અદાણી ગ્રુપ ના ચેરમેન શ્રી ગૌતમ અદાણી એ વાણિજ્ય વર્ષ 2021-22 ની વાર્ષિક સામાન્ય સભા ને સંબોધી

આપણું જગત વર્તમાન સમયમાં  અજાણ સ્થિતિમાંથી પસાર થઇ રહયું છે એમ કહેવું એ અલ્પોક્તિ હશે. વિસ્તૃત ફુગાવો, અન્ન પુરવઠામાં અવરોધ, માનવીના વિસ્થાપનમાં વધારો, ખુલ્લી આરોગ્યસંભાળની પ્રથા, સ્થગિત થયેલું શિક્ષણનું સ્તર, ચલણની અસ્થિરતા અને રોજગારીનું નિરાકરણ એ તમામ બાબતો બહુ-સ્તરીય કટોકટીની હાનીકારક અસરોના સંકેતો છે જે દરેક રાષ્ટ્રની સ્થિતિસ્થાપકતાની કસોટી કરી રહી  છે.

ચર્ચા કરવાનો જ્યારે હંમેશા અવકાશ હોય ત્યારે તાજેતરની ઘટનાઓ તરફ નજર કરીએ તો એ વાતનો કોઈ ઇનકાર શકે નહીં કે મોટાભાગના દેશો કરતાં ભારત કોવિડ -૧૯ની મહામારીનું સંચાલન કરવામાં વધુ સારી રીતે અલગ તરી આવ્યું છે. માત્ર છેલ્લાં દોઢ મહિનામાં ભારતે બસ્સો કરોડ રસીના ડોઝ આપ્યા છે જે ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા અને યુરોપ એ ત્રણ ખંડોની સંયુક્ત વસ્તી કરતાં વધુ છે. હું માનુ છું કે દુનિયા આ બાબતને  ઐતિહાસિક શિખ તરીકે જોશે. આ ઐતિહાસિક સિધ્ધિ અજોડ છે અને કોઇપણ પરિસ્થિતિમાંથી બહાર આવવા ભારત સક્ષમ છે તેનો આ પૂરાવો છે. ભારતની સ્થિતિસ્થાપક્તાને તે યોગ્ય ઠરાવે છે.

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષમાં ભારતે તેની ગરિમાને મજબૂતીથી જાળવી રાખવા સાથે તેનું વલણ પણ પકડી રાખ્યું છે. ભારતનો રાજદ્વારી દરજ્જો તેના આત્મવિશ્વાસની નિશાની છે અને કોઇનો પક્ષ લેવા માટે વૈશ્વિક દબાણ હોવા છતાં આપણે જે રીતે આપણી જાતને સંભાળી છે તેના પર ભારતના દરેક નાગરિકે ગર્વ અનુભવવો જોઈએ. આત્મવિશ્વાસથી ભરપૂર એક નવા ભારતની આ નિશાની છે અને બહુધ્રુવીયતાની દુનિયામાં ભારતને આગામી વર્ષોના અગ્રદૂતની ભૂમિકામાં જોવાની આપણે અપેક્ષા રાખવી જોઈએ.

ઉપરાંત જ્યારે વારંવાર આપણે ક્લાયમેટ ચેન્જ પર ભાષણ આપતા હોઈએ છીએ ત્યારે આપણે બહુ ઓછા એવા દેશોમાંના એક છીએ કે જેણે કોવિડની મહામારી અને ઉર્જા કટોકટીની તંગ સ્થિતિ હોવા છતાં પોતાના રીન્યુએબલ એનર્જીની ફુટપ્રિન્ટને વેગ આપ્યો છે. અમે આ એવા સમયે કર્યું છે જ્યારે ઘણા વિકસિત દેશોએ રીન્યુએબલ એનર્જીના લક્ષ્યો તરફ આગળ વધવાની બાબતને વિરામ આપ્યો છે. ૨૦૧૫થી ભારતની રિન્યુએબલ એનર્જીની ક્ષમતા લગભગ ૩૦૦% વધી છે. હકીકતમાં ૨૦-૨૧ ની સરખામણીમાં ગત વર્ષમાં રીન્યુએબલ એનર્જીના ક્ષેત્રમાં મૂડી રોકાણમાં ૧૨૫%નો આશ્ચર્યજનક વધારો જોવા મળ્યો હતો. ભારતની જરૂરિયાતના ૭૫% થી અધિક વધારાની માંગ રીન્યુએબલ એનર્જીના ઉત્પાદનના ઉમેરા દ્વારા પૂરી થવાની અપેક્ષા હોવાના કારણે આ ક્ષેત્રમાં ભારત હવે અટકશે નહી

