– બર્મિંગહામમાં BCCI જીત્યું હરાજી
– ભારતની યજમાનીમાં છેલ્લી વખત મહિલાઓનો 50 ઓવરનો વર્લ્ડ કપ 2013માં આયોજિત કરવામાં આવ્યો હતો
ભારત 2025માં મહિલાઓના 50 ઓવરના વર્લ્ડ કપ (Women’s ODI World Cup)ની યજમાની કરશે. BCCIએ મંગળવારે બર્મિંઘમમાં પૂર્ણ થયેલી ICCની વાર્ષિક કોન્ફરન્સ દરમિયાન આ મેગા-ટૂર્નામેન્ટ માટે બોલી જીતી લીધી હતી. હવે એક દાયકા કરતા પણ વધુ સમય બાદ દેશ ફરીથી ICCના આ મહત્વાકાંક્ષી ટૂર્નામેન્ટની યજમાની કરશે.
ભારતની યજમાનીમાં છેલ્લી વખત મહિલાઓનો 50 ઓવરનો વર્લ્ડ કપ 2013માં આયોજિત કરવામાં આવ્યો હતો. ત્યારે તે વિશ્વકપમાં મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ફાઈનલ મુકાબલામાં ઓસ્ટ્રેલિયાએ વેસ્ટ ઈન્ડિઝને 114 રનથી હરાવીને ચેમ્પિયન બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું હતું.
ICC તરફથી આવેલા નિવેદન પ્રમાણે BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ કહ્યું કે, અમે ICC મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ 2025ની યજમાની કરવા માટે ઈચ્છુક હતા અને અમને ખુશી છે કે, અમને તેની યજમાની મળી ગઈ.
અન્ય ત્રણ ICC મહિલા ટૂર્નામેન્ટની યજમાનીની પણ ઘોષણા મંગળવારે કરવામાં આવી હતી. વર્ષ 2024માં T20 વર્લ્ડ કપની યજમાની બાંગ્લાદેશ કરશે. 2026ના T20 વર્લ્ડ કપનું આયોજન ઈંગ્લેન્ડમાં કરવામાં આવશે જ્યારે 2027ના T20 વર્લ્ડ કપની યજમાની શ્રીલંકાને મળી છે.
Leave a Reply