જન-ધન ખાતાઓમાં રૂ. 1.71 લાખ કરોડની થાપણ જમા

– 8.13 કરોડ ખાતાં નિષ્કિય

પ્રધાનમંત્રી જન-ધન યોજના (પીએમજેડીવાય) હેઠળ બેન્કમાં ખોલવામાં આવેલા કુલ ખાતામાંથી 8.13 લાખ ખાતાઓ નિષ્ક્રિય છે. ટકાવારીની રીતે તે કુલ જન-ધન ખાતાના 17.65 ટકા બરાબર છે.

વર્ષ 2014માં શરૂ કરાયેલી જન-ધન ખાતા વિશે સંસદમાં માહિતી આપતા રાજ્યકક્ષાના નાણા મંત્રી ડો. ભગવત કરાડે જણાવ્યુ કે, સક્રિય જન-ધન ખાતાની ટકાવારી માર્ચ 2017માં 60.38 ટકા હતી જે વધીને જૂન 2022માં 82.35 ટકાએ પહોંચી છે. તો આ સમયગાળા દરમિયાન જન-ધન ખાતામાં જમા થયેલી થાપણો પણ રૂ. 62,972 કરોડથી વધીને રૂ. 1,69,879 કરોડે પહોંચી છે. તેમણે ઉમેર્યુ કે, ડિસેમ્બર 2019 સુધી ખોલવામાં આવેલા જન-ધન ખાતાઓની કુલ સંખ્યા 37.76 કરોડ હતી, જેમાંથી 6.88 કરોડ ખાતા નિષ્ક્રિય હતા.

અલબત્ત, પીએમ જન-ધન યોજના પોર્ટલના આંકડા દર્શાવે છે કે 27 જુલાઈ 2022 સુધીમાં, 46.11 કરોડ લાભાર્થીઓ આ યોજના હેઠળ બેંક ખાતા ધરાવે છે અને તેમાં રૂ. 1,71,616.70 કરોડનું બેલેન્સ છે. કુલ 46.11 કરોડ જન-ધન ખાતામાંથી 30.78 કરોડ ખાતા ગ્રામીણ અને 15.33 કરોડ ખાતા શહેરી વિસ્તારમાં હતા. ઉપરાંત કુલ જન-ધન ખાતામાંથી 25.64 કરોડ ખાતા મહિલાઓના છે  

રિઝર્વ બેન્કના નિયમ અનુસાર જો બે વર્ષ સુધી કોઇ બેન્ક ખાતામાં લેવડ-દેવડ ન કરવામાં આવે તો તેને નિષ્ક્રિય ખાતું માનવામાં આવે છે. 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Create a website or blog at WordPress.com

Up ↑

%d bloggers like this: