– 92.71% વિદ્યાર્થીઓ પાસ, ધો. 10નું રિઝલ્ટ પણ આજે
સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE)એ ધોરણ 12નું પરિણામ જાહેર કર્યું છે. પરીક્ષામાં 92.71% વિદ્યાર્થીઓ પાસ થયા છે. ડિજિલોકર પર પરિણામની લિંક એક્ટિવેટ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ બોર્ડની સત્તાવાર વેબસાઇટ results.cbse.nic.in પર પરિણામ જોઈ શકે છે. પરંતુ ટ્રાફિકના કારણે બોર્ડની વેબસાઈટ ક્રેશ થઈ ગઈ છે. ધોરણ 10નું પરિણામ પણ આજે જ.
35 લાખ વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી
ધોરણ 10 અને 12ના લગભગ 35 લાખ વિદ્યાર્થીએ ટર્મ-2ની પરીક્ષા આપી હતી, જેમાં ધોરણ 10ના 2116290 અને ધો. 12ના 1454370 વિદ્યાર્થીનો સમાવેશ થાય છે. 26મી એપ્રિલ, 2022થી 15મી જૂન, 2022 સુધી દેશમાં વિવિધ સ્થળોએ હજારો કેન્દ્રો પર પરીક્ષા યોજાઈ હતી.
CBSE ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડ પરીક્ષામાં પાસ થવાના ગુણ 33% છે. વિષયો, જેમાં પ્રેક્ટિકલ અને થિયરી બંને છે, બંનેમાં ઓછામાં ઓછા 33% માર્ક્સ મેળવવા જરૂરી છે.
CBSE બોર્ડની પરીક્ષામાં લાખો વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જ્યારે આ વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ એકસાથે ચેક કરશે, તો એવી સ્થિતિમાં બોર્ડની વેબસાઇટ ક્રેશ થઈ ગઈ છે.
આ રીતે જોઈ શકાશે પરિણામ
- સૌથી પહેલા બોર્ડની વેબસાઈટ cbse.gov.in પર જાઓ.
- હોમ પેજ પર દેખાતાં 10મા કે 12માના પરિણામને લગતી લિંક પર ક્લિક કરો.
- હવે તમે નવા પેજ પર આવશો.
- અહીં તમારો રોલ નંબર, DOB વગેરે જેવી પૂછવામાં આવેલી માહિતી ભરો અને સબમિટ પર ક્લિક કરો.
- તમારું પરિણામ સ્ક્રીન પર દેખાશે.
Leave a Reply