દેશમાં અનેક કંપનીઓમાં ડિજીટલ ટેક્નોલોજીના વધતા વપરાશને કારણે ડેટા એનાલિટિક્સ અને જાવા ટેક્નોલોજીમાં આવડત અને ઉચ્ચ કુશળતા ધરાવતા કર્મચારીઓની માંગ વધી છે. દેશમાં વિશાળ ડિજીટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને કારણે નવી ટેક્નોલોજીનો સ્વીકાર કરવાનો ટ્રેન્ડ ફૂલ્યોફાલ્યો છે. પબ્લિક ડિજીટલ પ્લેટફોર્મ્સની પણ તેમાં અગત્યની ભૂમિકા છે.
બિઝનેસ સોલ્યુશન્સ પ્રોવાઇડર ક્વેસમાં આ જાણકારી અપાઇ છે. મોટા ભાગના સેક્ટર્સમાં ખાસ કરીને ડેટા એનાલિટિક્સ, જાવા ટેક્નોલોજી, ક્લાઉડ ઇન્ફ્રા ટેક્નોલોજી, ફૂલ સ્ટેક ટેક્નોલોજી, UI અને UXની એપ્રિલ-જૂન 2022માં સૌથી વધુ માંગ જોવા મળી છે.
સૌથી વધુ માંગ બેંગ્લુરુમાં ડેટા એનાલિટિક્સની 40 ટકા જોવા મળી હતી ત્યારબાદ હૈદરાબાદમાં 30 ટકા માંગ રહી હતી. જ્યારે પુણે અને બેંગ્લુરુમાં અનુક્રમે જાવા ટેક્નોલોજીનું જ્ઞાન ધરાવતા કર્મચારીઓની 40 અને 25 ટકા જેટલી માંગ નોંધાઇ હતી. બેંગ્લુરુમાં ક્લાઉડ ઇન્ફ્રા ટેક્નોલોજીની માંગ 60 ટકા અને ચેન્નાઇમાં 15 ટકા જોવા મળી હતી. ત્યારબાદ બેંગ્લુરુમાં ફૂલ સ્ટેક ડેવલપર્સની માંગ 72 ટકા તેમજ પુણેમાં 14 ટકા રહી હતી.
IT મેટ્રો હબમાં સૌથી વધુ ટેક હાયરિંગ
એપ્લિકેશન ટ્રેકિંગ સિસ્ટમમાં રહેલા બિલ્ટ ઇન એલ્ગોરિધમથી આ રિપોર્ટ પ્રકાશિત કરાયો છે. આ એપ્લિકેશન ટ્રેકિંગ અલગ અલગ પદો માટે ઉમેદવારોની અનિવાર્યતાનું આકલન કરે છે. દેશમાં ખાસ કરીને આઇટી હબ ગણાતા મેટ્રો શહેરોમાં ડિજીટલ સ્કીલ ઉમેદવારોનું હાયરિંગ વધુ રહ્યું છે.
Leave a Reply