આ સંદર્ભમાં આપણી સરકારે જે રીતે તેની ભૂમિકા અદા કરીને સર્વાંગી સંતુલન કાર્યનું સંચાલન કર્યું છે તેનો યશ સરકારને આપવો જ જોઈએ. ઉપરાંત જ્યાં અન્ય ઘણી મોટી અર્થવ્યવસ્થાઓ મંદીના વલણોનો સામનો કરી રહી છે ત્યારે કોવિડની કટોકટીમાંથી બહાર આવીને એવા ભયાવહ વાતાવરણમાં આપણે સૌથી ઝડપથી વિકસતી મુખ્ય અર્થવ્યવસ્થા બની ગયા છીએ. અમારા વ્યવસાયોમાંથી અમે જે સંકેતો જોઈ રહ્યા છીએ તે જોતાં મને શ્રધ્ધા છે કે આ વર્તમાન વર્ષમાં ભારતનો અંદાજિત જીડીપી વૃદ્ધિનો ૮%નો આંક ઘણો હાંસલ કરી શકાય તેમ છે.

હું અમારી કંપની વિશે વાત કરું તો ૨૦૨૧-૨૨નું વર્ષ અદાણી સમૂહ માટે બીજું બ્રેકઆઉટ વર્ષ હતું. મેં ઘણીવાર કહ્યું છે કે અમારા ભૂતકાળમાંની અમારી માન્યતા ભવિષ્યમાં વિશ્વાસ કરવાની અમારી  ક્ષમતાને વ્યાખ્યાયિત કરે છેે જેનું રુપાંતર હાલમાં અમે જે મોટા સાહસ કરીએ છીએ તેમાં થઇ રહ્યું છે. ના તો અમે ક્યારેય ભારતમાં  રોકાણ કરવાથી દૂર ગયા નથી કે કદાપી  અમારા રોકાણને અમે ધીમું કર્યું નથી. અમે માનીએ છીએ કે અમારું કદ,અમારો વૈવિધ્યસભર વ્યવસાય અને અમારા દેખાવના દરજ્જાનો ટ્રેક રેકોર્ડ બજારની વિવિધ પરિસ્થિતિઓમાં સારો કારોબાર ચાલુ રાખવા માટે અમોને ખૂબ તાકાતવાન બનાવે છે.આપણા દેશ અને દેશવાસીઓની આકાંક્ષાઓમાં અમારા વિશ્વાસમાંથી અમારી શ્રધ્ધા જન્મે છે. અદાણી સમૂહની સફળતા ભારતની વિકાસ ગાથા સાથેના તેના જોડાણ પર આધારિત છે. ભારત જેટલું મોભાદાર સ્થાન ધરાવતું અન્ય કોઈ રાષ્ટ્ર નથી એવો મારો મજબૂત અભિપ્રાય છે.  

