– ભારતીય નૌકાદળ માટે બનાવેલું આ વિમાન શરૂઆતમાં સામાન લઈ જવા માટે વપરાશે પછી માનવીને પણ લઈ જશે
ભારતીય સંરક્ષણ સ્ટાર્ટ-અપ ”સાગર-ડીફેન્સે” પહેલું એવું ડ્રોન વિમાન બનાવ્યું છે જે માનવીને લઈને પણ ઊડી શકશે. તેમાં માણસે માત્ર બેસવાનું જ છે, તે સિવાય તેણે બીજું કશું કરવાનું નથી. તેને ડ્રોન એક સ્થળેથી બીજા સ્થળે લઈ જશે. તે રીમોટથી ગતિશીલ બનશે.
”સાગર-ડીફેન્સ”ના સ્થાપક અને CEO નિકુંજ પરાશરે જણાવ્યું હતું કે અમે આ પ્રકારના ડ્રોનનાં પર્ફોમન્સને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને દર્શાવ્યું હતું. આ દેશનું ઇલેકટ્રોનિક હ્યુમન કરીઈંગ પ્લેટફોર્મ છે. જોકે અત્યારે તો તે જમીનથી માત્ર ૨ મીટર (૫૪’)ની ઊંચાઈએ જ ઊડી શકે તેમ છે.
નિકુંજ પરાશરે કહ્યું કે, અમે આ વિમાન ભારતીય નૌકાદળ માટે બનાવ્યું છે. જેથી માલનું પરિવહન સરળતાથી થઈ શકે. આ ડ્રોનનું નામ वरुन રાખવામાં આવ્યું છે. તેમાં જ ”ઑટો-પાયલોટ-મોડ” છે. જો તેને સતત ઉડવાની ક્ષમતા આપે છે. જો તેના કોઈ રૉટર ખરાબ થઈ જાય ત્યારે પણ તે ઊડતું રહે તેવી વ્યવસ્થા છે. જમીન ઉપર તેની ટ્રાયલ થઈ ગઈ છે. આગામી ત્રણેક મહિનામાં તેની સમુદ્રીય ટ્રાયલ પણ કરીશું. આથી એક વાત નિશ્ચિત થઈ છે કે, ડ્રોનની મદદથી એક વહાણ ઉપરથી બીજા વહાણ સુધી સામાન પહોંચાડી શકાય છે કે કોઈ દર્દીને હોસ્પિટલ સુધી પહોંચાડી શકાય.
તેની રેન્જ ૨૫ કિ.મી.ની છે. તે ૧૩૦ કિ.ગ્રા. વજનનો ”પે-લોડ” ઉઠાવી એક સ્થળેથી બીજા સ્થળે જઇ શકે છે. તેની ઉડ્ડન સમય સીમા ૨૫ થી ૩૩ મીનીટની છે. ”સાગર-ડીફેન્સ” કંપનીને આ પ્રોજેક્ટ નૌકાદળ તરફથી આપવામાં આવ્યો ત્યારે કહેવામાં આવ્યું કે આ પ્રોજેક્ટ દોઢ વર્ષમાં પુરો કરવાનો છે. જે પહેલા અમે સિદ્ધ કર્યું છે.
Leave a Reply