાપનની કામગીરી સાથે સંકળાયેલી અદાણી એન્ટરપ્રાઈઝીઝ લિમિટેડ (AEL) ની સંપૂર્ણ માલિકીની પેટા કંપની અદાણી રોડ ટ્રાન્સપોર્ટ લિમિટેડ (ARTL) ગુજરાત રોડ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપની લિમિટેડ (GRICL) (જેનો 56.8 ટકા હિસ્સો મેક્વાયર એશિયા ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ પાસે છે) અને સ્વર્ણ ટોલવે પ્રાઈવેટ લિમિટેડ (STPL) (કે જેનો 100 ટકા હિસ્સો મેક્વાયર એશિયા ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફંડની માલિકીનો છે) હસ્તગત કરવા માટેના સુનિશ્ચિત કરાર તરફ આગળ વધી રહી છે. નિયમનલક્ષી મંજૂરીઓને આધિન રહીને ARTL, GRICL નો 56.8 ટકા હિસ્સો અને STPLનો 100 ટકા હિસ્સો હસ્તગત કરશે. આ સોદો સપ્ટેમ્બર, 2022માં પૂર્ણ થવાની અપેક્ષા છે.
STPL આંધ્ર પ્રદેશમાં ટોલ રોડઝના બે પટ્ટા ધરાવે છે. (1) નેશનલ હાઈવે-16ને જોડતા આંધ્ર પ્રદેશમાં ચેન્નાઈ અને ક્રિશ્ના પટ્નમ જેવા બે મહત્વના બંદરોને જોડતા 110 કી.મી. વિસ્તારને આવરી લેતો ટાડાથી નેલ્લોર સુધીનો માર્ગ (2) નેશનલ હાઈવે-65 ઉપર નંદીગામાથી ઈબ્રાહીમપટનમથી વિજયવાડા સુધીનો આ માર્ગ કે જે દક્ષિણના મહત્વના મેટ્રોપોલિટન શહેરોને જોડીને નેશનલ હાઈવે-16ને ફીડર ટ્રાફિક પૂરો પાડે છે. બંને સાથે મળીને STPL ના પોર્ટફોલિયોને મજબૂત ઐતિહાસિક આવક વૃધ્ધિ પૂરી પાડે છે.
GRICL ગુજરાતમાં રોડના બે પટ્ટા ધરાવે છે, જેમાં (1) ઉત્તર વિસ્તારના ગુજરાત કોરિડોરને જોડતા મહત્વના મોટાભાગના પેસેન્જર ટ્રાફિકને આવરી લેતો 51.6 કી.મી.નો વિસ્તાર ધરાવતો SH-41 (2) કેટલાક ઉદ્યોગોની નજીકમાં આવતો SH-87 ઉપરનો વડોદરાથી હાલોલ સુધીનો 31.7 કી.મી.નો પટ્ટો. બંને સાથે મળીને GRICL મજબૂત ઐતિહાસિક આવક વૃધ્ધિ ધરાવે છે. મેક્વાયર એશિયા ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ 56.8 ટકા હિસ્સો, IL&FS 26.8 ટકા અને ગુજરાત સરકાર બાકીને હિસ્સાની માલિકી ધરાવે છે. GRICLનો હિસ્સો હસ્તગત કર્યા પછી ARTL, GRICLના હસ્તાંતરણની પણ સમિક્ષા કરશે.
આ હસ્તાંતરણ રૂ.3,110 કરોડની એન્ટરપ્રાઈઝ વેલ્યુથી કરવામાં આવી રહ્યું છે. આ પોર્ટફોલિયો અંદાજે રૂ.165 કરોડના ચોખ્ખા દેવા સાથે રૂ.465 કરોડનો LTM EBITA ધરાવે છે. આના પરિણામે 6.8 ગણો EV/EBITA થાય છે. આ સોદો નિયમનકારો અને ધિરાણ આપનાર સમુદાયની મંજૂરીઓને આધિન છે.
આંધ્ર પ્રદેશ અને ગુજરાતમાં મેક્વાયર એશિયા ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફંડના ટોલ રોડઝ પોર્ટફોલિયો હસ્તગત થવાને કારણે ARTLના હાઈવેઝ બિઝનેસ કે જેમાં દેશના 10 રાજ્યોમાં આવેલા અને મેનેજમેન્ટ હેઠળના રૂ.41,000 કરોડના 8 હાઈબ્રીડ એન્યુઈટી મોડ (HAM), 5 બિલ્ડ-ઓપરેટ-ટ્રાન્સફર (BOT)પ્રોજેક્ટસ અને એક ટોલ-ઓપરેટ-ટ્રાન્સફર (TOT) રોડ પ્રોજેકટસનો સમાવેશ થાય છે. AEL, ભારતમાં રોડ ટ્રાન્સપોર્ટેશન પ્લેટફોર્મમાં મહત્વના સ્થાને રહેવાનું વિઝન જાળવી રાખવા માટે આવા મૂલ્યવૃધ્ધિ ધરાવતા વધુ રોડ પ્રોજેક્ટસ હસ્તગત કરવા પ્રયત્નશીલ છે.
