– ઓપરેશ્નલ ક્ષમતા YoY ૬૫% વધીને ૫૮૦૦ મેગાવોટ
– ભારતનો સૌ પ્રથમ ૩૯૦ મેગાવોટનો સોલાર-વિન્ડ હાઇબ્રીડ પ્રોજેકટ રાજસ્થાનના જૈસલમેરમાં કાર્યાન્વિત કરાયો
– ઉર્જાનું વેચાણ YoY ૭૩% વધીને ૩૫૫૦ મિલી.યુનિટ પહોંચ્યું
– ક્રિસીલની સસ્ટેનેબીલિટી ૨૦૨૨ની વાર્ષિક બુકમાં ભારતના પાવર સેક્ટરમાં સૌથી વધુ ૧૦૦માંથી ૬૬ અંક અદાણી ગ્રીન એનર્જીને મળ્યા
– રોકડ નફો YoY ૪૮% વધીને રુ.૬૮૦ કરોડ
વૈવિધ્યસભર ઉદ્યોગોના પ્રણેતા અદાણી સમૂહની રીન્યુએબલ એનર્જીની એક પાંખ એવી અદાણી ગ્રીન એનર્જી લિ.(AGEL) એ આજે જૂન ૩૦,૨૦૨૨ના પૂરા થયેલા ત્રિમાસિક ગાળાના પરીણામો જાહેર કર્યા છે.
વીજ પુરવઠામાંથી આવક અને EBITDA માં મજબૂત વૃદ્ધિ ક્ષમતામાં વધારો, સુધારેલ સોલાર અને વિન્ડ CUF અને ઉચ્ચ હાઇબ્રિડ CUFને આભારી છે.
ઉચ્ચ સોલાર, વિન્ડ અને હાઇબ્રિડ CUF દ્વારા સમર્થિત સાતત્યપૂર્ણ EBITDA માર્જિન અને એનર્જી નેટવર્ક ઑપરેશન સેન્ટર દ્વારા વાસ્તવિક સમયના કેન્દ્રિય દેખરેખના પરિણામ સ્વરુપ લાવવામાં આવેલ ખર્ચ કાર્યક્ષમતા
“ઓપરેશન્સ અને મેઇન્ટેનન્સ માટે આધુનિક ટેક્નોલોજી અને એનાલિટિક્સ સંચાલિત કામગીરીના કારણે અદાણી ગ્રીન એનર્જી લિ. ના સોલાર અને વિન્ડ પોર્ટફોલિઓનાાપ્રદર્શનમાં એકધારો સુધારો થઇ રહ્યો છે. અમોને ગર્વ છે કે અમારી ટીમ રાજસ્થાનના જૈસલમેરમાં ૩૯૦ મેગાવોટની ક્ષમતા ધરાવતા ભારતના સૌ પ્રથમ સોલાર-વિન્ડ હાઇબ્રીડ પ્રોજેકટને કાર્યાન્વિત કરવામાં સમર્થ અને સફળ રહી છે આવા અન્ય પ્રોજેકટ્સ સંબંધી ટીમ કામ કરી રહી છે. અમે ગ્રીડ સાથે બંધબેસે એવી સંકલિત કડીસાથે ઉચ્ચ અને કાર્યક્ષમ ખર્ચ સાથે RE પાવર જનરેશનને સક્ષમ કરવા માટે આધુનિક તકનીકોનો ઉપયોગ કરવાનું ચાલુ રાખીશું.”એમ કંપનીના મેનેજીંગ ડિરેક્ટર શ્રી વિનીત એસ. જૈને જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “સાથો સાથ અમે અમારા ESG પ્રયાસોને વધારવા માટે પ્રયત્નશીલ છીએ કે જેની સાથે ટકાઉ ભવિષ્યને ઉજળું બનાવવાની અમારી પ્રતિબદ્ધતા વધુ મજબૂત બની રહી છે. અમે વધુ સ્વતંત્ર ડાયરેક્ટરના પ્રતિનિધિત્વ અને નવી સમિતિઓની રચનાની તરફેણમાં બોર્ડ કમિટીના ચાર્ટરમાં સંશોધન સાથે શરૂ કરેલી સંચાલનની ગુણવત્તાના ધોરણોને મજબૂત કરવાની અમારી યાત્રા ચાલુ રાખીશું.”
અદાણી ગ્રીન એનર્જી લિ. વિષે
ભારત સ્થિત અદાણી સમૂહનો એક હિસ્સો અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ (AGEL), ૨૦.૪ GW ના એકંદર પોર્ટફોલિયો સાથે સૌથી મોટા વૈશ્વિક રિન્યુએબલ પોર્ટફોલિયો પૈકીનો એક ધરાવે છે, જેમાં ઓપરેટિંગ, અંડર-કન્સ્ટ્રક્શન, એવૉર્ડ અને એક્વિઝિશન હેઠળની સંપત્તિઓ ઇન્વેસ્ટમેન્ટ-ગ્રેડ કાઉન્ટરપાર્ટીઝનો સમાવેશ થાય છે. કંપની યુટિલિટી-સ્કેલ ગ્રીડ-કનેક્ટેડ સોલાર અને વિન્ડ ફાર્મ પ્રોજેક્ટ્સ વિકસાવે છે, બનાવે છે, માલિકી ધરાવે છે, સંચાલિત કરે છે અને જાળવે છે. કંપનીના મુખ્ય ગ્રાહકોમાં સોલર એનર્જી કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (SECI), નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન (NTPC) અને વિવિધ રાજ્ય ડિસ્કોમનો સમાવેશ થાય છે. 2018 માં લિસ્ટેડ, અદાણી ગ્રીન એનર્જી લિ. આજે USD ૪૬ બિલિયન માર્કેટ કેપ કંપની છે જે ભારતને તેના COP21 લક્ષ્યોને પૂર્ણ કરવામાં મદદ કરે છે.
Leave a Reply