– દેશ સેવાની લગન માટે હથિયાર હાથમાં લીધા અને હવે હળ હંકાર્યો
ભારત યુગ યુગથી કિસાનોનો દેશ રહ્યો ચ્હે. આ એવા ધરતીપુત્રો છે જેમણે જરૂર પડી છે ત્યારે દુશ્મનોના દાંત ખાટા કરવા હથિયાર ઉપાડ્યા છે આવા જ એક દેશના જવાન જેમણે ભારતની સરહદ ઉપર લાન્સનાયક થી ખેતી સુધીની એસએફઆર ખેડી છે.
જય જવાન જય કિશાનના સૂત્રને સાર્થક કરનાર મુંદ્રા તાલુકાનાં સમાઘોઘા ગામના જાડેજા કારુભા હરભમસિંહ ઉર્ફે ભીખુભા ૬૦ વર્ષની જૈફ વયે પોતાના ૪ એકરની ખેતીવાડી વિસ્તારમાં કમલમ ફ્રૂટ (ડ્રેગન ફ્રૂટ) નું મોટાપાયે વાવેતર કર્યું છે અને છેલ્લા ૨ વર્ષથી આ બાગાયતી ઉપરાંત કપાસની પણ આંશિક ખેતી કરી,નિવૃત જિંદગી ધરતીમાતાને સમર્પિત કરી છે.
જાડેજા ભીખુભાએ પોતાની પાછલી વયનું જીવન દેશની મિટ્ટીને અર્પણ કરતાં પહેલા ભારતમાતાને સમર્પણ કર્યું હતું. તેમણે કહ્યું કે તેમને દેશ સેવાની નાનપણથી જ લગન હતી એટલે નાની પાયરીએ લશ્કરમાં જોડાયા પછી દેશની સરહદો ઉપર ગ્રેનેડિયર રેજિમેન્ટના સથવારે જુદા જુદા વિસ્તારોમાં દેશ કાજે શસ્ત્ર હાથમાં લીધા, ચીનની સરહદે ગ્લેશિયર અને કૂપવાડા જેવા સંવેદનશીલ પંથકમાં ખડે પગે ફરજ બજાવી ૧૬ વર્ષ પછી લાન્સનાયક તરીકે નિવૃત થયા.
એક જવાનને આમેય સુરક્ષા સિવાય બીજું કઈજ ફાવે નહીં એટલે રાજકોટ રૂરલ પોલીસમાં સામેલ થયા, ત્યાં નિયત સમય સુધી ડ્યુટી કર્યા પછી માદરે વતન કચ્છના મુંદ્રા તાલુકાનાં સમાઘોઘા ગામમાં પુનઃ પોતાની જાતને ધરતીમાતાના ચરણોમાં મૂકી ખેતી શરૂ કરી, ૨૭ લાખની લાગટ સાથે ખેતીનો નવસર્જન કર્યું. કમલમ ફ્રૂટ વાવ્યા જેની અત્યારે સંતોષ જનક નીપજ તેમને મળે છે. અદાણી ફાઉંડેશને ફૂલ નહીંતો ફૂલની પાંખડી સમાન ટપક પદ્ધતિમાં સહાય કરી.
તેઓએ વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે આ ખેતી તદ્દન ઓર્ગેનિક એટલે કે કૃત્રિમ રાસાયણિક ખાતર વગર કરેલી છે, ડ્રેગન ફ્રુટ ફાર્મ માટે ઓર્ગેનિક ખાતર બનાવવા સાથે કોઈ જાદુ જોડાયેલો નથી, તે ઘણી તકનીકોનો ઉપયોગ કરીને કરી શકાય છે, જો કે અમે અમારું ઓર્ગેનિક ખાતર મિશ્રણ વિકસાવ્યું છે અને અમને ડ્રેગન ફ્રૂટ પર શ્રેષ્ઠ પરિણામ મળ્યું છે, અમારા વાવેતરમાં 12 મહિનાની અંદર અંદર જ સારી ઉપજ મળવા પામી છે.
મુંદ્રા પોર્ટના એકજીકયુટિવ ડાયરેક્ટર રક્ષિત શાહે પણ તેમને જય જવાન જય કિશાનનું સૂત્ર સાર્થક કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.
Leave a Reply