– સારા વરસાદ બાદ ડુંગરની શોભામાં વધુ નિખાર
કચ્છ જિલ્લામાં સૌથી વાધારે ઊંચાઈ ધરાવતું સમુદ્ર સપાટી થી ૩૮૬ મીટર જેટલી ઉંચાઇ ધરાવતું અને નિષ્ક્રિય જ્વાળામુખી અને ૧૦૦૦ જેટલા પગિાથયાં ધરાવતા એવા ધીણોધર પર્વત પર હાલ માં સારા વરસાદ ના કારણે લીલીછમ હરિયાળી ચાદર પાથરાઈ જવાના કારણે પ્રાકૃતિક સૃથળ ની શોભા માં ખૂબ જ વાધારો થયો છે.
ધીણોધરમાં ઘણી વન્ય અને જીવ સંપત્તિ ઔઉપરાંત પર્વતારોહકો માટે આ માનીતું સ્થળ છે
નખત્રાણા થી માત્ર વીસેક કિલોમીટર અને અરલ ગામ પાસે આવેલ આ સૃથળ ધામક રીતે પણ ખૂબ જ પ્રસિદ્ધ યાત્રાધામ તરીકે જાણીતું છે. પ્રકૃત્તિ અને પરમેશ્વર નો સંગાથ એટલે નખત્રાણા તાલુકામાં આવેલ ધીણોધર તળેટી થી માંડીને ઠેઠ ઉપર સુાધી અંદાજિત ૧૦૦૦ જેટલા પગિાથયાં છે. ધામક, પુરાતન, પ્રાકૃતિક સંપાદનો નો સમન્વય એટલે ધીણોધર અને સૃથાનિકમાં ધીણોધર નો આૃર્થ થાય છે. ધીરજ ધરનાર એટલે ધીણોધર. આધ્યાત્મિકતાની દષ્ટિએ યોગી, ષી, સાધુ, સંતોએ પોતાની સાધના માટે આ પવિત્ર ભૂમિ પસંદ કરેલ છે. અહીં દાદા ધોરમનાથ ની જગ્યા ધીણોધાર – થાન તરીકે જગ વિખ્યાત છે. લોક વાયકા મુજબ દાદા ધોરમનાથે ધીણોધર ડુંગર પર ઊંધા માથે વર્ષો તપસ્યા કરી હતી.
કચ્છ ના ઇતિહાસ માં જણાવેલ લોકવાયકા પ્રમાણે દાદા ધોરમનાથે તપસ્યા પૂરી કરી ત્યારે તેમની આંખો માં તેજ એટલુ બાધું હતું કે, તેમણે ઉત્તર બાજુ આવેલ દરિયા તરફ દ્રષ્ટિ કરતા દરિયાનું પાણી સુકાઇ ગયું ને રણ થઇ ગયું.
આ ધીણોધર એક સુષુપ્ત જવાળામુખી પર્વત છે, તેના કંદરામાં ફરવાથી આ પર્વત જવાળામુખી છે, તેની સાબિતી ના અવશેષો મળે છે. ધીણોધર ની ટેકરી ઉપર થી જોતાં કચ્છના રણ અને છારી ઢંઢ ના કળણ નું સુંદર દ્રશ્ય જોવા મળે છે. ખાસ કરી સારા વરસાદ પછી આ દ્રશ્ય ખૂબ રમણીય લાગે છે. આ ક્ષેત્રમાં ઘણી વન્ય અને જીવ સંપત્તિ આવેલી છે અને પર્વતારોહકો માટે આ માનીતું સૃથળ છે.ઘણા વર્ષો થી દર વર્ષે પર્વતારોહણ સ્પાર્ધા પણ યોજાય છે.અને ડુંગર ની ગીરી માળા માં ટ્રેકીંગનો આનંદ લઇ શકાય છે.
અરલ ગામ ના મહિપત સિંહ જાડેજાએ જણાવ્યું હતું કે ચોમાસામાં સારા વરસાદ બાદ ચારેતરફ હરિયાળી છવાઈ જાય છે અને ઝરણાં વહે છે જેને માણવા માટે ઘણા બાધા લોકો આવે છે.
Leave a Reply