અદાણી ફાઉન્ડેશન દ્વારા “લમ્પી સ્કીન ડીસીઝ“ થી બચાવવા સારવાર અને ડોક્ટરી માર્ગદર્શનની સેવા ચાલુ કરવામાં આવી

ગાય વર્ગના પશુઓમાં આવેલ મહામારી “લમ્પી સ્કીન ડીસીઝ“ થી બચાવવા માટે ફરતા મેડિકલ વાહન દ્વારા સારવાર સેવા ચાલુ કરવામાં આવી.

વિવિધ ગામોમા ૧,૦૫૦ થી વધારે પશુઓને સારવાર આપવામાં આવી

અદાણી ફાઉન્ડેશન દ્વારા હાલમાં ગાય વર્ગમાં ચાલી રહેલી ભયંકર જીવલેણ બીમારીથી બચાવવા માટે તથા નબળા અને નધણિયાતા પશુઓની સારવાર તથા રસીકરણ માટે ફરતા મેડિકલ વાહન દ્વારા કામગીરી  હાથ ધરવામાં આવી છે.

તારીખ ૨૦/૭/૨૦૨૨ થી મોટી ખાખર ગામે મુંદરા તાલુકા વિકાસ અધિકારી અનિલભાઈ આર. ત્રિવેદીના હસ્તે શરૂઆત કરવામાં આવી હતી. આ મેડિકલ વાહનમાં ગાયને દૂ:ખાવામાં રાહત આપતી તમામ દવાઓ, રસીકરણ, મિનરલ્સ, દર્દ શામક સ્પ્રે, નબળા પશુઓ માટે ઘઉંનો ભૂસો, ગોળ, કૃમિ નાશક દવાઓ વગેરેની નિષ્ણાત ડોકટરોની ટીમ સાથે શરૂઆત કરવામાં આવી હતી. અનિલભાઈ આર. ત્રિવેદી કહ્યું કે “આ કામગીરીની તાતી જરૂરત છે, મૂંગા પશુઓ માટે સરકારશ્રી તરફથી પણ દવાઓ અને ડોકટરો મળી રહેશે, તાલુકા પંચાયતના સ્વભંડોળમાથી પણ રકમ ફાળવીશું. ઉપસ્થિત ગ્રામજનોને સહકાર આપવા અપીલ કરી હતી. આ સેવાના શુભારંભે મુંદરા તાલુકા એ.ટી.વી.ટી. સદસ્ય શ્રી કુલદીપસિંહ જાડેજા, તાલુકા પંચાયતના ઉપપ્રમુખશ્રી રતનભાઈ કે. ગઢવી, મોટી ખાખર ગામના માજી સરપંચશ્રી મહેન્દ્રસિંહ જાડેજા, શ્રી જયદેવસિંહ જાડેજા, શ્રી મહાવીરસિંહ જાડેજા, શ્રીઅરજણભાઇ ગઢવી, ઓસમાનભાઈ બાયડ, પશુ દવાખાનું ભુજપુરના ડો. હરેશભાઈ પટેલ અને ટીમ તથા સહયોગી સંસ્થા કચ્છ ઘાસચારા, ફળઝાડ અને જંગલ વિકાસ ટ્રસ્ટ -ભુજના ડોક્ટરોની ટીમ હાજર રહેલ.

આ પ્રકારની સેવાની શરૂઆતમાં મોટી ખાખર, ભુજપુર મોટી, નાની ભુજપુર, મોટા ભાડિયા, ડેપા, રામાણીયા, બીદડા, સિરાચા, નવીનાળ, નાના કપાયા, પ્રાગપર -૧ આ ગામોના ગામ તથા વાડી વિસ્તારમાં જઈને સારવાર સાથે રસીકરણ અને નબળા પશુઓને ભૂસો તથા ગોળ આપીને માવજત કરવામાં આવી. આ કામગીરીમાં ખાસ બિનવારસુ, રામધણ અને નબળા પશુઓને સારવાર આપવામાં આવેલ.

ખાસ ગાયવર્ગમાં આવેલ મહામારી સામે સેવા આપવા માટે અનેક લોકો હવે પોતાની જવાબદારી સમજીને દેશી ઉપચારો,દવાઓ અને દુવાઓનો સહારો લઈને પોતાના મહામૂલા પશુધનને બચાવવા માટે કાર્યરત છે.  આ મહામારીમાં ખાસ ગાય વર્ગના પશુઓને વાયરસથી થતો “લમ્પી સ્કીન ડીસીઝ “  ( LSD ) છે.  આ રોગને ફેલાવા માખી – મચ્છર વાહક બને છે. તેના લક્ષણોમાં ખાસ  આખા શરીરે ફોલ્લા થવા, ન્યુમોનિયા, શરીર જકડાઈ જવું, ખોરાક લેવાનું બંધ કરવું, પગ સોજી જવા વગેરે લક્ષણો દેખાય છે. જેમાં પશુના શરીરે અંદરના અને બહારના ભાગે મોટા ફોલ્લા પડે અને ગાંઠો થઈ જાય છે. જો બહારના ભાગે ગાંઠ ફૂટે તો બહુ જોખમી નથી. પરંતુ જો અંદરના ભાગે ફૂટે તો જોખમી સાબિત થાય છે. જેમાં પશુને જીવ ગુમાવવાનો વારો આવે છે.

