– અબડાસાના ગુલિયન બાર સલક્ષણગ્રસ્ત કિશોરને મેડી. અને ફિઝિઓ વિભાગ દ્વારા સારવાર
અદાણી સંચાલિત જી.કે.જનરલ હોસ્પિટલમાં કિશોરને ચારેય હાથપગમાં લકવો થઈ જતાં (Quadriplegia) સાથે ગુલિયન બાર સિંડ્રોમના લક્ષણ જણાતા આઇસીયુ અને મોંઘભાવના ઇન્જેક્શનની ઘનિષ્ઠ સારવાર આપી, માત્ર એક અઠવાડિયાની સારવારના અંતે ચાલતો કર્યો એટલું જ નહિ, રોગને શ્વસનતંત્ર સુધી ફેલાતો પણ અટકાવી દીધો હતો.
મેડિસીન વિભાગના ડૉ.ફરહાન પીપરાણીએ કહ્યું કે, અબડાસા તાલુકાના હરીપર ગામના ૧૬ વર્ષના કિશોરને ચારેય હાથપગમાં લકવાની અસર થતાં ઇમરજન્સીમાં લાવ્યા બાદ ગંભીર પરિસ્થિતિને કારણે આઈસીયુમાં લઇ, કરોડરજ્જુના પાણીનું (સી.એસ.એફ).એમઆરઆઇ કરાવતાં ગુલિયન બાર સિંડ્રોમ નિદાન થયું તાત્કાલિક મોંઘાભાવના રૂ.૨ લાખના કુલ ૫ ઇન્જેક્શન આપ્યા.
આટલી ઘનિષ્ઠ સારવાર પછી,પાંચ દિવસે એ દર્દી હાથપગ હલાવતો થયો અને સાતમાં દિવસે તો ચાલતો થઈ ગયો.જેમાં ફિઝિયોથેરાપીનો પણ ફાળો હતો.મેડીસીન વિભાગના હેડ ડો.યેશા ચૌહાણના માર્ગદર્શન હેઠળ ડો. ફરહાન પીપરાણી, ડૉ.પાર્થ રાઠવા, ડૉ.ટવીંકલ રાણા અને ફિઝિયોથેરાપીસ્ટ ડૉ. અદિતીબા જાડેજાએ સહયોગ આપ્યો હતો.આ સારવાર સ્કુલહેલ્થ તળે નિશુલ્ક કરવામાં આવી હતી.
Leave a Reply