– ભારતના રાષ્ટ્રપતિની ચૂંટણી અંગે તિબેટી નેતાનું કથન
– સેન્ટ્રલ તિબેટીયન એડમિનિસ્ટ્રેશનના વડાએ દ્રૌપદી મુર્મુની રાષ્ટ્રપતિ પદની ચૂંટણીની પ્રશંસા કરી
દેશવટો ભોગવી રહેલા તિબેટના નેતા સેરિંગે ભારતની લોકશાહીની પ્રશંસા કરતાં કહ્યું હતું કે એક આદિવાસી મહિલા પણ પ્રમુખ પદે પહોંચી શકે તે ખરો વિકાસ છે, ભારતની લોકશાહીનું તે આગેકદમ છે. ભારતમાં લોકશાહીની સફળતાની પ્રશંસા કરતાં તેમણે કહ્યું હતું કે એક સામાન્ય પાશ્ચાદ ભૂમિકામાંથી આવેલાં દ્રૌપદી મુર્મુએ અનેક મુશ્કેલીનો સામનો કરી જન સેવા કરવાનું અવિરત રાખ્યું હતું. ભારતના પ્રમુખપદે પહોંચેલાં એ પહેલાં આદિવાસી મહિલા છે જે ભારતની લોકશાહીનું આગે કદમ દર્શાવે છે.
તેઓએ કહ્યું હતું કે તિબેટ તરીકે અમે ભારતના દરેક વડાપ્રધાન અને દરેક પ્રમુખને આદરણીય ગણીએ છીએ. તેઓ જાણે કે અમારા જ પ્રમુખ અને અમારા જ વડાપ્રધાન હોય તેમ માનીએ છીએ. ભારતના નવા પ્રમુખ તરીકે ચૂંટાયેલાં દ્રૌપદી મુર્મુ માટે મને ઘણું જ માન છે. સામાન્ય પાશ્ચાદ ભૂમિમાંથી આવેલાં સુશ્રી મુર્મુએ પોતાનાં કુટુમ્બના કઠોર સંયોગોમાં પણ ભારતની જનતાની વિવિધ પદોએ રહી સેવા કરી છે.
આ સાથે, આ તિબેટી નેતાએ ભારતીય લોકશાહીની પ્રશંસા કરી હતી.
ચીન વિષે બોલતાં તેઓએ કહ્યું હતું કે ચીને ભારત પાસેથી ઘણું ઘણું શીખવાનું છે. ચીન લોકશાહી અંગે ઘણું ઘણું કહે છે પરંતુ તે ચીનની ભાષામાં છે. લોકશાહી તે એક વિચાર છે કે જે મોટા ભાગના દેશો અનુસરે છે. તે એ દેશો છે કે જેઓ મુક્તિ અને માનવીય ગૌરવને બહુમૂલ્ય ગણે છે. તેમપણ સેરિંગે જણાવ્યું હતું. જો લોકશાહી ભારતમાં અમલી થઇ શકે તો, ચીનમાં શા માટે અમલી ન થઇ શકે ?
Leave a Reply