– ભુજમાં ટ્રક ચાલકોનું નિ:શુલ્ક નેત્ર પરીક્ષણ કરાયું
– મોતિયા અને વેલના ૮ દર્દીને જી.કે.માં રિફર કરાયા
ભુજમાં અદાણી ફાઉન્ડેશન તેમજ રોટરી ક્લબ ભુજનાં સયુંકત ઉપક્રમે ટ્રક ઍસો.ના નળ સર્કલ પાસેની ઓફિસમાં ટ્રક એસોસિયેશન સાથે જોડાયેલા ડ્રાઈવર્સ, કંડકટર અને તેમના કુટંબીજનો માટે આયોજિત મેડિકલ કેમ્પમાં ૧૪૭ દર્દીઓએ લાભ લીધો હતો.
કેમ્પમાં મુખ્યત્વે ટ્રક ચાલકોની દૃષ્ટિનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું, ઉપરાંત જેમની આંખમાં મોતિયો અને વેલ જણાતા તેવા ૮ દર્દીઓને જી.કે.માં રિફર કરવામાં આવ્યા હતા.
રોટરી ક્લબના પ્રમુખ નવઘણ આહિર અને સિવિલ સર્જન ડો.કશ્યપ બુચના વડપણ હેઠળના આ કૅમ્પમાં દૃષ્ટિની વધઘટ માટે મહત્વના પરિબળ એવા ડાયાબિટીસની પણ ચકાસણી કરવામાં આવી હતી.સાથે તેમનાં કાનનું સ્વાસ્થ્ય પણ જોવામાં આવ્યું હતું અને સારવાર આપવામાં આવી હતી.
આ કેમ્પમાં આંખના ડૉ.મીત પરીખ, ફિઝિશ્યન ડૉ.મયુર પટેલ, ઈ.એન.ટી.ના ડૉ.સર્વિલ નિમાવત સારવારમાં જોડાયા હતા.જ્યારે રોટરીના ઉપપ્રમુખ નરેન્દ્ર મીરાણી, મંત્રી ભાવેશભાઈ પટેલ અને પ્રોજેક્ટ ઇન્ચાર્જ ધર્મેન્દ્રસિંહ વાઘેલા વગેરેએ સહકાર આપ્યો હતો.
Leave a Reply