ભારતના ગ્રીન ટ્રાન્ઝિશનની સુવિધા માટે અમારું ૭૦ બિલિયન ડોલરનું રોકાણ ભવિષ્યમાં અમારા વિશ્વાસ અને માન્યતાના દર્શનનો શ્રેષ્ઠ પુરાવો છે. અમે શરુથી જ સૌર ઊર્જાના વિશ્વના સૌથી મોટા વિકાસકર્તાઓમાંના એક બની રહ્યા છીએ. રિન્યુએબલ્સમાં અમારી તાકાત ગ્રીન હાઇડ્રોજનને ભવિષ્યનું બળતણ બનાવવાના પ્રયાસમાં આપણને વિશાળ પ્રમાણમાં સશક્ત બનાવશે. ભારતને તેલ અને ગેસની આયાત પર વધુ પડતા નિર્ભર દેશમાંથી એક એવા દેશ તરફ લઈ જવાની રેસમાં અમે આગળ વધી રહ્યા છીએ જે આવનારા દિવસોમાં સ્વચ્છ ઊર્જાનો ચોખ્ખો નિકાસકાર બની શકે છે. આ એક એવું પરિવર્તન હશે જે અસાધારણ રીતે ભારતની ઉર્જા ફુટપ્રિન્ટને ફરીથી આકાર આપવામાં મદદ કરશે.

હવે અમે જ્યારે એક મુખ્ય વૈશ્વિક રિન્યુએબલ એનર્જીનો પોર્ટફોલિયો ધરાવીએ છીએ તેની સાથોસાથ અમે છેલ્લા ૧૨ મહિનામાં અન્ય ઘણા ઉદ્યોગોમાં પણ નોંધપાત્ર પ્રગતિ કરી છે. એક જ હરણફાળ ભરી અમે ભારતમાં સૌથી મોટા એરપોર્ટ ઓપરેટર બની ગયા છીએ. આજે આપણે જે એરપોર્ટનું સંચાલન કરીએ છીએ તેની આસપાસ  એરો-ટ્રો-પોલીસ વિકસાવવા અને સ્થાનિક સમુદાય આધારિત આર્થિક કેન્દ્રો બનાવવાના વ્યવસાયો તરફ અમે ધ્યાન કેન્દ્રીત કર્યું છે. 

અમે ભારતના ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રના નિર્માણકાર તરીકે વિકાસ કરી રહ્યા છીએ, દેશના કેટલાક સૌથી મોટા રોડ કોન્ટ્રાક્ટ અમોને મળ્યા છે અને બંદરો, લોજિસ્ટિક્સ, ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રિબ્યુશન, સિટી ગેસ અને પાઇપ્ડ નેચરલ ગેસ જેવા વ્યવસાયમાં પહેલેથી જ અમે નોંધપાત્ર બજાર હિસ્સો વધારતા રહ્યા છીએ. અદાણી વિલ્મરના અમારા સફળ આઇપીઓએ અમોને દેશની સૌથી મોટી FMCG કંપની બનાવી છે અને ભારતમાં હોલ્સિમની મિલ્કતોના સંપાદન કે જેમાં સમગ્ર ભારતની બે સૌથી વધુ માન્યતા પ્રાપ્ત બ્રાન્ડ નામો એસીસી અને અંબુજા સિમેન્ટ્સ નો સમાવેશ થાય છે તેને પગલે હવે અમે ભારતમાં બીજા નંબરના સૌથી મોટા સિમેન્ટ ઉત્પાદક છીએ. કારોબારના સ્થળો નજીક અમારા સંલગ્નતા-આધારિત બિઝનેસ મોડલનું આ ઉત્તમ ઉદાહરણ છે. ઉપરાંત અમે ડેટા સેન્ટર્સ, ડિજિટલ સુપર એપ્સ અને ઔદ્યોગિક ક્લાઉડથી લઈને સંરક્ષણ અને એરોસ્પેસ, ધાતુઓ અને સામગ્રી સુધીના ક્ષેત્રોમાં પણ પ્રવેશ કર્યો છે  આ તમામ ભારત સરકારના આત્મનિર્ભર વિઝન સાથે જોડાયેલા છે.

