દેશના 15મા રાષ્ટ્રપતિના નામની રાહ હવે થોડાક સમયમાં સમાપ્ત થશે. રાષ્ટ્રપતિની ચૂંટણીની મતગણતરીનો પ્રથમ રાઉન્ડ પૂર્ણ થઈ ગયો છે. આમાં સાંસદોના મતની ગણતરી કરવામાં આવી છે. ચૂંટણી અધિકારીએ જણાવ્યું કે દ્રૌપદી મુર્મુ 540 સાંસદોના મત મળ્યા છે અને યશવંત સિંહાને 208 સાંસદોના મત મળ્યા છે. 15 મત રદ થયા છે.
મુર્મુને NDA પક્ષો તેમજ શિવસેના, BJD અને YSR કોંગ્રેસનું સમર્થન છે. જ્યારે યશવંત સિંહાને કોંગ્રેસ, TMC, NCP અને SPનું સમર્થન મળ્યું છે.
રાષ્ટ્રપતિ ચૂંટણીના પરિણામોના મહત્વના અપડેટ…
- વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મુર્મુની તેમના નિવાસસ્થાને મુલાકાત કરશે.
- દિલ્હીમાં ભાજપ કાર્યાલયમાં વિજયોત્સવની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા પણ ઉજવણીમાં ભાગ લેશે.
રાષ્ટ્રપતિની ચૂંટણી માટે દેશભરમાંથી મતપેટીઓ મંગળવારે સાંજ સુધીમાં સંસદ ભવન પહોંચી ગઈ હતી અને મતગણતરી શરૂ થઈ ગઈ છે. મતગણતરી એ જ રૂમ નંબર 63માં છે, જ્યાં સાંસદો માટે મતદાન કરવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. અહીં સઘન સુરક્ષા વ્યવસ્થા છે.
સંસદમાં 99.18 ટકા મતદાન થયું હતું
દેશના 15મા રાષ્ટ્રપતિની પસંદગી માટે સોમવારે મતદાન થયું હતું. સંસદ ભવન ખાતે 99.18 ટકા મતદાન થયું હતું. દેશનાં દસ રાજ્ય અને એક કેન્દ્રશાસિત પ્રદેશમાં 100% મતદાન થયું હતું. કેટલાંક રાજ્યોમાં ક્રોસ વોટિંગના અહેવાલો પણ આવ્યા હતા.
દ્રૌપદી મુર્મુના વતનમાં ઉજવણીની તૈયારીઓ, લાડુ બનાવવામાં આવી રહ્યા
એવી ચર્ચા છે કે મુર્મુની તરફેણમાં ઘણા મત પડ્યા છે. જો મતગણતરીમાં આ દાવો સાચો નીકળશે તો તે દેશના પ્રથમ આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ હશે. બીજી તરફ, દ્રૌપદી મુર્મુના વતન ઓડિશાના રાયરંગપુરમાં ઉજવણીની તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે. પરિણામ આવ્યા બાદ મીઠાઈ વેચવામાં આવશે. રાયરંગપુરમાં લાડુ બનવવામાં આવી રહ્યા છે.
Leave a Reply