– નાનપણથી જ પર્વતારોહણ બનવાની રૃચિ ધરાવતી ધ્રુવિ સોનીની અદકેરી સફળતા
– ભારે પવન સાથે વરસાદ, બરફવર્ષા અને સતત બદલાઈ રહેલા ઔમોસમના મિજાજ સહિતની અનેક મુશ્કેલીઓનો સામનો કર્યો હતો
નાનપણાથી જ પર્વતારોહણ બનવાની રૃચિ ધરાવતા સૃથાનિકે ભુજના ધ્રુવિ સોનીએ મનાલીમાં આયોજિત માઉન્ટેન કલાઈબીંગના કોર્સ પૂર્ણ કર્યા બાદ ૧૭૩પ૦ ફીટનું આરોહણ કરનારા પ્રાથમ કચ્છી યુવતી બન્યા છે. આ સાથે જ તેઓ કચ્છના પ્રાથમ યુવતી છે જેમણે મનાલી માઉન્ટેનિરીંગ ઈન્સ્ટીટયુટ ખાતે માત્ર ર૬ દિવસમાં ફિઝીકલી ઘણો જ ચેલેન્જીંગ કહી શકાય તેવો માઉન્ટેનિરીંગ ઈન્સ્ટીટયુટ કોર્સ પૂર્ણ કર્યો હતો જેમાં ૩૦ કિલોથી ભારે બેગ લઈને આરોહણ કરવાનું હોય છે અને સાથે મિલેટ્રી ડિસિપ્લીનનું પણ પુરૃં પાલન કરવાનું હોય છે, જે કચ્છ માટે ગૌરવપૂર્ણ બાબત કહી શકાય.
ર૦૧પાથી જ વિવિાધ સૃથળોએ હિલ કલાઈબીંગ કરતા ધુ્રવી સોનીના નેતૃત્વમાં આયોજિત માઉન્ટેન કલાઈબીંગના પ્રશિક્ષણ સેમિનાર ન માત્ર કલાઈબીંગ પરંતુ તેઓની અધ્યક્ષતામાં અન્ય ૧૦પ પર્વતારોહણને પ્રશિક્ષણ આપવામાં આવ્યું હતું. ધુ્રવિ સોનીએ ૧૭૩પ૦ ફીટનું આરોહણ વિશે પોતાના અનુભવ વિશે વધુમાં જણાવે છે કે, આ અતિ મુશ્કેલ અને જોખમી આરોહણ તેમણે અંદાજિત ત્રણ દિવસમાં પૂર્ણ કર્યું હતું તે દરમિયાન ભારે પવન સાથે વરસાદ, બરફવર્ષા અને સતત બદલાઈ રહેલા મૌસમના મિજાજ સહિતની અનેક મુશ્કેલીઓનો સામનો કરી ૧૭૩પ૦ ફીટ પર પહોંચ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે ધુ્રવિ સોનીએ અગાઉ સપ્ટેમ્બર ર૦૧૯માં પણ ૧૭૩પ૦ ફીટનું આરોહણ કર્યું હતું અને હાલ જુલાઈ-ર૦રરમાં પણ ફરી એકવાર ૧૭૩પ૦ ફીટનું આરોહણ સફળતાપૂર્વક કરનારા કચ્છના પ્રાથમ સાહસિક કચ્છી યુવતી બનવા પામ્યા છે. આ સાહસમાં તેમને ફીટનેશ માટે ૩૬૦ ફીટનેશ પોઈન્ટ-ભુજનો હંમેશા સંપૂર્ણ સહયોગ મળતો રહ્યો છે.
Leave a Reply