આ વર્ષે અમારી સંયુક્ત ગ્રૂપ માર્કેટ મૂડી ૨૦૦ બિલિયન ડોલરને વટાવી ગઈ છે. અમે આંતરરાષ્ટ્રીય બજારોમાંથી અબજો ડોલર એકત્ર કરવામાં સક્ષમ રહ્યા છીએ. જે ભારત અને અદાણીની પ્રગતિની કીતાબમાં વિશ્વાસની સીધી આપૂર્તિ કરે છે. અમારી વૃદ્ધિ અને સફળતાને સમગ્ર વિશ્વએ વધાવી છે. હવે કેટલીક વિદેશી સરકારો તેઓના ભૌગોલિક વિસ્તારોમાં કામ કરવા અને તેમનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવામાં મદદ કરવા માટે અમારી પાસે આવી રહી છે. તેથી ૨૦૨૨માં અમે ભારતની સરહદ પાર વ્યાપક વિસ્તરણ મેળવવાનો પાયો પણ નાખ્યો છે.

અમારા રોકડ પ્રવાહમાં મજબૂત અને સતત વૃદ્ધિ દ્વારા અમારા વધતા બજાર મૂડીકરણને સમર્થન મળ્યું છે. અમારા સમગ્ર પોર્ટફોલિયોમાં ઓપરેશનલ ઉત્કૃષ્ટતા પર અમારું ધ્યાન અને એક્ક્રેટિવ ક્ષમતા વધારાએ ૨૬% ની EBITDA વૃદ્ધિ પહોંચાડી છે. પોર્ટફોલિયો EBITDA રુ. ૪૨,૬૨૩ કરોડ હતો. નાણાકીય વર્ષ ૨૨માં આ વૈવિધ્યસભર વૃદ્ધિ અમારા વ્યવસાયોની શ્રેણીમાં પ્રતિબિંબિત થઈ હતી. અમારા યુટિલિટી પોર્ટફોલિયોમાં ૨૬%નો વધારો થયો છે. અમારો ટ્રાન્સપોર્ટ અને લોજિસ્ટિક્સ પોર્ટફોલિયો ૧૯% વધ્યો છે. અમારો FMCG પોર્ટફોલિયોમાં ૩૪%નો વધારો અને અદાણી એન્ટરપ્રાઇઝ લિ.,ના અમારા ઇન્ક્યુબેટર બિઝનેસમાં ૪૫%ના થયેલા વધારાએ પુરવાર કર્યું છે કે અદાણી એન્ટરપ્રાઇઝ લિ.,(AEL) ના અનોખા બિઝનેસ મોડલની સમકક્ષ કોઈ નથી તેનો અમે તેનો મહત્તમ લાભ લેવા ઈચ્છીએ છીએ. AEL ની આ ઊંચી ઉડાન હવે પછી આવનારા મોટા દસકા સુધી નવા વ્યવસાયોના સતત વિકાસ માટે અદાણી સમૂહને વિશ્વસનીય પાયો પૂરો પાડે છે.

જ્યારે આપણે ભૂતકાળમાં ડોકીયું કરીને સંતોષ અનુભવી શકીએ છીએ ત્યારે લાગે છે કે આપણે વાસ્તવિક ગતિ એકત્ર કરી રહ્યા છીએ. બે દાયકામાં અમે જે હાંસલ કરી શક્યા છીએ એ એકબીજાની નજીકના વ્યવસાયોમાં ઝડપી વિસ્તરણના આધારે ભારતનો સૌથી મોટો સંકલિત ઈન્ફ્રાસ્ટ્રક્ચર બિઝનેસ બની ગયો છે. આના પરિણામે અમારું એક સંકલિત ‘પ્લેટફોર્મ ઑફ પ્લેટફોર્મ’ માં રૂપાંતર થયું છે જે લોજિસ્ટિક્સ પ્લેટફોર્મ સાથે એનર્જી પ્લેટફોર્મને જોડે છે આ બંને અમને ભારતીય ગ્રાહક સુધી પહોંચવામાં મદદ કરે છે. જેની પાસે આગામી કેટલાક દાયકાઓ સુધી અમર્યાદિત B2B અને B2C માર્કેટમાં સંભવિત ઍક્સેસ સાથે આવું અનન્ય બિઝનેસ મોડલ હોય એવી આજે કોઈ કંપની હોય તે મારી  જાણમાં નથી 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Create a website or blog at WordPress.com

Up ↑

%d bloggers like this: