અદાણી વિદ્યા મંદિર ભદ્રેશ્વરએ સર્જ્યો ઇતિહાસ

માછીમારોના બાળકો એ ધોરણ 10માં લાવી ઉચ્ચ ટકાવારી

શિક્ષણ થકી તમે લોકોના જીવનમાં જડમૂળથી પરિવર્તન લાવી શકો છો. જ્ઞાનની આ જ્યોત થકી મુન્દ્રા પાસે આવેલ ભદ્રેશ્વર અદાણી વિદ્યા મંદિર અનેક માછીમાર બાળકોના જીવનમાં પરિવર્તન લાવી રહ્યું છે. અને હવે શાળાની આ મહેનત વિદ્યાર્થીઓના પરિણામોમાં પણ દેખાઇ રહી છે. આ વખતે, ભદ્રેશ્વર અદાણી વિદ્યા મંદિરના ધોરણ 10ના વિદ્યાર્થી અને વિદ્યાર્થીઓએ વિક્રમજનક પરિણામ લાવીને નવો ઇતિહાસ રચ્યો છે. કોવિડ મહામારી કારણે ઊભી થયેલી શૈક્ષણિક સમસ્યા વચ્ચે પણ ધોરણ 10ના તમામ 31 વિદ્યાર્થીઓએ આ વખતે 100 ટકા પરિણામ લાવ્યું છે.

શાળાના કુલ 31 વિદ્યાર્થીઓમાંથી, ત્રણ વિદ્યાર્થીઓએ 80% થી વધુ ગુણ મળ્યા છે, 18 વિદ્યાર્થીઓએ 60 થી 80% ની વચ્ચે અને 10 વિદ્યાર્થીઓએ 40 થી 60% ની વચ્ચે ગુણ મેળવ્યા છે. આ પરિણામ AVM ભદ્રેશ્વર માટે પણ સીમાચિહ્નરૂપ છે. ઉલ્લેખનીય છે કે આ બાળકોમાંથી અનેક બાળકો તેવા છે જેમના પરિવારમાંથી પહેલીવાર કોઇએ શાળાનું પગથિયું ચડ્યું છે.

ભદ્રેશ્વર અદાણી વિદ્યા મંદિરના એકેડમિક કો ઓર્ડિનેટ વિરાજ વી.એ આ અંગે વધુ જણાવતા કહ્યું કે  “આપણે ઘણીવાર શિક્ષણને એક શૈક્ષણિક સાહસ તરીકે વિચારીએ છીએ, પરંતુ અમારી શાળાઓમાં ખરેખર આથી વિશેષ ઘણું બધું થાય છે. અમે આ બાળકો અને તેમના પરિવારોને ખોરાક અને આરોગ્ય જેવી પ્રાથમિક જરૂરિયાતો માટે પણ સંઘર્ષ કરતા જોયા છે, અને હાલ આ તમામ વસ્તુઓ આ વિદ્યાર્થીઓને અમારી શાળા પૂરી પાડી રહી છે.”

શાળાના આચાર્ય મોહન વાઘેલાનું માનવું છે કે આ 100 ટકા  પરિણામ મેળવવા માટે જો કોઇ વાત નિર્ણાયક સાબિત થઇ હોય તો તે અહીં શાળા પછી ચાલી રહેલા એકસ્ટ્રા ક્લાસિસ.

ઉલ્લેખનીય છે કે AVMB (Adani Vidya Mandir, Bhadreshwar)એ મેક-શિફ્ટ રહેણાંક કેમ્પસનો અભિગમ અપનાવ્યો. આ માટે ધોરણ 10ના વિદ્યાર્થીઓના માતા-પિતાનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને તેમની સંમતિથી વિદ્યાર્થીઓ (છોકરાઓ)ને તેમની પરીક્ષાના એક મહિના પહેલા શાળામાં રહેવાની સગવડ આપવામાં આવી હતી. સાથે જ છોકરીઓને પણ સવારે 7 થી સાંજે 6 વાગ્યે શાળામાં રહી શિક્ષણ આપવામાં આવતું હતું. રહેણાંક વર્ગો દરમિયાન વિષય શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને વ્યક્તિગત સૂચનો, ધ્યાન, ભોજન, મૂલ્યાંકન, પરામર્શ, પ્રેરક મનોરંજન, અને દરેક બાળક માટે શૈક્ષણિક લક્ષ્યને નક્કી કરવામાં આવ્યું હતું.અહીં બાળકોનું ખાસ ધ્યાન રાખવામાં આવતું હતું. અને ભણતર માટે સમયપત્રક પણ બનાવવામાં આવતું હતું, જેથી તે અન્ય પ્રવૃત્તિઓમાં મન પોરવવા કરતાં ભણવા પર વધુ ભાર આપી શકે.

