– ૨૮ જુલાઇ વિશ્વ હેપેટાઈટીસ ડે
– આ રોગથી બચવા શરાબ અને ધૂમ્રપાનનો ત્યાગ કરવો: મેડિસિન વિભાગે આપ્યું માર્ગદર્શન
વિશ્વ સમસ્તમાં ૨૮મી જુલાઈના રોજ હેપેટાઈટીસ ડે મનાવવામાં આવે છે. આ લીવર (યકૃત) સાથે જોડાયેલી બીમારી છે.જેમાં લીવર અંદર સોજો આવે છે.જો તેનો ઈલાજ ન થાયતો ગંભીર બીમારી થઇ શકે છે.તેના એ.બી.સી.ડી અને ઈ એમ પાંચ પ્રકાર છે.જી.કે.જનરલ હોસ્પિટલના મેડિસન વિભાગે આ બીમારી તેના લક્ષણ અને ઉપાય સૂચવ્યા છે.
જી.કે. જનરલ હોસ્પિટલના મેડિસન વિભાગના હેડ ડો.યેશા ચૌહાણે આ દિવસ અંગે માહિતી આપતા કહ્યું કે,આ બીમારીના પાંચ પ્રકાર પૈકી બી પ્રકાર વધુ જોવા મળે છે.સંકેત અંગે તેમણે જણાવ્યુ કે,પેટના ઉપરના ભાગમાં દુઃખાવો થાય છે.ભૂખ ઓછી થાય છે, તાવ આવે, પેશાબનો રંગ પીળો પડી શકે તેમજ ત્વચા અને આંખ પીળી થઈ જાય છે.
હેપેટાઇટીસના બચાવ અને ઉપાય અંગે તેમણે કહ્યું કે દુસિત પાણી પીવાથી બચવું જોઈએ, સાફ સફાઈ ઉપર વિશેષ ધ્યાન આપવું જોઈએ. શરાબ, તંબાકુ અને ધૂમ્રપાનથી દૂર રહેવું, ટેટૂ કરાવતી વખતે સ્ટર્લાઇજ નીડલ લેવી. પોતાના ટૂથબ્રશ અને રેજર બીજાને ઉપયોગ કરવા ના આપવા. તેમજ સુરક્ષિત શારીરિક સબંધ અપનાવવા અને યોગ, વ્યાયામ અને ચાલવાની આદત કેળવવી. ખાસ કરીને વેક્સિન લગાવવી જરૂરી છે.
હેપેટાઈટીસ બે પ્ર્કરના હોય છે એક એકયુટ અને બીજો ક્રોનીક. ક્રોનીકમાં બી અને સી તેમજ એકયુટમાં એ અને ઇ હોય છે. બ્લડ ટેસ્ટથી આ રોગનો નિદાન થઈ શકે છે. ટેસ્ટ પોજીટીવ આવે તો તબીબની સલાહ મુજબ ઈલાજ શરૂ કરી દેવું જોઈએ. જી. કે. જનરલ હોસ્પિટલ અને અદાણી મેડિકલ કોલેજ મારફતે છેલ્લા જાન્યુઆરી થી જૂનમાં ૧૧૦૦૦ ઉપરાંત આ રોગના ટેસ્ટ કરવામાં આવ્યા છે, એમ કોલેજના માઇક્રોબાયોલોજી વિભાગના પ્રાધ્યાપક ડો. હિતેશ આસુદાનીએ જણાવ્યુ હતું.
Leave a Reply