– 35 થી પણ વધુ વેટરનરી ડોક્ટર્સ અને પાયલોટ કમ ડ્રેસર ઢોરોની સારવાર કરશે
પશુપાલન વિભાગ અને જીવીકેના સંયુક્ત ઉપક્રમે ગુજરાતમાં કાર્યરત દસ ગામ દીઠ ફરતા પશુ દવાખાનાં 1962 હાલ કામગિરી નજરે આવી છે. કચ્છ જિલ્લામાં અત્યારે પશુઓમાં લંપી સ્કિન ડીસીજ નામનો રોગે કહેર મચાવ્યો છે. ત્યારે ઉત્તર ગુજરાતમાં કાર્યરત 1962 દસ ગામ દીઠ ફરતા મોબાઈલ પશુ દવાખાનાં માંથી 35 એમ્બ્યુલન્સ કચ્છ જિલ્લામાં આવી છે.
જેમાં કુલ 35 થી પણ વધુ વેટરનરી ડોક્ટર્સ અને પાયલોટ કમ ડ્રેસર તૈયારી સાથે સજ્જ છે. આ ટીમ દ્વારા કચ્છ જિલ્લામા પશુપાલન વિભાગ સાથે સંકલનમાં રહી પશુપાલકોના પશુઓને વેક્સીનેસન, સારવાર અને માર્ગદર્શન આપવામાં આવશે. પ્રોગ્રામ મેનેજર ડૉ. મયંક પટેલ અને પ્રોજેક્ટ કો – ઓર્ડીનેટર હાર્દિક બારોટ દ્વારા તેમનું ટીમનું સંચાલન કરવામાં આવી રહ્યું છે.
Leave a Reply