આ સેવામાં ડોકટરો તથા ગ્રામ આગેવાનો, સેવાભાવી યુવાનોનો જેવાકે મોટી ખાખરમાં રતનભાઈ ગઢવી, અરજણભાઈ ગઢવી, કુલદીપસિંહ જાડેજા, મહાવીરસિંહ જાડેજા, સિરાચામાં જોરૂભા પી. ચૌહાણ, જયવીરસિંહ ચૌહાણ, ગજુભા ચૌહાણ, નટુભા ચૌહાણ ભુજપુર મોટીમાં સરપંચશ્રી ભીમજીભાઇ નિંજાર, ઉપસરપંચ માણેકભાઈ ગઢવી, નારણભાઇ ગઢવી, પ્રાગપરમાં સરપંચશ્રી હરશીભાઈ મહેશ્વરી, મનુભા જાડેજા, નાના કપાયામાં સરપંચશ્રી જખુભાઈ મહેશ્વરી, શકુરભાઈ સુમરા, માલશીભાઈ મહેશ્વરી  મોટા ભાડીયામાં સરપંચશ્રી થાવરભાઈ મહેશ્વરી, ઉપસરપંચ ઈસરભાઈ ગઢવી, માંડવી તાલુકા પંચાયતના સદસ્યશ્રી ખીમરાજભાઇ ગઢવી, પુનશીભાઈ ગઢવી, નવીનાળ ગામનાશ્રી ગજુભા જાડેજાની આગેવાની હેઠળ  શક્તિસિંહજી જેસર ,પ્રવિણસિંહજી જેસર, ભરતસિંહજી જાડેજા   રામાણીયા ગામના સુરેન્દ્રસિંહજી જાડેજા, નરેન્દ્રસિંહ ઝાલા,ખુશાલભાઈ જૈન, ડેપા ગામના મહેન્દ્રસિંહજી જાડેજા, ભરતસિંહજી જાડેજા, બીદડા પાંજરાપોળમાં શાંતિભાઈ શાહ  તથા ચારણ સમાજના આગેવાનો રાણશીભાઈ જેઠાભાઈ ગઢવી,  પુનશીભાઈ ગઢવી , અને દેવાંધભાઈ ગઢવી હાજર રહીને તથા પશુપાલકો અને સેવાભાવી યુવાનોએ ખૂબ જહેમત ઉઠાવી હતી.

આ સમગ્ર ટીમ અને ડોક્ટરોની સેવાથી આ ગામોમાં ૧૦૫૦ થી વધારે પશુઓને પ્રત્યક્ષ સારવાર આપેલ. જ્યારે જાણકાર ગોવાળ તથા પશુપાલકને દવા આપીને મદદ કરવામાં આવેલ. પશુપાલકોએ આ પ્રકારની સેવાને ખૂબ આશીર્વાદ સમાન ગણાવી. સિરાચાના જોરુભા ચૌહાણે કહ્યું કે “ અદાણી ફાઉન્ડેશન હંમેશા આવા કપરા સમયમાં લોકોની સાથે રહે છે, વરસાદની અછત વખતે પશુઓને ઘાસચારો પૂરો પડે છે. માણસોના આરોગ્ય માટે ફરતું દવાખાનું પણ ચલાવે છે. બાળકોના શિક્ષણ માટે પણ સારી કામગીરી કરે છે. રામાણીયા ગામના સુરેન્દ્રસિંહજી જાડેજાએ  જણાવ્યુ કે “ પશુઓને આ મહામારીમાં જ ખાસ દવા અને માવજતની જરૂર છે, જે માટેની ફરજ અદાણી ફાઉન્ડેશન દ્વારા બજાવવામાં આવી છે.”

અદાણી ફાઉન્ડેશન યુનિટ સી.એસ.આર. હેડ પંકતિબેન શાહે “ પશુપાલકોને હીમતથી કામ લેવા અને ગાય માતાને આ મહામારીમાથી ઊગારવા માટે ઘરગત્થુ અને દાક્તરી સારવાર પણ કરીએ જેથી પરિણામ ખૂબ સારું મળે. ગાયની સેવા કરવા માટે આ સાચો સમય છે. વધુમાં તેઓએ જણાવ્યું કે  કામગીરી જ્યાં સુધી ગાય વર્ગના પશુઓને રાહત ના થાય ત્યાં સુધી ચાલુ રહેશે તેવી ખાત્રી આપી હતી. “ અદાણી ફાઉન્ડેશનના કરશનભાઇ ગઢવીએ સ્થાનિક ગૌસેવા સમિતિ,તાલુકા પંચાયત, ગ્રામ પંચાયત અને અહિંસા ધામ, તથા સહયોગી સંસ્થા સાથે રહીને સમગ્ર વ્યવસ્થા ગોઠવીને, જે તે  સ્થાનિક લોકોના સહકારથી આ કામ થઈ રહ્યું છે જેનો સંતોષ વ્યક્ત કરેલ.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Create a website or blog at WordPress.com

Up ↑

%d bloggers like this: