– આવનારો આ પ્લાન્ટ ખેડૂતો માટે લાભદાયી રહેશે એવો આશાવાદ સર્વે ગ્રામજનોએ વ્યક્ત કર્યો હતો
અદાણી વિલ્મરના વિસ્તરણ અંગેની પર્યાવરણીય લોક-સુનાવણી યોજાઇ હતી, પ્રાગપર ખાતેે આવેલ અદાણી વિલ્મર લી. ના કેસ્ટર ઓઇલ પ્લાન્ટના વિસ્તરણથી આકાર લેનાર પ્લાન્ટ અંગેની લોકસુનાવણીમાં આસપાસના લગભગ 38 ગામોના લોકો દ્વારા હાજરી આપવામાં આવી હતી તથા સમગ્ર લોકસુનાવણી યોજાઈ હતી.
આ લોક સુનાવણી ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અધિકારી શ્રી રાજેશકુમાર પરમાર (પ્રાદેશિક અધિકારી શ્રી, ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ, પૂર્વ કચ્છ) દ્વારા શરૂ કરવામાં આવી હતી, જેમને યોજના સંબંધી સામાન્ય માહિતી આપી હતી. લોકસુનાવણીના અધ્યક્ષ પદે કચ્છ કલેકટર વતી શ્રી પી. ટી. પ્રજાપતિ (સબડીવીઝન મેજીસ્ટેટ, મુન્દ્રા – કચ્છ) ઉપસ્થિત રહી, તેઓ એ જણાવ્યું હતું કે લોકોને પોતાના વિચારો લેખિત અને મૌખિકમાં રજૂ કરી શકશે.
ત્યારબાદ લોકસુનાવણી શરૂ થયેલ અને આ લોકસુનાવણીમાં ઉપસ્થિત લોકો દ્વારા વિવિધ સૂચનો કરવામાં આવ્યા હતા જેની નોંધ લેવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે અદાણી ગ્રુપ માત્ર ઔદ્યોગિક ક્ષેત્રને સીમિત રાખીને ચાલતું નથી પરંતુ લોક સુખાકારી દ્વારા જીવનના ધબકાર ઝીલતું વૈશ્વિક ગ્રુપ છે. આ ગ્રુપ અનેક દિશામાં પાંખો ફેલાવી છે સાથે સમાજને બેઠું કરવા પણ કૃતનિશ્ચયી છે.
અત્રે એ મહાન અને ધ્યાનાકર્ષિક કાર્ય છે કે અદાણી વિલ્મરએ કોર્પોરેટ સામાજિક જવાબદારી પહેલના ભાગરૂપે દુર્ગમ વિસ્તારોમાં રહેતા લોકોમાં કુપોષણ અને એનિમિયા સામેની લડાઈમાં અદાણી ગ્રુપ ની CSR શાખા અદાણી ફાઉન્ડેશન સાથે કાર્યરત છે ઉપરાંત શિક્ષણ, આરોગ્ય અને અન્ય માળખાકીય સુવિધાઓ અંગે કાર્યરત છે.
પ્રાગપર ખાતે અદાણી વિલ્મર દ્વારા પ્લાન્ટનું વિસ્તરણ કરવામાં આવશે. આ પ્રોજેક્ટના અનેક ફાયદા છે. ઉત્પાદનથી દેશનું અર્થતંત્ર તો વેગવંતુ બનશે પરંતુ જન સમુદાયના એક વર્ગ માટે કરવામાં આવનાર કામ અને તેની જીવનદીશા બદલનારું કામ સામાજિક નવચેતનાની દિશામાં અદેકારું બની રહેશે.
પાણીનું વ્યવસ્થાપન:
અદાણી વિલમારના આ એકમ માટે GWIL / APSEZL પાસેથી પાણી મેળવવામાં આવશે. સાથે યોજના દ્વારા ઉત્પન્ન થનારા પાણીને રિસાઈકલ કરી કુલિંગ, વોશિંગ તથા બાગકામના હેતુ થી ફરી પ્લાન્ટમાં જ ઉપયોગમાં લેવાશે, આજુબાજુ ના પર્યાવરણનું જતન થાય તે માટે ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડના અને સેન્ટ્રલ પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડના તમામ ધારા ધોરણ લાગુ કરવામાં આવ્યા છે.
પ્રોજેક્ટ ના લાભ :
મેક ઈન ઇન્ડિયા અંતર્ગત પર્યાવરણને અનુકૂળ આધુનિક ટેક્નોલોજી દ્વારા ઉત્પાદન, પ્રોજેક્ટના બાંધકામ માટે કુશળ, અર્ધ-કુશળ તથા બિનકુશળ શ્રમિકોને રોજગારી, આ ઉપરાંત ઉપર જણાવ્યા મુજબ સામાજિક રોકાણ, આરોગ્ય સંભાળ, શિક્ષણ, સ્વચ્છતા, માળખાગત સુવિધા અને અન્ય ક્ષેત્રોને સુધારવામાં મદદ કરશે.
અત્રે ઉપસ્થિત લોકોના સૂચનોના કંપનીના એન્વાયર્નમેન્ટ ડિપાર્ટમેન્ટના અધિકારી સ્નેહલ જરીવાલા મુદ્દાસર અને સંતોષકારક જવાબો આપ્યા હતા. જ્યારે લોકોની આરોગ્ય-શિક્ષણની સુખાકારીના સૂચનોના પ્રત્યુત્તર ફાઉન્ડેશનના પંક્તિબેન શાહે આપ્યા હતા.
આ પ્રસંગે અદાણી વિલ્મરના પ્લાન્ટ હેડ તથા કંપનીના જુદા-જુદા વિભાગમાંથી ઓફિસરો અને ફાઉન્ડેશનની ટીમ ઉપસ્થિત રહી હતી. સમગ્ર લોકસુનાવણીની વીડિયોગ્રાફી કરવામાં આવી હતી. આમ, પ્રાગપર ખાતે અદાણી વિલમાર લિમિટેડના પ્રોજેક્ટ સાથે સ્થાનિક સુખાકારી તથા અર્થતંત્ર ધબકતું થશે.
Leave a Reply