ARTLના સીઈઓ શ્રી કૃષ્ણ પ્રકાશ મહેશ્વરી જણાવે છે કે “નિર્માણ/સંચાલન હેઠળના 5,000 લેન કી.મી ના હાઈવે પ્રોજેક્ટસના પોર્ટફોલિયો સાથે ARTL અદાણી ગ્રુપના રાષ્ટ્ર નિર્માણના પ્રયાસ માટે કટિબધ્ધ છે. લૉ લીવરેજની સાથે સાથે ઉચ્ચ ગુણવત્તામાં મજબૂતી, વૃધ્ધિનો લાંબો અને મજબૂત ટ્રેક રેકોર્ડ તથા કેશ ફ્લોના મજબૂત નિર્માણ સાથેના આ રોડ એસેટસના સૌથી મોટા પોર્ટફોલિયોમાં સમાવેશ પામે છે. અમને સહયોગ પૂરો પાડવા બદલ અમે મેકવાયર એસેટ મેનેજમેન્ટના આભારી છીએ. તેમણે પોર્ટફોલિયોમાં વૃધ્ધિની સાથે સાથે મજબૂત સંચાલન કરતી ટીમ પૂરી પાડી છે અને તેમને અદાણી પરિવારમાં અમે આવકારીએ છીએ.”
SEA અને ભારત ખાતેના મેક્વાયર એસેટ મેનેજમેન્ટના રિયલ એસ્ટેટ બિઝનેસના મેનેજીંગ ડિરેક્ટર અને કો–હેડ શ્રી દીપ ગુપ્તા જણાવે છે કે “મેક્વાયર એસેટ મેનેજમેન્ટની ગણના ભારતના સૌથી જૂના અને સૌથી મોટા ઈન્ફ્રાસ્ટ્રક્ચર મેનેજર્સમાં સમાવેશ થાય છે. અમારી માલિકીના સમયગાળા દરમ્યાન STPL અને GRICL બંનેએ બહેતર યુઝર એક્સપિરિયન્સ માટે મૂડી ખર્ચ કર્યું છે અને તેમણે કામદારો અને રોડ વાપરનાર સમુદાયના આરોગ્ય અને સલામતિના ધોરણોમાં સુધારો કર્યો છે. આ સોદો ભારતમાં ગતિવિધી વૃધ્ધિ તરફ આગળ વધવાની ક્ષમતા અને દેશમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર એસેટસના લાંબાગાળાના મૂલ્યમાં વધારો કરવાની સતત ક્ષમતા દર્શાવે છે. અમે માલિકી અને સંચાલન હેઠળનો લાંબાગાળા માટેના પોર્ટફોલિયોના સંચાલન ધરાવતી આ હાઈક્વોલિટી એસેટસ હાંસલ કરવા બદલ અદાણી ગ્રુપને અભિનંદન આપીએ છીએ.”
અદાણી રોડ ટ્રાન્સપોર્ટ લિમિટેડ અંગેઃ
અદાણી રોડ ટ્રાન્સપોર્ટ લિમિટેડ (ARTL) દુનિયાભરમાં વિવિધિકરણ ધરાવતા પોર્ટફોલિયો હેઠળ ઈન્ક્યુબેટીંગ બિઝનેસ ધરાવે છે અને તેની રચના માર્ગ બાંધકામ, સંચાલન અને માવજતની કામગીરી હાથ ધરવાના ઉદ્દેશથી કરવામાં આવી છે. ARTL નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા સાથે કન્સેશન એગ્રીમેન્ટસ ધરાવી હાઈબ્રીડ એન્યુઈટી પધ્ધતિ (HAM) મારફતે બિલ્ડ-ઓપરેટ-ટ્રાન્સફર (BOT) અને ટોલ-ઓપરેટ-ટ્રાન્સફર (TOT) રોડ પ્રોજેક્ટસનું સંચાલન કરે છે.
મેક્વાયર એસેટ મેનેજમેન્ટ અંગેઃ
મેક્વાયર એસેટ મેનેજમેન્ટ એ સૌના માટે સકારાત્મક અસર પૂરી પાડવાના ઉદ્દેશથી કામ કરતી ગ્લોબલ એસેટ મેનેજર છે કે જે દુનિયાભરમાં $US579 અબજની એસેટસ માટે નાણાં સંસ્થાઓ, પેન્શન ફંડઝ, વિવિધ સરકારો અને વ્યક્તિઓનો વિશ્વાસ ધરાવે છે. અમે ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ગ્રીન ઈન્વેસ્ટમેન્ટસ અને રિન્યુએબલ્સ, રિયલ એસ્ટેટ, એગ્રીકલ્ચર અને નેચરલ એસેટસ, એસેટ ફાયનાન્સ, પ્રાઈવેટ ક્રેડિટ, ઈક્વિટીઝ, ફીક્સડ ઈનકમ અને મલ્ટી એસેટ સોલ્યુશન્સ માટે સ્પેશ્યાલિસ્ટ ઈન્વેસ્ટમેન્ટ નિપુણતાને દુનિયાભરમાં સંપર્ક પૂરો પાડીએ છીએ.
મેક્વાયર એસેટ મેનેજમેન્ટ ડેબ્ટ, ઈક્વિટી અને કોમોડિટીઝમાં વિવિધ પ્રકારના ગ્રાહકોને એસેટ મેનેજમેન્ટ, ફાયનાન્સ, બેંકીંગ, માર્ગદર્શક સેવાઓ અને વિવિધ ડેબ્ટ માટે કેપિટલ સોલ્યુશન્સ પૂરાં પાડતા મેક્વાયર ગ્રુપનો હિસ્સો છે. 1969માં સ્થપાયેલું મેક્વાયર ગ્રુપ 33 બજારોમાં 18,000 લોકોને રોજગારી પૂરી પાડે છે અને ઓસ્ટ્રેલિયન સિક્યોરિટીઝ એક્સચેન્જમાં નોંધણી ધરાવે છે.
તમામ આંકડાઓ 31 માર્ચ, 2022ના છે.
Leave a Reply