– વાવાઝોડું અતિવૃષ્ટિ કે વીજળી ત્રાટકવાથી પશુઓનું મૃત્યુ થાય તો રાજ્ય સરકાર સહાય આપશે
– હાલ કચ્છ જિલ્લામાં 110 જેટલાં પશુઓનું કુદરતી આપત્તિથી મુત્યુ થયું છે
રાજ્ય સરકાર દ્વારા પશુપાલકો અને ખેડૂતો માટે રાજ્યમાં ભારે વરસાદના પગલે અગત્યનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં પશુપાલકની માલિકીની ગાય, ભેંસ કે બીજા અન્ય પશુઓ અગર વાવાઝોડા, વીજળી ત્રાટકવાથી કે અતિવૃષ્ટિ એટલે કે ભારે વરસાદથી દીવાલ ધસી પડવાથી જેવા કારણોથી પશુઓ મૃત્યુ પામે તો રાજ્ય સરકાર ભેંસ અને ગાયના અકસ્માત મૃત્યુ બદલ માલિકને પ્રતિ પશુ દીઠ રૂ.30 હજાર લેખે વધુમાં વધુ ત્રણ પશુઓની મર્યાદામાં સહાય આપશે. જ્યારે ઘોડા, ઊંટ જેવા પશુઓ માટે પ્રતિ પશુ રૂ. 25, હજાર અને નાના પશુઓ જેમ કે પાડા, વાછરડા માટે પ્રતિ પશુ રૂ. 16,હજાર લેખે 6 પશુઓ સુધી મળવા પાત્ર સહાય ચુકવવામાં આવશે. તેમજ ઘેટા બકરાના કિસ્સામાં રૂ. 3 હજાર પ્રમાણે વધુમાં વધુ 30 ઘેટા બકરા માટેની સહાય આપવામાં આવશે.
નાયબ પશુપાલન નિયામક કચ્છ હરેશભાઈ ઠક્કરે વિગતો આપતા જણાવ્યું હતું કે,પશુ મૃત્યુ સહાયના કિસ્સામાં મૃત પશુઓનું પોસ્ટમોર્ટમ સરકારી પશુ ચિકિત્સક ન કરે ત્યાં સુધી મૃત પશુઓની બોડીનો નિકાલ ન કરવા પણ સૂચના આપવામાં આવી છે. આવા કિસ્સામાં ગામના તલાટી મંત્રીને તાત્કાલિક જાણ કરવાની રહેશે.
અલબત્ત પશ્વિમ કચ્છના નખત્રાણા, લખપત અને અબડાસા તાલુકામાં ગૌવંશમાં ફેલાયેલા લમ્પી રોગના કારણે પશુઓના વ્યાપકપણે મોત નીપજ્યાં છે. જેમાં લક્ષણો ધરાવતા ગૌ વંશને મલિક દ્વારા છુટા મૂકી દેવામાં આવતા હતા જોકે હવે સરકારી સહાયની જાહેરાતના પગલે આ વિસ્તારોમાં બીમાર અવસ્થામાં ફરતા રખડીયાત પશુઓની સંખ્યમાં અચાનક ઘટાડો થયો હોવાનું જાણવા મળ્યું હતું.
Leave a Reply