– ભારતના અદાણી પોર્ટ અને સેઝ તથા ઈઝરાયેલના ગેદોત જૂથના કોન્સોર્ટીઅમે હાઇફા પોર્ટ કંપની લિ.ના ૧૦૦ % શેર ખરીદવાના હક્ક હાંસલ કર્યા
– હૈફા પોર્ટનો કન્સેસન સમયગાળો ૨૦૫૪ સુધીનો રહેશે
– ઈઝરાયેલના ઉત્તરીય ભાગે આવેલ હાઇફા બંદર ઇઝરાયેલના બે સૌથી મોટા વાણિજ્યક બંદર પૈકીનું એક છે
– ઇઝરાયેલનો લગભગ અડધો અડધ કન્ટેનર કાર્ગો હેન્ડલ કરતું હાઇફા પોર્ટ પેસેન્જર ટ્રાફીક અને ક્રુઝ શિપ માટેનું પણ અગ્રણી પોર્ટ છે
– આ કોન્સોર્ટીઅમમાં અદાણી પોર્ટ અને ગેદોત અનુક્રમે ૭૦%-૩૦% હિસ્સો ધરાવે છે
– કોન્સોર્ટીઅમે NIS ૪.૧ બિલીઅન બરાબર યુ.એસ.ડોલર ૧.૧૮ બિલીઅનની ઓફર કરી હતી
અદાણી પોર્ટસ એન્ડ સ્પેશ્યલ ઇકોનોમિક લિ. (APSEZ) અને ઇઝરાયેલના ગેદોત ગૃપના બનેલા કોન્સોર્ટીઅમે ઇઝરાયેલના બીજા સૌથી મોટા બંદર હાઇફા બંદરના ખાનગીકરણ કરવા માટેનું ટેન્ડર સ્થાનિક અને વૈશ્વિક કંપનીઓ વચ્ચે તીવ્ર રસાકસી બાદ જીતી લીધું છે. આ સફળ બિડ મારફત અદાણી-ગેદોતે હાઇફા પોર્ટ કંપની લિ.ના ૧૦૦ ટકા શેર ખરીદવાના અધિકારો પણ હાંસલ કર્યા છે. હાઇફા પોર્ટનો કન્સેસનનો સમયગાળો ૨૦૫૪ સુધીનો રહેશે
અદાણી પોર્ટ અને સેઝના મુખ્ય કારોબારી અધિકારી અને પૂર્ણસમયના ડિરેક્ટર શ્રી કરણ અદાણીએ જણાવ્યું હતું કે, “અમે હાઈફા પોર્ટના ખાનગીકરણના ટેન્ડરને જીતીને આનંદ અનુભવીએ છીએ એવું કહેવાની જરૂર નથી અને અદાણી પોર્ટને વૈશ્વિક પરિવહનની ઉપયોગિતામાં પરિવર્તિત કરવા માટે અમે અનેક પગલાં લઈ રહ્યા છીએ તે પૈકીનું આ એક છે જેમાં લોજિસ્ટિક્સ અને વેરહાઉસિંગનો સમાવેશ થશે,”. “આ જીત અમારા માટે અનેક પરિમાણોની દ્રષ્ટીએ વ્યૂહાત્મક છે. તેનાથી ઇઝરાયેલમાં અમારા વ્યવસાયનો પગદંડો જમાવવાની ઘણી મોટી તાકાત આપે છે, જે ભારતના સૌથી વ્યૂહાત્મક ભાગીદારો પૈકીના એક છે કે જેની સાથે અદાણી ગૃપ ઘણા ઉદ્યોગોમાં વેપાારી સંબંધો વિકસાવવા માટે નેટવર્ક બનાવવા માટે છ વર્ષથી કામ કરી રહ્યું છે. અમે ટૂંકા ગાળામાં ભારતના અમારા બંદરો અને હાઈફાના બંદરો વચ્ચે વ્યૂહાત્મક વેપાર માર્ગો વિકસાવવા અને બંને દેશો વચ્ચે વેપારને સરળ બનાવવા પોર્ટ કાર્ગોમાં વૈવિધ્યીકરણ તેમજ ઓપરેશનલ કાર્યક્ષમતા વધારવા માટે અમારી નિપૂણતાનો લાભ લેવા માટે ઉત્સુક છીએ.
આંતરિક ઉપાર્જન દ્વારા અમારા રોકાણના હિસ્સા માટે ભંડોળ ઉપલબ્ધ કરવામાં આવે છે અને ઘણા વર્ષોથી જાણીતા વિશ્વસનીય ભાગીદાર તરીકે ગેદોત સાથે કામ કરવાનું અમને ગૌરવ છે.આ એક જબરદસ્ત બંદર હોવાથી યુરોપ અને મધ્ય પૂર્વ બંને માટે લાંબા ગાળે ઇઝરાયેલ એક જોડાણ બની રહેવાની અમારી ધારણા છે અને તેથી અમે નવા સંભવિત વેપાર માર્ગોથી લાભ મેળવી શકીએ છીએ જેનું નિર્માણ કરવામાં આવશે.” એમ તેમણે જણાવ્યું હતું.
“અદાણી સાથેની અમારી ભાગીદારી હાઈફા પોર્ટમાં કાર્ગો હેન્ડલ કરવામાં અમારી કુશળતા અને પોર્ટ કામગીરીના સંચાલનમાં અદાણીની વિશ્વ કક્ષાની ક્ષમતા,” એમ વિશ્વની બે શ્રેષ્ઠતાઓનું મિશ્રણ કરે છે એમ ગેદોતના સીઈઓ શ્રી ઓફર લિન્ચેવસ્કીએ જણાવ્યું હતું. “લીઝનો સમયગાળો અને ઇઝરાયેલના અર્થતંત્ર તેમજ આસપાસના પ્રદેશોમાં જે વૃદ્ધિની અમારી જે ધારણાઓ છે તે જોતા અમે આ ક્ષેત્રમાં શ્રેષ્ઠ બંદરો પૈકીનું એક બનાવવા માટે રોકાણ કરવાની ઉત્તમ સ્થિતિમાં છીએ.”
એપીએસઇઝેડ અને ગેદોતે સફળતાપૂવર્ક બીડ હાંસલ કરી છે તે હાઇફા પોર્ટ કંપની લિ. હસ્તકના હાઇફા પોર્ટ ઇઝરાયેલનો લગભગ અડધો અડધ કન્ટેનર કાર્ગો હેન્ડલ કરવા ઉપરાંત પેસેન્જર ટ્રાફીક અને ક્રુઝ શિપ માટેનું પણ અગ્રણી પોર્ટ છે
અદાણી પોર્ટ અને ગેદોતના અનુક્રમે ૭૦%-૩૦% હિસ્સા સાથે રચવામાં આવેલા આ કોન્સોર્ટીઅમે NIS ૪.૧બિલીઅન બરાબર યુ.એસ.ડોલર ૧.૧૮ બિલીઅનની ઓફર કરી હતી
હાઇફા પોર્ટના હસ્તાંતરણ સાથે અદાણી પોર્ટ અને સેઝ તેનો વ્યાપ યુરોપના પોર્ટ સેકટર કે જેમાં આકર્ષક મેડીટેરેનિઅન પ્રાંતનો સમાવેશ થાય છે તેમાં વિસ્તારશે.
ઈઝરાયેલની ઉત્તરે હાઇફા શહેરની નજીક હાઈફા બંદર આવેલું છે. હાઇફા ઇઝરાયેલનું ત્રીજું સૌથી મોટું શહેર હોવા ઉપરાંત. ઇઝરાયેલના મુખ્ય ઔદ્યોગિક ક્ષેત્રોમાંનું પણ એક છે. હાઈફા પોર્ટનું સંચાલન હાઈફા પોર્ટ કંપની લિ. દ્વારા કરવામાં આવે છે, કંપની ઓફિસ સ્પેસ, હોટલ, પ્રવાસન અને અન્ય મનોરંજક પ્રવૃત્તિઓના વિકાસ માટે રિયલ એસ્ટેટ પણ ધરાવે છે.
હાઇફા પોર્ટની લાક્ષણિક્તાઓ:
ઇઝરાયેલની ઉત્તર બાજુ હાઇફા શહેરને અડીને અને ઇઝરાયેલના મુખ્ય વેપારી શહેર તેલ અવીવથી લગભગ ૯૦ કિમી દૂર હાઇફા પોર્ટ આવેલું છે. હાઈફા પોર્ટ પર હાલના ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં બે કન્ટેનર ટર્મિનલ અને બે મલ્ટી-કાર્ગો ટર્મિનલ છે. કુલ વિકસિત કવેની લંબાઈ ૨૯૦૦ મીટરથી વધુ છે. ઉપલબ્ધ મહત્તમ ડ્રાફ્ટ ૧૧ થી ૧૬.૫ મીટર સુધીનો છે.
અદાણી પોર્ટસ એન્ડ સ્પેશ્યલ ઈકોનોમિક ઝોન લિમિટેડ અંગેઃ
વૈશ્વિક સ્તરે વૈવિધ્યકરણ ધરાવતા અદાણી ગ્રુપના એક અંગ અદાણી પોર્ટસ એન્ડ સ્પેશ્યલ ઈકોનોમિક ઝોન લિમિટેડ (APSEZ) પોર્ટ કંપનીમાંથી પોર્ટસ એન્ડ લોજીસ્ટીક્સ પ્લેટફોર્મ તરીકે ઉભરી આવી છે. વ્યૂહાત્મક સ્થળોએ આવેલા ગુજરાતમાં મુંદ્રા, દહેજ, તુના અને હજીરા, ઓડીશામાં ધામરા, ગોવામાં માર્મુગોવા, આંધ્ર પ્રદેશમાં ગંગાવરમ, વિશાખાપટ્નમ અને ક્રિશ્નાપટનમ, મહારાષ્ટ્રમાં દીઘી અને ચેન્નાઈમાં એનરોન સહિત ૧૨ પોર્ટસ અને ટર્મિનલ્સ સાથે તે સૌથી મોટી પોર્ટ ડેવલપર અને ઓપરેટર છે, જે દેશની કુલ પોર્ટ ક્ષમતામાંથી ૨૪ ટકાનું પ્રતિનિધિત્વ કરે છે. આ પોર્ટ સાગરકાંઠાના વિસ્તારો અને હિન્ટરલેન્ડનો વ્યાપક જથ્થો હેન્ડલ કરે છે. કંપની કેરાલામાં વિઝીન્ઝામ અને કોલંબો ખાતે ટ્રાન્સશીપમેન્ટ પોર્ટ વિકસાવી રહી છે. અમારા પોર્ટસ એન્ડ લોજીસ્ટીક પ્લેટફોર્મમાં ઈન્ટિગ્રેટેડ લોજીસ્ટીક્સ ક્ષમતાઓ અને ઈન્ડસ્ટ્રિયલ ઈકોનોમિક ઝોન્સના બંદરો અને એકમોનો સમાવેશ થાય છે, જે અમને લાભદાયી સ્થિતિમાં મૂકે છે અને ગ્લોબલ સપ્લાય ચેઈનમાં પ્રભાવક સ્થાન આપે છે. અમારૂં વિઝન આગામી દાયકામાં દુનિયાના સૌથી મોટા પોર્ટસ અને લોજીસ્ટીક્સ પ્લેટફોર્મ બનવાનું છે. વર્ષ ૨૦૨૫ સુધીમાં કાર્બન ન્યૂટ્રલ બનવાના બેઝ સાથે સાયન્સ બેઝ્ડ ટાર્ગેટ ઈનિશ્યેટિવ (SBTi) ઉપર હસ્તાક્ષર કર્યા છે અને તે મારફતે ગ્લોબલ વોર્મિંગને પ્રિ-ઈન્ડસ્ટ્રિયલ લેવલના 1.5 સેન્ટીગ્રેડ સુધી રાખીને એમિશનમાં ઘટાડો કરવાની કટિબધ્ધતા દાખવી છે
ગેદોત ગૃપ
ગેદોત ગ્રુપ ટેને કેપિટલ અને વેલ્યુ એલબીએચ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એમ બે ખાનગી ઇક્વિટી ઇન્વેસ્ટમેન્ટ ફંડની માલિકી ધરાવે છે. ૧૯૫૯માં સ્થપાયેલું ટેને કેપિટલ મલ્ટિબિલિયન-ડોલરનું બિઝનેસ ગ્રુપ, છે જે ઇઝરાયેલનું બીજું સૌથી મોટું મૂડી ભંડોળ છે. વેલ્યુ એલબીએચ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ ઈઝરાયેલમાં બીજી સૌથી મોટી જાહેર પરિવહન કંપનીનું સંચાલન કરે છે અને મોટા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાં રોકાણ કરે છે.
ગેદોત ગ્રૂપ ઇઝરાયેલ અને ઉત્તર-પશ્ચિમ યુરોપ (જર્મની, બેલ્જિયમ અને નેધરલેન્ડ)માં રસાયણો/લુબ્રિકન્ટ વિતરણ માટે બંદરો/ટર્મિનલ્સના વ્યવસાય સાથે સંકળાયેલું છે અને બલ્ક કાર્ગો માટે સંપૂર્ણ સપ્લાય ચેઇનનું સંચાલન કરે છે. ગેદોત ગ્રુપ તેના ૧૪ કેમિકલ ટેન્કરના કાફલા સાથે દરિયાઈ લોજિસ્ટિક્સ બિઝનેસમાં મુખ્ય ભૂમિકામાં છે, જે ઊર્જા અને રસાયણોમાં મોટા ભાગની વૈશ્વિક કંપનીઓને સેવા આપે છે.
Leave a Reply