આ વર્ષના પરિણામો અંગે કહેતા વાઘેલાએ કહ્યું કે, “ખરેખરમાં બાળકોનું પ્રદર્શન પ્રશંસનીય રહ્યું છે. પરંતુ હું શિક્ષકોનો પણ આભાર માનું છું કે જેમણે આ શક્ય કરવામાં માટે ખૂબ મહેનત કરી છે. વિદ્યાર્થીઓને તેમના અભ્યાસક્રમમાં સુધારો કરવામાં મદદ કરવા તેઓ અહીં રાત્રે પણ રોકાતા હતા. પરીક્ષાના છેલ્લા એક મહિના પહેલા ધોરણ 10ના વિદ્યાર્થીઓને “સ્કૂલ પોસ્ટ સ્કૂલ”માં બોલાવવામાં આવ્યા હતા. શિક્ષકોએ દરેક બાળકને માર્ગદર્શન આપવા અને તેમનામાં શ્રેષ્ઠતા લાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેઓ કેમ્પસમાં વિદ્યાર્થીઓ સાથે રહ્યા જે દરમિયાન તેમણે શિક્ષક કરતા એક વાલી તરીકેની પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.”

જો કે આ સફળતા સુધી પહોંચતા પહેલા શાળાની સામે અનેક પડકારો પણ આવ્યા. કોવિડના કારણે વિદ્યાર્થીઓના ભણતરમાં વિક્ષેપ પડ્યો હતો. વળી તેમની સામાજીક-ભાવનાત્મક અને સ્વાસ્થ્યને લગતી જરૂરિયાતોનું ધ્યાન રાખવાની સાથે તેમને ભણવા માટે પ્રેરણા પૂરી પાડવી સહેલું નહતું, પણ અદાણી વિદ્યા મંદિરે તે કરી બતાવ્યું.

આ અંગે વાત કરતા વિરાજ વી.એ જણાવ્યું કે, “સંકલિત, વ્યક્તિગત વિદ્યાર્થીઓને સપોર્ટ કરવાની સિસ્ટમ પ્રદાન કરવી એ અમારું લક્ષ્ય હતું. અમે પોર્ટફોલિયો બનાવીને દરેક વિદ્યાર્થીની શક્તિઓ અને બહુવિધ ડોમેન્સમાં (શૈક્ષણિક, આરોગ્ય, સામાજિક અને ભાવનાત્મક સુખાકારી, કુટુંબ)ની જરૂરિયાતોની વ્યાપક સમીક્ષા પણ કરી છે. અમે સુનિશ્ચિત કર્યું કે વિદ્યાર્થીઓ સમય અને તકનો સર્જનાત્મક ઉપયોગ કરે. અમે પ્રવેગકની જરૂર હોય તેવા ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરવા અને અમારા તમામ વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ ટ્યુટરિંગ આપવા માટે સૂચનાત્મક પ્રથાઓમાં ફેરફાર કર્યો છે. અમે વિદ્યાર્થીઓને લર્નિંગ ગેપના શૈક્ષણિક મૂલ્યાંકન ડેટાની સાથે ડેટા શીખવાની તક એકત્ર કરવા પ્રોત્સાહિત કર્યા હતા.”

અદાણી ફાઉન્ડેશન વિષે વધુ માહિતી :

અદાણી ફાઉન્ડેશનની સ્થાપના વર્ષ 1996માં થઇ હતી, હાલ તે ભારતના 16 રાજ્યો અને તેમાં આવેલા 2,409 ગામોમાં કાર્યરત છે. જેમાં કામ કરતા પ્રોફેશનલ લોકોની ટીમ, લોક ભાગીદારી, સહયોગ અને નવીનતાના અભિગમ સાથે કામ કરે છે. શિક્ષણ, સામુદાયિક આરોગ્ય, સસ્ટેનેબલ આજીવિકાનો વિકાસ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ જેવા ચાર મુખ્ય ક્ષેત્રો પર જોશભેર કામ કરીને, અદાણી ફાઉન્ડેશન 3.70 મિલિયનથી વધુ લોકોના જીવનને સ્પર્શે છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Create a website or blog at WordPress.com

Up ↑

%d bloggers like this: