– ભારત તેની જરૂરિયાતનું 85% તેલ આયાત કરે છે
– ભારતે જૂનમાં પૂરા થતા ત્રણ મહિનામાં 47.5 અબજ ડોલરનું તેલ આયાત કર્યું હતું, ગત વર્ષે તે ગાળામાં જ 25.1 અબજ ડોલરનું તેલ આયાત કર્યું હતું
આ વર્ષના ફેબ્રુઆરીમાં રશિયાએ યુક્રેન ઉપર આક્રમણ કર્યું. તે પછી અમેરિકા અને યુરોપના દેશો સહિત દુનિયાના કેટલાએ દેશોએ તેની ઉપર આર્થિક પ્રતિબંધો મુક્યા હતા. બીજી તરફ રશિયાએ તેના ક્રૂડ તેલના ભાવમાં ભારે મોટો કાપ મુકવો શરૂ કર્યો. તેનો સીધો ફાયદો ભારતે ઉઠાવવો શરૂ કર્યો. કારણ કે એપ્રિલ થી જૂનના ત્રણ મહિનામાં રશિયન ક્રૂડ સઉદી અરબસ્તાન કરતાં પણ સસ્તું રહ્યું હતું. મે મહિનામાં તેના એક બેરલ દીઠ ભાવ ૧૯ ડોલર ઓછા હતા.
ભારત તેની જરૂરિયાતનું ૮૫ ટકા તેલ આયાત કરે છે. તેથી સસ્તા ભાવે મળતું રશિયાનું ક્રુડ આયાત બિલ ઘટાડવામાં સહાય રૂપ બની રહ્યું છે. તેટલું જ નહીં પરંતુ કોરોના, મંદી અને મોંઘવારીના સમયમાં ઓછા ભાવે મળતું ક્રુડ ભારત માટે લાભદાયી બનવા સંભવ છે.
સરકારી ડેટા પ્રમાણે ભારતે આ વર્ષના એપ્રિલથી જૂન સુધીમાં ૪૭.૫ અબજ ડોલરનું તેલ આયાત કર્યું હતું. ગત વર્ષે માત્ર ૨૫.૧ અબજ ડોલર જેટલી જ ખરીદી કરી હતી. તેનું એક કારણ તે પણ છે કે ભારતે તેલ સ્ટોર કરવાની કાર્યવાહી શરૂ કરી છે.
અત્યાર સુધી ભારત સૌથી વધુ ક્રુડ સઉદી અરબસ્તાનમાંથી જ ખરીદતું હતું. પરંતુ હવે રશિયા પાસેથી સૌથી વધુ તેલ ખરીદતાં સઉદી અરબસ્તાનનો ક્રમ બીજો થઈ ગયો છે. તેલની જયાંથી આયાત થાય છે તેમાં રશિયા પ્રથમ ક્રમે આવી રહ્યું છે. ક્રમ પ્રમાણે જોઇએ તો તેલ ખરીદી માટે સૌથી પહેલો નંબર રશિયાનો છે. બીજો સઉદી અરબસ્તાનનો છે, જ્યારે ત્રીજો નંબર ઇરાકનો છે.
Leave a Reply