5 વખતના વર્લ્ડ ચેમ્પિયન વિશ્વનાથન આનંદ બન્યા FIDEના ઉપાધ્યક્ષ

– વર્તમાન અધ્યક્ષ આર્કેડી વોર્કોવિચને બીજા કાર્યકાળ માટે ફરી અધ્યક્ષ તરીકે પસંદ કરવામાં આવ્યા

દેશના મહાન ચેસ પ્લેયર વિશ્વનાથન આનંદની રમત-ગમત ક્ષેત્રની વૈશ્વિક સંચાલન સંસ્થા ફિડેના ઉપાધ્યક્ષ પદે નિયુક્તિ કરવામાં આવી છે. જ્યારે વર્તમાન અધ્યક્ષ આર્કેડી વોર્કોવિચને બીજા કાર્યકાળ માટે ફરી અધ્યક્ષ તરીકે પસંદ કરવામાં આવ્યા છે. 5 વખતના વર્લ્ડ ચેમ્પિયન વિશ્વનાથન આનંદ વોર્કોવિચની ટીમના સદસ્ય હતા. 

વોર્કોવિચને 157 મત મળ્યા જ્યારે તેમના વિરોધી આંદ્રેઈ બૈરિશપોલેટ્સના પક્ષમાં માત્ર 16 જ મત પડ્યા હતા. એક મત અમાન્ય રહ્યો જ્યારે 5 સદસ્યોએ મતદાનથી અંતર જાળવ્યું હતું. 

ચેસની વૈશ્વિક સંસ્થાની ફિડે કોંગ્રેસ દરમિયાન આ ચૂંટણી થઈ હતી. 44મી ચેસ ઓલમ્પિયાડ દરમિયાન જ તેનું આયોજન કરવામાં આવ્યું હતું. 

પોતાની કરિયર દરમિયાન અનેક મેડલ્સ અને સન્માન જીતનારા ચેન્નાઈના વિશ્વનાથને તાજેતરમાં સ્પર્ધાઓની સંખ્યા ઘટાડીને કોચિંગ પર ધ્યાન આપવાનું શરૂ કર્યું છે. 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Create a website or blog at WordPress.com

Up ↑

%d bloggers like this: