સ્માર્ટફોન, ઇન્ટરનેટની સુવિધા અને યુવા રોકાણકારોમાં મોબાઇલ મારફતે સ્ટોક ટ્રેડિંગનું પ્રમાણ સતત વધતા ભારતીય શેરબજારના કુલ ટર્નઓવરમાં મોબાઇલ ટ્રેડિંગની ભાગીદારી નવી ટોચે પહોંચી રહી છે.
બીએસઇના આંકડા મુજબ કેશ માર્કેટના ટર્નઓવરમાં મોબાઇલ ટ્રેડિંગનો હિસ્સો જે જૂન 2019માં માત્ર 5.3 ટકા હતો જે જૂન 2022માં વધીને 18.7 ટકાએ પહોંચી ગયો છે.
તો એનએસઇના ટર્નઓવરમાં મોબાઇલ ટ્રેડિંગનો હિસ્સો જૂનમાં 19.5 ટકા નોંધાયો હતો. કોરોના મહામારી બાદ ભારતીયોમાં ખાસ કરીને યુવા રોકાણકારોમાં મોબાઇલ વડે શેરબજારમાં સોદા કરવાનું ચલણ ખુબ જ ઝડપથી વધ્યુ છે.
એનએસઇની રિપોર્ટમાં જણાવાયુ છે કે, ઇન્ટરનેટ આધારિત ટ્રેડિંગ માર્ચ 2020 બાદ ઝડપથી વધ્યુ છે. કોરોના મહામારીની પ્રથમ લહેરના લાંબા લોકડાઉન બાદ મોટી સંખ્યામાં નવા રિટેલ રોકાણકારો બજારમાં પ્રવેશતા મોબાઇલ ટ્રેડિંગ વધ્યુ છે. મોટી સંખ્યામાં યુવા રોકાણકારો એક્ટિવ ટ્રેડર બની રહ્યા છે અને સ્માર્ટફોનનો વધતો ઉપયોગ અને સસ્તી ઇન્ટરનેટ સુવિધાએ તેને વેગ આપ્યો છે. આધાર કેવાયસી આધારિત સરળ રજિસ્ટ્રેશન સિસ્ટમથી નાના રોકાણકારો માટે ડીમેટ એકાઉન્ટ ખોલાવવુ સરળ બની ગયુ છે.
Leave a Reply